Nifty Future 25303 Points Key Level
26 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
ભારત અને યુરોપીય યુનિયન (ઈયુ) વચ્ચે 19 વર્ષ બાદ ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડિલ થતાં બન્ને વચ્ચે દ્વીપક્ષી વેપારમાં જંગી વધારો થવાની અપેક્ષા અને ભારત માટે નિકાસના નવા માર્ગો ખુલવાના પોઝિટીવ પરિબળે આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે સેન્સેક્સ, નિફટી બેઝડ ભારતીય શેરબજારમાં ફરી તેજીનો સંચાર થયો હતો.
યુરોપીય યુનિયન સાથે થયેલી વેપાર સંધિ બાદ હવે અમેરિકાનું ભારત પરત્વેનું જક્કી વલણ ઢીલું પડવાની અને ભારત-અમેરિકા વચ્ચે પણ ટ્રેડ ડિલ વાટાઘાટ આગળ વધવાની અપેક્ષાએ પણ ફંડોએ આજે શેરોમાં લેવાલી કરી હતી. અલબત યુરોપના દેશો થકી ભારતમાં ચાઈનીઝ ઓટોમોબાઈલ કંપનીઓની નિકાસોના દ્વાર ખુલવાની અને ભારતના ઉદ્યોગ માટે સ્પર્ધા વધવાની ધારણાએ અને કન્ઝયુમર ડયુરેબલ્સ ક્ષેત્રે પણ હરીફાઈ વધવાની શકયતાએ સ્થાનિક બજારમાં પોઝીટીવ માહોલ જોવા મળ્યો હતો.
કોમોડીટી માર્કેટની વાત કરીએ તો
વૈશ્વિક બજારમાં સર્જાયેલી અસ્થિરતા અને વધતી જતી માંગને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં આજે અત્યાર સુધીનો સૌથી મોટો અને ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો હતો. 28 જાન્યુઆરી 2026ના રોજ સોનું અને ચાંદી બંનેએ પોતપોતાની નવી સર્વોચ્ચ સપાટી સર કરી હતી. ભારતીય બજારમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂ.5000થી વધુનો વધારો થયો, જ્યારે ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ રૂ.21,000થી વધુનો તોતિંગ ઉછાળો નોંધાયો.
આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા ભૌગોલિક તણાવ અને ડૉલરના મૂલ્યમાં ફેરફારને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદી તરફ વળ્યા છે. એક જ દિવસમાં સોનામાં અને ચાંદીમાં આ ઉછાળો ઇતિહાસમાં દુર્લભ માનવામાં આવે છે.
સેક્ટર મુવમેન્ટ…
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.69% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.81% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને એફએમસીજી સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4380 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1315 અને વધનારની સંખ્યા 2920 રહી હતી, 145 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 13 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 14 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
નિફટી ફ્યુચર બંધ ભાવ @ 25450 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 25373 પોઈન્ટના પ્રથમ અને 25303 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 25474 પોઈન્ટ થી 25533 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 25303 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
લોઢા ડેવલોપર્સ ( 930 ) :- રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.909 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.898 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.949 થી રૂ.954 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.960 ઉપર તેજી તરફી ધ્યાન…!!
હેવેલ્સ ઇન્ડિયા ( 1299 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.1274 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1265 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1309 થી રૂ.1320 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
ઓબેરોય રિયલ્ટી ( 1485 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.1507 આસપાસ સપોર્ટથી રૂ.1474 થી રૂ.1460 ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1517 નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
આઈસીઆઈસીઆઈ બેન્ક ( 1373 ) :- રૂ.1404 આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1414 ના સપોર્ટ તબક્કાવાર રૂ.1360 થી રૂ.1347 ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1420 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
બજારની ભાવિ દિશા…
મિત્રો, ભારતમાં કૃષિ, ઊર્જા, શિક્ષણ, ઉત્પાદન અને આરોગ્યસંભાળ જેવા મુખ્ય ક્ષેત્રોમાં એઆઈ દ્વારા થનારો મોટો મૂલ્યવધારો ભારતીય શેરબજાર માટે લાંબા ગાળે મજબૂત પોઝિટિવ સંકેત આપે છે. 2035 સુધીમાં 550 અબજ ડોલર જેટલો મૂલ્ય ઉમેરો થવાની ધારણા એ વાત તરફ ઈશારો કરે છે કે ટેક્નોલોજી આધારિત કંપનીઓ, એગ્રી-ટેક, હેલ્થટેક, એડટેક, ગ્રીન એનર્જી અને ડેટા એનાલિટિક્સ સાથે જોડાયેલી ફર્મોમાં આવનારા વર્ષોમાં મજબૂત વૃદ્ધિ જોવા મળશે, જેનાથી મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં નવી તક સર્જાઈ શકે છે. આ તમામ પરિબળોને ધ્યાનમાં લેતા નિફ્ટી અને સેન્સેક્સની લાંબા ગાળાની દિશા તેજીની તરફેણમાં રહેવાની સંભાવના મજબૂત બને છે, જો કે વચ્ચે-વચ્ચે વૈશ્વિક પરિસ્થિતિને કારણે કરેકશન આવવાની શક્યતા નકારી શકાતી નથી.
બીજી તરફ, એઆઈ ક્ષેત્રે ભારતનું વૈશ્વિક સ્તરે વધતું મહત્વ અને ઈન્વેસ્ટમેન્ટમાં ક્રમશઃ વધારો શેરબજાર માટે સ્ટ્રક્ચરલ સપોર્ટ પૂરું પાડે છે. હાલ અમેરિકા અને સિંગાપુરની તુલનામાં એઆઈમાં ભારતનું રોકાણ જીડીપીના હિસ્સા પ્રમાણે ઓછું હોવા છતાં, આ જ બાબત ભારત માટે મોટું અપસાઇડ દર્શાવે છે. સરકારની ડિજિટલ ઈન્ડિયા, સ્કિલ ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કેન્દ્રિત નીતિઓ સાથે ખાનગી ક્ષેત્રનું રોકાણ વધશે તો આઈટી, કૅપિટલ ગુડ્સ, પાવર અને મેન્યુફેક્ચરિંગ શેરોમાં નવી તેજી આવવાની સંભાવના છે. ટૂંકા ગાળે બજાર વૈશ્વિક વ્યાજદર, તેલના ભાવ અને જીઓ-પોલિટિકલ ઘટનાઓથી અસ્થિર રહી શકે છે, પરંતુ લાંબા ગાળે ભારતની એઆઈ આધારિત વિકાસ યાત્રા ભારતીય શેરબજારને એક મજબૂત અને ઊભરતા બજાર તરીકે વધુ ઊંચા સ્તરે લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.
