Messi 8 Goals in World Cup; Argentina vs Switzerland & England vs Norway Semis
- Gujarati News
- Sports
- Messi 8 Goals In World Cup; Argentina Vs Switzerland & England Vs Norway Semis
સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલા
- કૉપી લિંક
FIFA વર્લ્ડ કપ 2026ની ક્વાર્ટર ફાઈનલમાં લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિનાનો મુકાબલો સ્વિટ્ઝર્લેન્ડ સામે થશે. મેસ્સી આ ટુર્નામેન્ટમાં 8 ગોલ કરીને ગોલ્ડન બૂટની રેસમાં બીજા સ્થાને છે. એક ગોલ કરતા જ તે ટોચ પર પહોંચી જશે. મેચ ભારતીય સમય અનુસાર 12 જુલાઈએ સવારે 6:30 વાગ્યાથી રમાશે.
આ પહેલા હેરી કેનની ઇંગ્લેન્ડની ટક્કર અર્લિંગ હાલેન્ડના નોર્વે સામે થશે. હાલેન્ડે ટુર્નામેન્ટમાં 7 ગોલ અને હેરી કેને 6 ગોલ કર્યા છે. મુકાબલો રાત્રે 2:30 વાગ્યાથી કેન્સાસ સિટી સ્ટેડિયમમાં રમાશે.
મેચ 99- નોર્વે અને ઇંગ્લેન્ડની વર્લ્ડ કપમાં ચોથી ટક્કર
નોર્વે અને ઇંગ્લેન્ડ વચ્ચે કુલ 12 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાંથી ઇંગ્લેન્ડે 7 મેચ જીતી છે. નોર્વેને 2માં જીત મળી. ત્રણ મેચ ડ્રો રહી છે. ફિફા વર્લ્ડ કપમાં બંને ટીમ પ્રથમ વખત આમને-સામને થશે.

નોર્વેએ રાઉન્ડ-16માં બ્રાઝિલને હરાવ્યું
નોર્વે શાનદાર ફોર્મમાં છે. ટીમે 5 મેચમાં 4 જીત નોંધાવી છે. ફ્રાન્સ સામે ગ્રુપ સ્ટેજમાં તેને એકમાત્ર હાર મળી. ગ્રુપ સ્ટેજમાં નોર્વેએ ઇરાકને 4-1 અને સેનેગલને 3-2 થી હરાવ્યું.
રાઉન્ડ ઑફ 32માં ટીમે આઇવરી કોસ્ટને 2-1 થી હરાવ્યું. પછી રાઉન્ડ ઑફ 16માં પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝિલને 2-1 થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી.

ઇંગ્લેન્ડ એક પણ મેચ હાર્યું નથી
ઇંગ્લેન્ડ આ વર્લ્ડ કપમાં એક પણ મેચ હાર્યું નથી. ટીમે 5 મેચમાંથી 4 જીત નોંધાવી અને 1 મેચ ડ્રો રહી. ગ્રુપ સ્ટેજમાં ટીમે ક્રોએશિયાને 4-2 અને પનામાને 2-0થી હરાવ્યું. ઘાના સામેની મેચ 0-0થી ડ્રો રહી.
રાઉન્ડ ઑફ 32માં ઇંગ્લેન્ડનો મુકાબલો કોંગો ડીઆર સામે થયો. જેમાં ટીમે 2-1થી જીત નોંધાવી. જ્યારે રાઉન્ડ ઑફ 16માં મેક્સિકોને 3-2થી હરાવીને અંતિમ-8માં સ્થાન બનાવ્યું.

