Nepal Flood Devastation; Bridges & Buildings Swept Away

Last Updated: August 26, 2026By

2 મિનિટ પેહલા

  • કૉપી લિંક

નેપાળમાં બુધવારે તિબેટમાંથી આવેલા અચાનક પૂરથી રસૂવા જિલ્લામાં ભારે તબાહી મચી ગઈ. ટિમુરેથી ત્રિશૂલી બજાર અને બેત્રાવતી સુધી પૂરના પાણી અને કાટમાળથી ઘરો, રસ્તાઓ અને પુલ તબાહ થઈ ગયા, જ્યારે એક હાઈડ્રોપાવર પ્રોજેક્ટ પણ તણાઈ ગયો. ઘણા વિસ્તારોમાં પૂરનો નજારો એવો હતો કે હેલિપેડ પણ તણાઈ ગયું અને રેસ્ક્યુ હેલિકોપ્ટરને ઉતર્યા વિના પાછા ફરવું પડ્યું.

17 ફોટો-વીડિયોમાં જુઓ તબાહી

નેપાળ-તિબેટ બોર્ડર પર તિબેટના રસુવાગઢી બોર્ડર પોઈન્ટ પર CCTV કેમેરામાં પૂરનું ભયાવહ દ્રશ્ય કેદ થયું. અહીંથી જ પૂર નેપાળમાં પ્રવેશ્યું.

નેપાળ-તિબેટ બોર્ડર પર તિબેટના રસુવાગઢી બોર્ડર પોઈન્ટ પર CCTV કેમેરામાં પૂરનું ભયાવહ દ્રશ્ય કેદ થયું. અહીંથી જ પૂર નેપાળમાં પ્રવેશ્યું.

અચાનક આવેલા પૂરની ઝપેટમાં તિબેટ-ચીન બોર્ડર પર આવેલું ગ્યિરોંગ પોર્ટ પણ આવ્યું. અહીં હાજર ડઝનબંધ લોકો તેમાં તણાઈ ગયા.

અચાનક આવેલા પૂરની ઝપેટમાં તિબેટ-ચીન બોર્ડર પર આવેલું ગ્યિરોંગ પોર્ટ પણ આવ્યું. અહીં હાજર ડઝનબંધ લોકો તેમાં તણાઈ ગયા.

નેપાળમાં પ્રવેશતા જ પૂરે પાવર પ્લાન્ટનો બંધ તોડ્યો

નેપાળ-તિબેટ બોર્ડર પાસે 216 મેગાવોટ ક્ષમતા ધરાવતો અપર ત્રિશુલી-1 જળ વિદ્યુત પરિયોજનાનો બંધ પાણીના તેજ પ્રવાહમાં તૂટી ગયો.

નેપાળમાં પૂરથી લગભગ 13 પાવર પ્રોજેક્ટ પ્રભાવિત થયા છે. તે રસૂવા અને નુવાકોટ જિલ્લામાં નદી પર બનેલા હતા. લાંગટાંગ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ પર કામ કરી રહેલા લગભગ 60 લોકો ગુમ છે.

નેપાળમાં પૂરથી લગભગ 13 પાવર પ્રોજેક્ટ પ્રભાવિત થયા છે. તે રસૂવા અને નુવાકોટ જિલ્લામાં નદી પર બનેલા હતા. લાંગટાંગ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ પર કામ કરી રહેલા લગભગ 60 લોકો ગુમ છે.

બંધ તૂટ્યા પછી ત્રિશૂલી બેસિન પર પાણીનો ઝડપી પ્રવાહ આવ્યો.

બંધ તૂટ્યા પછી ત્રિશૂલી બેસિન પર પાણીનો ઝડપી પ્રવાહ આવ્યો.

બજારમાં પાણી ઘૂસી ગયું, બધું તબાહ કરી દીધું

ત્રિશુલી બજારમાં તેજ પ્રવાહ સાથે પાણી ઘૂસી ગયું અને પોતાની સાથે બધું જ તાણી ગયું.

ત્રિશુલી બજારમાં તેજ પ્રવાહ સાથે પાણી ઘૂસી ગયું અને પોતાની સાથે બધું જ તાણી ગયું.

પૂર પછી ત્રિશૂલી નદીના કિનારે પાણીના તેજ પ્રવાહમાં એક પુલ તણાઈ ગયો.

પૂર પછી ત્રિશૂલી નદીના કિનારે પાણીના તેજ પ્રવાહમાં એક પુલ તણાઈ ગયો.

નેપાળના ચિતવનના કુરિનેટારમાં ત્રિશુલી નદી પર બનેલો ઝૂલતો પુલ પાણીના તેજ પ્રવાહથી તૂટી ગયો.

