Mahisagar : ચૂંટણીમાં પ્રચાર માટે વાહનનો ઉપયોગ કરતા પહેલા રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું | Gujarat News
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની સાસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ એપ્રિલ-2026 મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા અંગેનો કાર્યક્રમ જાહેર થયેલો છે. ચૂંટણી પ્રચારના અભિયાનરૂપે રાજકીય પક્ષોના કાર્યકરો અને ઉમેદવારો તરફથી પોતપોતાના મત વિસ્તારમાં પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે. આ હેતુ માટે તેઓ દ્વારા મોટા પ્રમાણમાં વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે જરૂરી
તેવા સંજોગોમાં આવા વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા અને ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે જરૂરી છે. ચૂંટણી પ્રચારમાં વપરાતા વાહનોની અસર સામાન્ય જનમાનસ તેમજ પ્રતિસ્પર્ધી ઉમેદવારો ઉપર પણ થાય છે. જેના કારણે સાચી ખોટી ફરિયાદો ઉપસ્થિત થવાની, ઉમેદવારોના એકબીજા જુથો વચ્ચે મનદુ:ખ થાય અને ઘર્ષણ ઉભુ થવાની તેમજ સુલેહ શાંતી ભંગ થવાની સંભાવના રહે છે. તે અનુસંધાને મહિસાગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.વી.લટા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.
