Mosquitoes Dont shoot mosquitoes near the smart TV the TV can be destroyed in a single blow | Gujarat News
શું તમને અંદાજ છે કે સ્માર્ટ ટીવી પાસે મચ્છર મારવાથી તમે તમારા મોંઘા ટીવીને ભંગાર બનાવી શકો છો. આવી ચેતવણી સ્માર્ટ ટીવીના યુઝર મેન્યુઅલમાં આપવામાં આવી છે. વેબસાઇટ પર ઉપલબ્ધ યુઝર મેન્યુઅલમાં સ્પષ્ટ લખ્યું છે કે સ્માર્ટ ટીવી પાસે મચ્છર મારવાની બેટ અથવા રેકેટનો ઉપયોગ કરવો ભારે પડી શકે છે અને તેનાથી તમારું હજારો-લાખોનું ટીવી એક ઝાટકે ભંગાર બની શકે છે.
સ્માર્ટ ટીવીને કેમ છે ખતરો?
ધ્યાન આપવા જેવી બાબત છે કે મેન્યુઅલમાં આ ચેતવણી બગ જેપર એટલે કે મચ્છર મારવાની બેટ કે મશીનને લઈને આપવામાં આવી છે. હકીકતમાં, બગ જેપર એક હાઈ-વોલ્ટેજ મશીન હોય છે, જે મચ્છર મારવા માટે વીજળીનો જોરદાર ઝાટકો પેદા કરે છે. તેમાંથી નીકળતો સ્પાર્ક સૂક્ષ્મ ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ પેદા કરે છે. આ અદ્રશ્ય પલ્સ તમારા સ્માર્ટ ટીવીની પેનલ અને ઇન્ટરનલ સર્કિટને બાળી નાખવાની તાકાત રાખે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