નેપાળમાં રસુવાના તિમુરેમાં તિબેટીયન વિસ્તારમાંથી આવેલા પૂરથી માલસામાન લઈ જતાં વાહનો, ટ્રાન્સપોર્ટ વ્યવસાયીઓ અને કર્મચારીઓ પ્રભાવિત થયા છે.

નેપાળમાં રસુવાના તિમુરેમાં તિબેટીયન વિસ્તારમાંથી આવેલા પૂરથી માલસામાન લઈ જતાં વાહનો, ટ્રાન્સપોર્ટ વ્યવસાયીઓ અને કર્મચારીઓ પ્રભાવિત થયા છે.

રસુવાથી પૂરનું પાણી ચિતવનના નારાયણઘાટ સુધી પહોંચી ગયું છે, અહીં ભગવાન બુદ્ધની મૂર્તિ સુધી પાણી આવી ગયું.

રસુવાથી પૂરનું પાણી ચિતવનના નારાયણઘાટ સુધી પહોંચી ગયું છે, અહીં ભગવાન બુદ્ધની મૂર્તિ સુધી પાણી આવી ગયું.

હેલિકોપ્ટરથી સર્વે-રેસ્ક્યુ થયું

પૂરમાં ફસાયેલા એક યુવકે પોતાની ટી-શર્ટ લહેરાવીને ઈશારો કર્યો તો સેનાના હેલિકોપ્ટરે તેનું રેસ્ક્યુ કર્યું.

નેપાળમાં પૂરના કારણે એક વ્યક્તિ પાણીમાં ફસાઈ ગયો. તેણે પોતાનો જીવ બચાવવા માટે એક ઝાડ પકડી લીધું.

નેપાળમાં પૂરના કારણે એક વ્યક્તિ પાણીમાં ફસાઈ ગયો. તેણે પોતાનો જીવ બચાવવા માટે એક ઝાડ પકડી લીધું.

પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ટીમો પહોંચી.

પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ટીમો પહોંચી.

નેપાળ સરકારે પૂરથી તબાહ થયેલા વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો. જેમાં ઘણા વિસ્તારોમાં નુકસાન જોવા મળ્યું.

પાણીનો પ્રવાહ અટક્યો તો વિનાશનું દ્રશ્ય દેખાયું

પૂરના તેજ પ્રવાહમાં લોકોના ઘરોનો સામાન તણાઈ ગયો. ઘણા લોકો તેને કાઢવા માટે નદીમાં કૂદી પડ્યા.

રસુવા જિલ્લામાં પાણીનો પ્રવાહ અટક્યા પછી તૂટેલા મકાનો અને કાટમાળમાં દટાયેલી ગાડીઓ દેખાઈ.

રસુવા જિલ્લામાં પાણીનો પ્રવાહ અટક્યા પછી તૂટેલા મકાનો અને કાટમાળમાં દટાયેલી ગાડીઓ દેખાઈ.

નેપાળમાં પૂર પછી નુવાકોટ જિલ્લાની તસવીર. ભોટેકોશી નદીના કારણે અનેક ઘરો તણાઈ ગયા.

નેપાળમાં પૂર પછી નુવાકોટ જિલ્લાની તસવીર. ભોટેકોશી નદીના કારણે અનેક ઘરો તણાઈ ગયા.

રસુવા જિલ્લામાં પુલ, રસ્તાઓ, બજારો બધું જ ક્ષતિગ્રસ્ત થઈ ગયું.

રસુવા જિલ્લામાં પુલ, રસ્તાઓ, બજારો બધું જ ક્ષતિગ્રસ્ત થઈ ગયું.

————–

આ સમાચાર પણ વાંચો…

નેપાળમાં પૂરથી તબાહી, 17નાં મોત, 384 ગુમ:તેમાં 105 ભારતીયો, તિબેટમાં ગ્લેશિયર ફાટવાની આશંકા; બિહારના 8 જિલ્લામાં એલર્ટ

તિબેટમાંથી આવેલા અચાનક પૂરને કારણે નેપાળના રસૂવા જિલ્લામાં ભારે તબાહી મચી છે. ભોટેકોશી નદીનું જળસ્તર અચાનક વધવાને કારણે ટિમુરે અને સ્યાબ્રુબેસી વિસ્તારમાં અનેક ઘરોને નુકસાન થયું છે. પૂરની ચપેટમાં રસૂવાનો એક હાઈડ્રોપાવર પ્રોજેક્ટ પણ આવી ગયો અને તે વહી ગયો.

ન્યૂઝ એજન્સી AP અનુસાર, અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા હોવાના સમાચાર છે. પૂર પછી ભારે સંખ્યામાં લોકો ગુમ છે. નેપાળના પર્યટન વિભાગ અનુસાર, 384 લોકોનો પત્તો નથી. આમાં 291 વિદેશી પર્યટકો છે જેમાં 105 ભારતીય નાગરિકો પણ સામેલ છે. વાંચો સંપૂર્ણ સમાચાર…

Leave A Comment