Morbi News: ટંકારામાં કોંગ્રેસના નેતાએ કલાકારો સામે અપમાનજનક શબ્દ પ્રયોગ કર્યો, જાણો જીતુ વાઘાણીએ શું કહ્યું?
ગુજરાતમાં યોજાતા ડાયરામાં એક ગીત ખૂબજ ડિમાન્ડમાં હોય છે કે, અદાણી ગુજરાતી, અંબાણી ગુજરાતી.. આ ગીત લોકોને સાંભળવું ગમે છે અને ડાયરાના કલાકારો દ્વારા તેનું રસપાન કરાવવામાં આવે છે. ત્યારે મોરબીના ટંકારામાં કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ એક નિવેદનમાં તમામ માર્યાદાઓ નેવે મુકીને કલાકારો સામે અપમાનજનક ટીપ્પણી કરી હતી. તેમના આ નિવેદનનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
મોરબીમાં કોંગ્રેસ નેતાના વિવાદિત બોલ
કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ ટંકારામાં લોકો સામે ભાષણ આપી રહ્યા હતાં. આ દરમિયાન તેમણે કલાકારો સામે જાહેર મંચ પરથી અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેમણે ડાયરાના કલાકારોને કહ્યું હતું કે, ગાયક કલાકારો ભડવાઇ અને ભવાઈ કરી રહ્યા છે. તેમણે બીજી ફેબ્રુઆરીએ ટંકારામાં યોજાયેલી કિસાન સભામાં આ નિવેદન આપ્યું હતું. જેનાથી રાજકીય આલમમાં ભારે રોષ ફેલાયો હતો.
આ નિવેદન કોંગ્રેસના સંસ્કાર બતાવે છે- જીતુ વાઘાણી
કોંગ્રેસના નેતા લાલજી દેસાઈના આ નિવેદનને લઈને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, આ નિવેદન કોંગ્રેસના સંસ્કાર બતાવે છે. ગુજરાતની જનતા આવી ભાષા ક્યારેય સહન કરતી નથી. તમારા શાસનમાં ચાલતા ઉદ્યોગ કામ કરે છે તો વિકાસ થાય છે. કોંગ્રેસ ગુજરાતના ઉદ્યોગની ઈર્ષા કરે છે. ભવાઈ કરતાં કલાકારોને સન્માન મળે એ માટે ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની સરકાર કામ કરે છે.મને લાગે છે કે ડાયરા, સંગીત, ભવાઈ સનાતનની વાત છે. કોંગ્રેસને સનાતનથી વાંધો છે. સનાતનનો ધ્વજ જાહેર લહેરાઈ રહ્યો હોય ત્યારે મને લાગે છે કે પેટમાં તેલ રેડાય છે.કોંગ્રેસ સનાતનનો વિરોધ કરે છે જેને પ્રજા સાંખી નહિ લે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

