Manoj Tiwari House Theft: Former Servant Arrested
15 કલાક પેહલા
- કૉપી લિંક
ભોજપુરી સ્ટાર અને સાંસદ મનોજ તિવારીના ઘરમાં ચોરી કરનાર વ્યક્તિની ધરપકડ થઈ ગઈ છે. છેલ્લા 2 વર્ષમાં મનોજ તિવારીના ઘરમાં ચોરીની ઘટનાઓ બની. જેમાં અલગ-અલગ સમયે કુલ 5.40 લાખની ચોરી કરવામાં આવી હતી. હવે ગુરુવારે એટલે કે 15 જાન્યુઆરીએ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
ભોજપુરી સ્ટારના ઘરમાંથી 5.40 લાખની ચોરી
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, મનોજ તિવારીનો મુંબઈના અંધેરી વેસ્ટમાં આવેલા શાસ્ત્રી નગરના સુંદરબન એપાર્ટમેન્ટમાં ફ્લેટ છે, જ્યાં 5.40 લાખની ચોરી થઈ છે. એક્ટરના મેનેજર પ્રમોદ જોગેન્દ્ર પાંડેએ અંબોલી પોલીસ સ્ટેશનમાં 15 જાન્યુઆરીએ ચોરીની ફરિયાદ નોંધાવી છે, જેની સાથે જ આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
સાંસદે ઘરમાં સિક્રેટ સીસીટીવી કેમેરા લગાવ્યો
પોલીસ ફરિયાદ અનુસાર, જૂન 2025માં મનોજ તિવારીના ઘરમાંથી 4.40 હજાર રૂપિયાની ચોરી થઈ હતી. ત્યારે આરોપીનો પત્તો લાગી શક્યો ન હતો. આ પછી ડિસેમ્બર 2025માં તેમણે ઘરમાં એક સિક્રેટ સીસીટીવી કેમેરા લગાવ્યો. 15 જાન્યુઆરીએ સીસીટીવી કેમેરામાં મોડી રાત્રે મોશન ડિટેક્ટ થયું. તે રાત્રે તેમના ઘરમાંથી 1 લાખ રૂપિયા ચોરાઈ ગયા.

મનોજ તિવારીના જૂના નોકરે જ ઘરમાંથી ચોરી કર્યાનું ખુલ્યું.
જૂના નોકરે ઘરમાં ચોરી કરી
કેમેરાની રેકોર્ડિંગ પરથી સામે આવ્યું કે ઘરમાં સુરેન્દ્ર કુમાર નામના વ્યક્તિએ ચોરી કરી હતી, જે મનોજ તિવારીનો જૂનો નોકર હતો. સુરેન્દ્ર કુમાર મનોજના ઘરમાં બે વર્ષ પહેલાં કામ કરતો હતો. તે સમયે તેણે ડુપ્લિકેટ ચાવીઓની મદદથી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને બેડરૂમ સુધી પહોંચી ગયો હતો. જાણકારી મળ્યા બાદ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ત્યારથી તે બીજી ડુપ્લિકેટ ચાવીઓની મદદથી ચોરી કરી રહ્યો હતો. જૂન અને ડિસેમ્બર 2025માં તેણે કુલ 5.40 લાખની ચોરી કરી હતી.
સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

