Nitin Nabin ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત, જે.પી.નડ્ડા બાદ નીતિન નબીનને સોંપાઇ કમાન
નીતિન નબીનની નિયુક્તિ બાદ તેઓ મંગળવારે સવારે 11 વાગ્યે પોતાનો પદભાર સંભાળશે.
નીતિન નબીનના નામની જાહેરાત
દિલ્હીમાં ભાજપના મુખ્ય કાર્યાલય પર રાષ્ટ્રીય અધ્યક્ષના નામની ચર્ચાઓ શરુ થઇ ગઇ હતી.. અને માહોલમાં પણ ગરમાવો દેખાયો હતો. નીતિન નબીનના નામની જાહેરાત થતા જ સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નીતિન નબીન આવતીકાલે સવારે 11 કલાકે પોતાનો કાર્યભાર સંભાળશે. આવતીકાલે સવારે 700 જેટલા પ્રતિનિધિઓ ભાજપ ઓફિસે એકત્ર થશે. આ પ્રસંગે પીએમ મોદી પણ ઉપસ્થિતિ રહેશે.
ભાજપની કમાન નીતિન નબીનને
ભાજપમાં હવે ‘નબીન’ અધ્યાય શરુ કરાયો છે. અધ્યક્ષ પદ પદ માટે લાંબા સમયથી હલચલ જોવા મળી રહી હતી. આ દરમિયાન અમિત શાહ, રાજનાથ સિંહ, જે.પી.નડ્ડા અને નીતિન ગડકરી જેવા મુખ્ય નેતાઓ પણ ઉપસ્થિતિ રહ્યા હતા. ભાજપ મુખ્યાલય પર નીતિન નબીનના નામની જાહેરાત કરાઇ હતી. અને સસ્પેન્સ ખતમ કરાયુ હતુ. તેઓ મંગળવારે પોતાના પદની શપશ લેશે. અને જે.પી.નડ્ડાના સ્થાને ભાજપની કમાન સંભાળશે.
મંગળવારે સંભાળશે પદભાર
નીતિન નબીન માટે કુલ 37 ઉમેદવારી પત્રકો દાખલ કરાયા હતા. 36 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની તરફથી પણ ઉમેદવારી પત્રો દાખલ કરાયા હતા. તો ભાજપ સંસદીય દળ તરફથી પણ ઉમેદવારી પત્રકો દાખલ કરાયા હતા. ઉમેદવારી પત્રકો પર 20 પ્રસ્તાવકોના હસ્તાક્ષર કરાયા હતા. આ પ્રક્રિયા બાદ મોડી સાંજે નીતિન નબીનના નામની જાહેરાત કરાઇ હતી. અને તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સ્થાન અપાયુ હતુ.
આ પણ વાંચોઃ
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

