NHAI Fastag KYV Process Update; New Car Jeep Van Exempted February 1; Routine Verification Stopped
- Gujarati News
- Business
- NHAI Fastag KYV Process Update; New Car Jeep Van Exempted February 1; Routine Verification Stopped
નવી દિલ્હી3 કલાક પેહલા
- કૉપી લિંક
નવી કાર, જીપ અને વાન માટે આવતીકાલ (1 ફેબ્રુઆરી) થી ફાસ્ટેગ જારી કરતી વખતે હવે KYV (નો યોર વ્હીકલ) પ્રક્રિયાની જરૂર રહેશે નહીં. નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ નવી કાર માટે KYV પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લીધો છે.
આ સાથે જે કાર પર પહેલાથી જ ફાસ્ટેગ લાગેલું છે, તેમના માલિકોને પણ હવે રૂટિન KYV કરાવવાની જરૂર રહેશે નહીં. આનાથી વાહન માલિકોને માન્ય દસ્તાવેજો હોવા છતાં લાંબી વેરિફિકેશન પ્રક્રિયા માટે રાહ જોવી પડશે નહીં.
સરકારના આ પગલાનો ઉદ્દેશ્ય ફાસ્ટેગ સક્રિય થયા પછી થતી મુશ્કેલીઓને દૂર કરવાનો છે. અગાઉ, વપરાશકર્તાઓને વારંવાર ફરિયાદ રહેતી હતી કે ટેગ સક્રિય થયા પછી પણ બેંક અથવા ઓથોરિટી દ્વારા વેરિફિકેશનના નામે વિલંબ કરવામાં આવે છે. નવી ગાઈડલાઈન પછી હવે ફાસ્ટેગને વારંવાર અપડેટ કરવાની જરૂરિયાત સમાપ્ત થઈ જશે.

ફક્ત ફરિયાદ મળવા પર જ તપાસ થશે
ઓથોરિટી અનુસાર, KYVની પ્રક્રિયાને સંપૂર્ણપણે સમાપ્ત કરવામાં આવી નથી, પરંતુ તેને ‘જરૂરિયાત આધારિત’ બનાવવામાં આવી છે. હવે KYV ત્યારે જ માંગવામાં આવશે જ્યારે કોઈ ફાસ્ટેગના ખોટા ઉપયોગ, ખોટી રીતે જારી થવા અથવા તેના ગુમ થવા અંગેની કોઈ ફરિયાદ મળશે. સામાન્ય રીતે કામ કરી રહેલા ફાસ્ટેગ માટે હવે કોઈપણ પ્રકારના દસ્તાવેજની ફરીથી માંગ કરવામાં આવશે નહીં.
બેંકો વાહન પોર્ટલ પરથી સીધા વેરિફાય કરશે
NHAIએ ફાસ્ટેગ જારી કરનાર બેંકો માટે પણ નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે બેંકોએ ફાસ્ટેગ એક્ટિવેટ કરતા પહેલા વાહન પોર્ટલના ડેટાબેઝ દ્વારા વાહનનું પ્રી-એક્ટિવેશન વેલિડેશન કરવું ફરજિયાત રહેશે.
એનો અર્થ એ છે કે બેંકો પોતે જ સરકારી ડેટામાંથી વાહનની માહિતી ચકાસશે, જેથી ગ્રાહકને પછીથી ઓફિસોના ધક્કા ન ખાવા પડે. આ ડિજિટલ ઓટોમેશન પ્રક્રિયાને વધુ પારદર્શક અને ઝડપી બનાવશે.
ટોલ પર પેમેન્ટ કરવામાં સમયની બચત થશે
NHAIના એક અધિકારીએ જણાવ્યું કે આ સુધારો સામાન્ય રોડ યુઝર્સના સમયની બચત માટે લાવવામાં આવ્યો છે. અવારનવાર જોવા મળ્યું છે કે માન્ય વાહન દસ્તાવેજો હોવા છતાં પણ યુઝર્સને પોસ્ટ-ઇશ્યુઅન્સ KYVને કારણે ટોલ પ્લાઝા પર અથવા પેમેન્ટ દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ ફેરફાર પછી ટોલ પેમેન્ટનો અનુભવ વધુ ‘સીમલેસ’ (અડચણ વિનાનો) થઈ જશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

