NASA’s Artemis II Breaks Apollo 13 Record: Farthest Human Space Flight | Gujarat News
યુએસ સ્પેસ એજન્સી NASA ના મહત્વાકાંક્ષી આર્ટેમિસ II મિશનએ માનવ અવકાશ સંશોધનના ઈતિહાસમાં એક સુવર્ણ અક્ષરે નામ અંકિત કર્યું છે. સોમવારે રાત્રે આ મિશનના અવકાશયાત્રીઓએ ચંદ્રની પાછળના (Far side) ભાગની પ્રદક્ષિણા કરીને પૃથ્વી તરફ પરત ફરવાની મુસાફરી શરૂ કરી હતી. આ દરમિયાન તેમણે ચંદ્રની સપાટીનું એવું દૃશ્ય જોયું જે અગાઉ ક્યારેય કોઈ માનવીએ આટલી સ્પષ્ટતાથી જોયું નથી.
એપોલો 13નો 56 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
આર્ટેમિસ II મિશને અંતરની બાબતમાં નવો વૈશ્વિક વિક્રમ સ્થાપિત કર્યો છે. અત્યાર સુધી માનવી દ્વારા ચંદ્રની આસપાસ સૌથી લાંબા અંતરની મુસાફરીનો રેકોર્ડ 1970માં એપોલો 13 મિશનના નામે હતો, જેણે 400,171 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આર્ટેમિસ II એ આ આંકડાને વટાવીને માનવ ઈતિહાસમાં સૌથી લાંબી અવકાશ સફરનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. એપોલો પ્રોગ્રામના સમાપ્તિ બાદ આ પ્રથમ વખત છે જ્યારે નાસાએ માનવીઓને ચંદ્રની ભ્રમણકક્ષામાં મોકલ્યા છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