હાલેન્ડ vs હેરી કેન
નોર્વેને ફરીથી અર્લિંગ હાલેન્ડ પાસેથી ગોલની અપેક્ષા રહેશે. બીજી તરફ, ઇંગ્લેન્ડના એટેકની જવાબદારી કેપ્ટન હેરી કેન પર રહેશે. બંને ખેલાડીઓનું પ્રદર્શન આ મેચનું પરિણામ નક્કી કરી શકે છે.
બન્ને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11:
નોર્વે: ન્યલેન્ડ, રાયર્સન, ઓસ્ટિગાર્ડ, હંચે-ઓલ્સેન, વોલ્ફ, થોર્સ્ટવેડ, બર્જ, પેટ્રિક બર્ગ, બોબ, સોર્લોથ, અર્લિંગ હાલેન્ડ.
ઇંગ્લેન્ડ: પિકફોર્ડ, વોકર, જોન સ્ટોન્સ, ગુએહી, ટ્રિપિયર, ડેકલન રાઇસ, મેનુ, બુકાયો સાકા, જુડ બેલિંગહામ, ફિલ ફોડેન, હેરી કેન.
મેચ 100- આર્જેન્ટિના અને સ્વિટ્ઝર્લેન્ડ વર્લ્ડ કપમાં ત્રીજી વાર ટકરાશે
આર્જેન્ટિના અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે 7 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. આર્જેન્ટિનાએ 5 મેચ જીતી છે. બે મેચ ડ્રો રહી છે. સ્વિટ્ઝર્લેન્ડ ક્યારેય ઇંગ્લેન્ડને હરાવી શક્યું નથી.
FIFA વર્લ્ડ કપમાં બંને ટીમ ત્રીજી વખત ટકરાશે. 1966ના વર્લ્ડ કપમાં બંને પહેલીવાર આમને-સામને હતા. ત્યારે આર્જેન્ટિનાએ સ્વિટ્ઝર્લેન્ડને 2-0થી હરાવ્યું હતું. 2014ના વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાએ 1-0થી જીત મેળવી હતી.
આર્જેન્ટિનાએ તમામ મેચ જીતી
ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના આ ટુર્નામેન્ટમાં અજેય રહ્યું છે. ટીમે તેની તમામ 5 મેચો જીતી છે. ગ્રુપ સ્ટેજમાં આર્જેન્ટિનાએ અલ્જીરિયાને 3-0, ઓસ્ટ્રિયાને 2-0 અને જોર્ડનને 3-1થી હરાવ્યું હતું.
રાઉન્ડ ઑફ 32માં ટીમનો સામનો કાબો વર્ડે સામે થયો. જેમાં ટીમે 3-2થી જીત મેળવી. પછી રાઉન્ડ ઑફ 16માં ઇજિપ્તને 3-2થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી.

સ્વિટ્ઝર્લેન્ડે પેનલ્ટી શૂટઆઉટમાં કોલંબિયાને હરાવ્યું
સ્વિટ્ઝર્લેન્ડની ટીમ પણ આ વર્લ્ડ કપમાં કોઈ મેચ હારી નથી. ટીમે 5 મેચમાં 4 જીત અને 1 ડ્રો નોંધાવ્યો. ગ્રુપ સ્ટેજમાં ટીમે બોસ્નિયાને 4-1 અને કેનેડાને 2-1થી હરાવ્યું. કતાર સામેની મેચ 1-1થી ડ્રો રહી.
રાઉન્ડ ઑફ 32માં સ્વિટ્ઝર્લેન્ડે અલ્જીરિયાને 2-0થી હરાવ્યું. જ્યારે રાઉન્ડ ઑફ 16માં કોલંબિયા સામે ફૂલ ટાઈમ સુધી સ્કોર 0-0થી બરાબર રહ્યો. ત્યારબાદ સ્વિટ્ઝર્લેન્ડે પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી જીત મેળવી.

મેસ્સી vs સ્વિટ્ઝર્લેન્ડની ડિફેન્સ
આર્જેન્ટિના ફરી લિયોનેલ મેસ્સી પાસેથી ગોલની અપેક્ષા રાખશે. જો તે સ્વિટ્ઝર્લેન્ડની ડિફેન્સને તોડી નાખે છે, તો આર્જેન્ટિના માટે આ મુકાબલો સરળ બની જશે. તેના અગાઉના મેચમાં ગોલ કરનાર એન્ઝો ફર્નાન્ડિઝ અને રોમેરો પણ સ્વિટ્ઝર્લેન્ડ માટે ખતરો બનશે.
બીજી તરફ, સ્વિટ્ઝર્લેન્ડ તેના કેપ્ટન ગ્રેનિટ ઝાકાના દમ પર આર્જેન્ટિનાના એટેકને રોકવા મેદાનમાં ઉતરશે. આ ઉપરાંત, જોહાન મનજામ્બી પાસેથી ગોલની અપેક્ષા રહેશે. તે ટુર્નામેન્ટમાં 3 ગોલ કરી ચૂક્યો છે.
બન્ને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11:
આર્જેન્ટિના: એમી માર્ટિનેઝ, મોલિના, રોમેરો, ઓટામોન્ડી, ટેગલિયાફિકો, ડી પોલ, એન્ઝો ફર્નાન્ડિઝ, મેક એલિસ્ટર, લિયોનેલ મેસ્સી, જુલિયન અલ્વારેઝ, નિકોલસ ગોન્ઝાલેઝ.
સ્વિટ્ઝર્લેન્ડ: સોમર, વિડમર, અકાનજી, એલવેદી, રોડ્રિગ્ઝ, ફ્રેયુલર, ગ્રેનિટ ઝાકા, શાકિરી, સોવ, વર્ગાસ, એમ્બોલો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


