Nepal Elections 2026: નેપાળ ચૂંટણીમાં કોઇરાલા પરિવારની અસ્તિત્વ માટેની લડાઇ, જાણો શું છે સ્થિતિ?

Last Updated: March 5, 2026By

નેપાળના રાજકારણમાં એક સમય એવો હતો કે જ્યારે એક જ ઘરમાં 3 મુખ્યમંત્રી હતા.

કોઇરાલા પરિવાર ચર્ચામાં

નેપાળમાં Gen-Z વિરોધ પ્રદર્શને સરકાર પલટાવી હતી. જેના કારણે નેપાળમાં રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાયો હતો. હવે નવી સરકાર બનાવવા માટે ફરી મતદાન હાથ ધરવામાં આવ્યુ છે. નેપાળ ચૂંટણી પંચે જણાવ્યુ હતુ કે, આ વર્ષે સત્તા મેળવવા માટે ચાર મુખ્ય પક્ષ રેસમાં છે. તેમાં કે.પી.શર્મા ઓલીની UML, ગગન થાપાની નેપાળ કોંગ્રેસ, બાલેન શાહની આરએસપી અને પ્રચંડની નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી સામેલ છે. પરંતુ આ બધાની વચ્ચે કોઇરાલા પરિવારની ચર્ચા સૌથી વધુ થઇ રહી છે.

કોઇરાલા પરિવાર માટે વિકટ સમય

ગિરિજા પ્રસાદ કોઇરાલાના નિધન બાદ નેપાળમાં કોઇરાલા પરિવારનો રાજકારણમાં પ્રભાવ ઓછો થયો હતો. ગિરિજાના પિતરાઇ ભાઇ સુશીલ કોઇરાલા વર્ષ 2014માં નેપાળના પીએમ બન્યા હતા. પરંતુ તેમના નિધન બાદ કોઇરાલા પરિવારનો પ્રભાવ કાઠમાંડૂમાંથી ઓછો થયો હતો. 2022ની ચૂંટણીમાં કોઇરાલા પરિવારના 3 સભ્યો જીત મેળવીને સંસદ પહોંચ્યા હતા. પરંતુ આ વખતે સામાન્ય ચૂંટણીમાં તેમની સ્થિતિ બેકફૂટ પર છે. નેપાળ કોંગ્રેસે માત્ર શેખર કોઇરાલાને ટિકીટ આપી છે. નેપાળ કોંગ્રેસે તેમને મોરંગ-6થી ટિકીટ આપી છે. આ બેઠક યૂએમએલનો ગઢ માનવામાં આવે છે.

રાજકારણમાં કેમ પાછળ રહ્યુ કોઇરાલા પરિવાર ?

1. ગિરિજા પ્રસાદ કોઇરાલાના નિધન બાદ કોઇરાલા પરિવારમાં એકતા રહી નથી. પરિવારના અનેક સભ્ય રાજનીતિમાં આવ્યા છે. પરંતુ દરેક વ્યક્તિ પોતાના મોર્ચે લડે છે. ગિરિજા પ્રસાદની પુત્રી સુજાતા રાજકારણમાં આવતા દેઉબા જુથમાં જોડાયા હતા. તો શંશાંક કોઇરાલા પણ દેઉબા જૂથમાં જતા રહ્યા હતા. શેખર કોઇરાલા પણ અલગ જૂથમાં છે. ત્રણે વ્યક્તિઓના મુક્ત માર્ગના કારણે કોઇરાલા પરિવારમાં પ્રભાવની કમી જોવા મળી રહી છે.

2. Gen-Z આંદોલને કોઇરાલા પરિવારને પાછળ ધકેલી દિધો છે. કાઠમાંડૂનાં વિરોધ પ્રદર્શન દરમિયાન એ સ્થળો પર પ્રદર્શન કરાયા અને આગચંપી કરાઇ હતી. જ્યાં કોઇરાલા પરિવારનો ગઢ હતો.

3. ભ્રષ્ટાચારાના આરોપે પણ કોઇરાલા પરિવાર પર સવાલ ઉભા કર્યા છે. સુજાતા કોઇરાલા પર સુડાન કૌભાંડનો આરોપ છે. શશાંક પર ફંડના દુરુપયોગનો આરોપ છે. 2025માં જ્યારે નેપાળમાં તત્કાલીન ગૃહમંત્રી રમેશ લેખક પર આવ્રજન કૌભાંડનો આરોપ લગાવાયો હતો.

આ પણ વાંચોઃ અલી ખામેનેઇના બંધારણમાં કેમ કરાયો સુધારો, જાણો શું છે મામલો?