Nifty Surges to 24,150; Banking & Auto Stocks Lead Rally
નવી દિલ્હી56 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજ એટલે કે બુધવાર 15 એપ્રિલે સેન્સેક્સ 1100 પોઈન્ટ (1.48%)ના ઉછાળા સાથે 78,000 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 300 પોઈન્ટ (1.35%)નો ઉછાળો છે, તે 24,150ના સ્તરે પહોંચી ગયો છે. આજના કારોબારમાં ઓટો, આઈટી, મેટલ અને બેન્કિંગ સેક્ટરના શેરોમાં વધુ ખરીદી જોવા મળી રહી છે.
શેરબજારમાં તેજીના ત્રણ કારણો
- યુએસ-ઈરાન શાંતિ વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી વાતચીત શરૂ થવાના સમાચારોથી વૈશ્વિક બજારમાં સકારાત્મક માહોલ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે.
- ક્રૂડ ઓઇલની કિંમત: બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટીને 100 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગયા છે, જે ભારતીય અર્થતંત્ર માટે મોટી રાહત છે.
- વૈશ્વિક બજારમાં રેલી: અમેરિકી બજાર રેકોર્ડ સ્તરે પહોંચવા અને એશિયન બજારોમાં સકારાત્મક વલણને કારણે સ્થાનિક બજારમાં ચોતરફ ખરીદી જોવા મળી રહી છે.

સેન્સેક્સના તમામ 30 શેરોમાં તેજી છે.
એશિયન માર્કેટમાં તેજી
| ઇન્ડેક્સ | લેવલ | પોઇન્ટ ચેન્જ | ટકાવારી ચેન્જ |
| કોસ્પી (સાઉથ કોરિયા) | 6155 | 180 | 3.14% |
| નિકેઈ (જાપાન) | 58163 | 285 | 0.49% |
| હેંગસેંગ (હોંગકોંગ) | 26094 | 246 | 0.82% |
14 એપ્રિલે અમેરિકી માર્કેટમાં તેજી રહી
| ઇન્ડેક્સ | લેવલ | પોઇન્ટ ચેન્જ | ટકાવારી ચેન્જ |
| ડાઉ જોન્સ | 48536 | 318 | 0.66% |
| નાસ્ડેક | 23639 | 455 | 1.96% |
| S&P 500 | 6967 | 81 | 1.18% |
સપોર્ટ અને રેઝિસ્ટન્સ
સપોર્ટ ઝોન: 23,940 | 23,850 | 23,462 | 23,330 | 22,857
સપોર્ટ એટલે, તે સ્તર જ્યાં શેર અથવા ઇન્ડેક્સને નીચે પડવાથી ટેકો મળે છે. અહીં ખરીદી વધવાથી કિંમત સરળતાથી નીચે જતી નથી. અહીં ખરીદીની તક હોઈ શકે છે.
રેઝિસ્ટન્સ ઝોન: 24,143 | 24,387 | 24,450 | 24,538 | 24,650 | 25,002
રેઝિસ્ટન્સ એટલે કે, તે સ્તર જ્યાં શેર કે ઇન્ડેક્સને ઉપર જવામાં અવરોધ આવે છે. આવું વેચાણ વધવાથી થાય છે. રેઝિસ્ટન્સ ઝોન પાર કરવા પર તેજીની અપેક્ષા રહે છે.
નોંધ: સપોર્ટ અને રેઝિસ્ટન્સના લેવલ્સ વેલ્થ વ્યૂ એનાલિટિક્સના રિપોર્ટ અનુસાર છે.
સોમવારે સેન્સેક્સ 703 અંક ઘટીને બંધ થયો હતો
શેરબજારમાં 13 એપ્રિલે ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 703 અંક (0.91%) ઘટીને 76,848 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી પણ 208 અંક (1.16%) ઘટીને 23,843 પર આવી ગયો. કારોબારમાં ઓટો અને FMCG શેરોમાં સૌથી વધુ વેચાણ જોવા મળ્યું.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


