No Cost EMI Fraud Alert; Festive Season Shopping Trap & Hidden Charges

Last Updated: September 2, 2026By

2 કલાક પેહલા

  • કૉપી લિંક

સેલ દરમિયાન અથવા તહેવારોના સિઝનમાં ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર્સ પર No Cost EMIની જાહેરાતોની ભરમાર જોવા મળે છે. મોંઘા સ્માર્ટફોન, લેપટોપ અથવા હોમ એપ્લાયન્સિસને હપ્તામાં ખરીદવાની આ રીત ગ્રાહકોને ખૂબ આકર્ષક લાગે છે, પરંતુ નાણાકીય દૃષ્ટિકોણથી જોવામાં આવે તો નો કોસ્ટ EMI સંપૂર્ણપણે મફત હોતા નથી.

ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશો અનુસાર, કોઈ પણ બેંક કે નાણાકીય સંસ્થા ઝીરો ટકા વ્યાજ દરે લોન આપી શકતી નથી. આવા કિસ્સામાં, કંપનીઓ અને બેંકો મળીને એવી રીતે ઓફર ડિઝાઇન કરે છે કે વ્યાજની રકમ કોઈને કોઈ સ્વરૂપે તમારા ખિસ્સામાંથી જ નીકળે છે.

નો કોસ્ટ EMIની સચ્ચાઈ શું છે?

તમને જણાવી દઈએ કે નો કોસ્ટ EMI નામની કોઈ વસ્તુ હોતી નથી. ખરેખરમાં, નો કોસ્ટ EMI હેઠળ ખરીદી કરતી વખતે ચાર રીતે વધારાના પૈસા વસૂલવામાં આવે છે, જેનાથી ગ્રાહકોને અનેક રીતે નુકસાન ભોગવવું પડે છે.

અપફ્રન્ટ ડિસ્કાઉન્ટનો ખેલ

શોપિંગ દરમિયાન જ્યારે તમે નો કોસ્ટ EMI પસંદ કરો છો, ત્યારે બેંક તમારી પાસેથી વ્યાજ જરૂર લે છે. પરંતુ વેપારી તમને ઉત્પાદનની મૂળ કિંમત પર એટલું જ ડિસ્કાઉન્ટ આપે છે, જેટલું બેંકનું વ્યાજ બને છે. તેનો અર્થ એ છે કે જો તમે રોકડ ચુકવણી કરો, તો તમને તે ડિસ્કાઉન્ટ સીધું મળે છે. EMI પસંદ કરવાને કારણે તમે તે ડિસ્કાઉન્ટ ગુમાવી દીધું.

પ્રોસેસિંગ ફી

સચ્ચાઈ એ છે કે મોટાભાગની બેંકો અથવા NBFCs નો કોસ્ટ EMIની સુવિધા આપવાના બદલામાં એક નિશ્ચિત પ્રોસેસિંગ ફી જેમ કે 99 રૂપિયાથી લઈને 299 રૂપિયા કે તેથી વધુ વસૂલે છે, જે તમારા પહેલાં હપ્તા સાથે જોડાઈને આવે છે.

18 ટકા GST પણ ઉમેરાય છે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમો અનુસાર, લોનના વ્યાજ અને પ્રોસેસિંગ ફી પર 18 ટકાના દરે GST લાગે છે. ભલે કંપનીએ તમને વ્યાજ પર ડિસ્કાઉન્ટ આપ્યું હોય, પરંતુ બેંક દ્વારા લગાવવામાં આવેલા તે વ્યાજવાળા ભાગ પર તમારે દર મહિને 18 GST અલગથી ચૂકવવો પડે છે.

કેશ ડિસ્કાઉન્ટનું નુકસાન થાય છે

EMI વગર એકસાથે પેમેન્ટ કરીને અથવા ક્રેડિટ કાર્ડથી સીધું પેમેન્ટ કરીને જો તમે તે જ સામાન ખરીદો છો, તો તમને ઘણીવાર ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ અથવા નો EMI ડિસ્કાઉન્ટ મળે છે. નો કોસ્ટ EMI પસંદ કરવાથી તમે આ સીધા ફાયદાથી વંચિત રહી જાઓ છો.

વ્યાજનાં ચક્કરમાંથી બચવા અપનાવો આ 4 સ્માર્ટ ઉપાયો

આવી સ્થિતિમાં, જો તમે નો કોસ્ટ EMI પર કોઈ સામાન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ બાબતોનું ધ્યાન રાખીને સમજદારીપૂર્વક નિર્ણય લો.

  • એ જ સમયે તમે ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર્સ પર જઈને તપાસો કે EMI વગર તે સામાન કેટલામાં મળી રહ્યો છે. જો રોકડ અથવા કાર્ડથી સીધા ખરીદવા પર ભારે છૂટ મળી રહી હોય, તો EMI ન કરાવો.
  • પેમેન્ટ પેજ પર ચેક આઉટ કરતી વખતે અથવા લોન એગ્રીમેન્ટમાં પ્રોસેસિંગ ફી અને તેના પર લાગતા GSTની સંપૂર્ણ માહિતી ધ્યાનથી વાંચો.
  • ફક્ત સસ્તા હપ્તાનો ટેગ જોઈને બિનજરૂરી અથવા મોંઘી વસ્તુઓ ખરીદવાનું ટાળો. હંમેશા તમારી આવક અને દર મહિનાની કુલ EMI જવાબદારીનું સંતુલન જાળવી રાખો.
  • બધા હપ્તાનાં EMI, પ્રોસેસિંગ ફી અને GST ઉમેરીને જુઓ કે અંતે તમે વસ્તુની મૂળ કિંમત કરતાં કેટલું વધારે ચૂકવી રહ્યા છો.

———————————–

આ સમાચાર પણ વાંચો:

ભૂલથી ખોટા નંબર કે બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા? ગભરાવાને બદલે ફટાફટ કરો આ કામ, તમારા પૂરેપૂરા રૂપિયા પરત મળી જશે

UPI પેમેન્ટ્સથી પૈસાની લેવડદેવડ ખૂબ જ સરળ અને ઝડપી બની ગઈ છે. જોકે, ક્યારેક ઉતાવળમાં કે ભૂલથી ખોટા નંબર કે અજાણ્યા QR કોડ પર પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. આવી સ્થિતિમાં ગભરાવાને બદલે તરત જ યોગ્ય પગલાં લેવા જરૂરી છે.

ખોટા ખાતામાં મોકલેલા પૈસા હંમેશા માટે ડૂબી જતા નથી. જોકે, UPI PIN દાખલ કરીને કરવામાં આવેલું ટ્રાન્ઝેક્શન તમારા તરફથી અધિકૃત માનવામાં આવે છે, તેથી બેંક તેને આપમેળે રિવર્સ કરી શકતી નથી. પૈસા પાછા મળશે કે નહીં, તે તમે કેટલી ઝડપથી ફરિયાદ નોંધાવો છો તેના પર નિર્ભર છે. વાંચો સંપૂર્ણ સમાચાર…

Leave A Comment