Nifty, Sensex Crash 450, 1500 Points; Bank, Auto Selloff 23 March 2026

Last Updated: March 23, 2026By

મુંબઈ56 મિનિટ પેહલા

  • કૉપી લિંક

શેરબજારમાં આજે એટલે કે 23 માર્ચના રોજ મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ લગભગ 1800 પોઈન્ટના ઘટાડા સાથે 72,700 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં પણ લગભગ 550 પોઈન્ટનો ઘટાડો છે, તે 22,650ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. આજે બેન્કિંગ, ઓટો, FMCG અને IT શેરોમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સના તમામ 30 શેરોમાં આજે ઘટાડો છે.

સેન્સેક્સના તમામ 30 શેરોમાં આજે ઘટાડો છે.

સેન્સેક્સના તમામ 30 શેરોમાં આજે ઘટાડો છે.

બજાર ઘટવાના 3 મોટા કારણો…

  1. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધથી સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે.
  2. ક્રૂડ ઓઇલના ભાવ વધીને 114 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે.
  3. અમેરિકા અને એશિયન બજારોમાં ઘટાડાની અસર ભારત પર.

એશિયન બજારમાં ઘટાડો

  • જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ 3.35% ઘટીને 51,582 પર ટ્રેડ કરી રહ્યો છે.
  • સાઉથ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 5.62% વધીને 5,456 પર ટ્રેડ કરી રહ્યો છે.
  • હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 3.37% ઘટીને 24,424 પર ટ્રેડ કરી રહ્યો છે.
  • ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 2.29% ઘટીને 3,866 પર ટ્રેડ કરી રહ્યો છે.

અમેરિકી બજારમાં 20 માર્ચે ઘટાડો જોવા મળ્યો હતો

  • ડાઉ જોન્સ 443 પોઈન્ટ (0.96%) ઘટીને 45,577 ના સ્તરે બંધ થયો.
  • ટેક આધારિત ઇન્ડેક્સ નાસ્ડેક કમ્પોઝિટ 2.01% ઘટીને 21,647 પર બંધ થયો.
  • S&P 500 ઇન્ડેક્સ 100 પોઈન્ટ (1.51%) ઘટીને 6,506 પર બંધ થયો.

ક્રૂડની કિંમતો 1% વધીને 106 ડોલર પ્રતિ બેરલ થઈ

અમેરિકા અને ઇઝરાયલની ઇરાન સાથે ચાલી રહેલી યુદ્ધ વચ્ચે આજે ક્રૂડ ઓઇલની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડ આજે 1% થી વધુ વધીને 108 ડોલર પ્રતિ બેરલથી ઉપર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે ઇન્ડિયન બાસ્કેટની કિંમતો 156 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે.

ભારતીય બજારમાં FIIsનું વેચાણ

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ 20 માર્ચે ₹5,518 કરોડની નેટ વેચવાલી કરી. ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ આ સમયગાળા દરમિયાન ₹5,706 કરોડની ખરીદી કરી. માર્ચમાં અત્યાર સુધી FIIs ₹86,780 કરોડ પાછા ખેંચી ચૂક્યા છે. જ્યારે DIIs એ ₹101,168 કરોડની ખરીદી કરી છે.

શુક્રવારે બજારમાં તેજી જોવા મળી હતી

આ પહેલા શુક્રવારે એટલે કે 20 માર્ચે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 325 પોઈન્ટ (0.44%) વધીને 74,532 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 112 પોઈન્ટ (0.49%) નો વધારો જોવા મળ્યો, તે 23,114 પર બંધ થયો હતો.

ગઈકાલે ટ્રમ્પની 48 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટ ન ખોલવાની ધમકીથી જ બજારમાં ભય

મિડલ ઈસ્ટમાં વધતો તણાવ, ક્રૂડ ઓઈલની અસ્થિર કિંમતો, વિદેશી રોકાણકારોની પ્રવૃત્તિ અને ગ્લોબલ માર્કેટની ચાલ બજારની દિશા નક્કી કરનારા મુખ્ય કારણો હશે.

છેલ્લા કારોબારી સત્ર એટલે કે શુક્રવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 300 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો, જ્યારે નિફ્ટીએ પણ 23,100ની ઉપર ક્લોઝિંગ આપી. શુક્રવારની તેજી પછી શું બજાર આ તેજીને જાળવી રાખી શકશે? વિગતો જાણવા અહીં ક્લિક કરો….