Nepal Election News: હાઇ પ્રોફાઇલ ઝાપા મત વિસ્તારમાંથી નક્કી થશે પીએમ, જાણો કોનું પલડું છે ભારે?
કાઠમંડુના ભૂતપૂર્વ મેયર બાલેન શાહ પદભ્રષ્ટ પીએમ કે.પી.ઓલી સામે મેદાનમાં છે.
નેપાળનું રાજકારણ ગરમાયું
નેપાળમાં 5 માર્ચે યોજાનારી સામાન્ય ચૂંટણીના થોડા અઠવાડિયા પહેલા, ઝાપા મતવિસ્તારમાં રાજકારણ ગરમાયું છે. જ્યાં કાઠમંડુના ભૂતપૂર્વ મેયર બાલેન શાહ ‘બાલેન’ પદભ્રષ્ટ વડાપ્રધાન કેપી શર્મા ઓલી સામે મેદાનમાં છે. લોકપ્રિય રેપરથી રાજકારણી બનેલા અને રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના વડા પ્રધાનપદના ઉમેદવાર બાલેન કોશી પ્રાંતના ઝાપા-5 મતવિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યારે નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ ઓલીએ બે દિવસ પહેલા જ તેમના ઘરે-ઘરે પ્રચાર શરૂ કર્યો હતો.
Gen Z આંદોલનનું પરિણામ
ઓલીએ ઝાપા જિલ્લામાંથી સાતમાંથી છ સંસદીય ચૂંટણીઓ જીતી છે. છેલ્લી ચૂંટણીમાં તેમણે નેપાળી કોંગ્રેસના ઉમેદવારને ભારે બહુમતીથી હરાવ્યા હતા. નેપાળી રાજકારણ પર નજર રાખનારા વરિષ્ઠ માનવાધિકાર કાર્યકર્તા ચરણ પ્રસાઈએ કહ્યું. આ વખતે ઓલીને વધુ કઠિન સ્પર્ધાનો સામનો કરવો પડશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં Gen Z આંદોલન દરમિયાન તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. તેઓ ફરી એકવાર લોકશાહી ચૂંટણીઓ દ્વારા ચૂંટણી લડી રહ્યા છે અને વડા પ્રધાનપદના ઉમેદવાર બાલેન શાહનો સામનો કરી રહ્યા છે.
નવી પેઢીના વિરોધનો મામલો
છેલ્લી ચૂંટણીમાં કે.પી.ઓલી પીએમ તરીકે ચૂંટાયા હતા. નવી પેઢીના વિરોધને પગલે તેમને પદ છોડવાની ફરજ પડી હતી, પરંતુ તેઓ દેશમાં રહ્યા. Gen Zએ પેઢીનો ઉલ્લેખ કરે છે જે 1997થી2012ની વચ્ચે જન્મી હતી અને જે ટેકનોલોજી, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા સાથે ઉછરી હતી. ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે Gen Z જૂથ દ્વારા હિંસક વિરોધ બાદ ઓલીએ 9 સપ્ટેમ્બરના રોજ રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ, સુશીલા કાર્કી 12 સપ્ટેમ્બરના રોજ વચગાળાના પીએમ બન્યા અને રાષ્ટ્રપતિને ભલામણ કરી કે પ્રતિનિધિ ગૃહ વિસર્જન કરવામાં આવે અને 5 માર્ચે સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવે.
આ પણ વાંચોઃ Bangladesh Election 2026 News: Sheikh Hasinaની નિવૃત્તિ અંગે અટકળો તેજ, આવામી લીગના મૌને વધાર્યુ સસ્પેન્સ
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

