Meta Plus Subscription: Pay Monthly Fee for WhatsApp, FB & Instagram | Gujarat News
મેટા કંપનીએ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના યુઝર્સ માટે હવે પેઇડ ‘પ્લસ’ (Paid Plus) વર્ઝન લોન્ચ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ નવા પ્લસ વર્ઝન હેઠળ યુઝર્સને કેટલાક ખાસ કસ્ટમાઇઝેશન ટૂલ્સ અને પ્રીમિયમ સુવિધાઓ મળશે, પરંતુ આ સુવિધાઓનો લાભ લેવા માટે ગ્રાહકોએ મોબાઈલ રિચાર્જની જેમ દર મહિને નિશ્ચિત ચાર્જ ચૂકવવો પડશે. મેટાના આ આર્થિક પગલાની અસર ભારત સહિત વિશ્વભરના સોશિયલ મીડિયા યુઝર્સ પર સીધી જોવા મળશે.
વાસ્તવમાં, અગાઉ એલોન મસ્કની માલિકીની મેસેજિંગ એપ્લિકેશન ‘X’ (ટ્વિટર) એ પણ આવું જ પેઇડ મોડલ અપનાવ્યું હતું, જેનાથી તેની માસિક આવકમાં ધરખમ વધારો થયો હતો. હવે તે જ રસ્તે ચાલીને મેટા કંપનીએ પણ પોતાની આવકના સ્ત્રોત વધારવા માટે સબ્સ્ક્રિપ્શન પ્લાન રજૂ કર્યા છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે જે યુઝર્સ પ્લસ વર્ઝન સબ્સ્ક્રાઇબ કરશે, તેમને જ વિશિષ્ટ ટૂલ્સ અને એડવાન્સ સુવિધાઓ આપવામાં આવશે, જે હવે સામાન્ય કે ફ્રી વર્ઝન વાપરતા લોકોને ઉપલબ્ધ રહેશે નહીં.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

