North Korea Election News: 18 હજાર વોટર્સે કર્યુ Kim Jong Unની વિરુદ્ધમાં મતદાન, જાણો કોણ છે આ મતદાતાઓ?
સુપ્રીમ પીપુલ્સ એસેમ્બલીની ચૂંટણીમાં કિમ જોંગ ઉનના પક્ષના વિરોધમાં 0.07 ટકા વોટ નાંખવામાં આવ્યા છે.
સુપ્રીમ પીપુલ્સ એસેમ્બલીની ચૂંટણી
ઉત્તર કોરિયાની સુપ્રીમ પીપુલ્સ એસેમ્બલીની ચૂંટણી પૂર્ણ થઇ છે. પ્યોંગયાંગ સ્થિત ચૂંટણી સમિતીના જણાવ્યા મુજબ, આ ચૂંટણીમાં કિમ જોંગ ઉનની વર્કર્સ પાર્ટીને 99.93 વોટ મળ્યા છે. 0.7 ટકા મતદાતાઓએ કિમ જોંગ ઉનની વિરુદ્ધમાં મતદાન કર્યુ છે. આંકડાઓ પર એક નજર કરવામાં આવે તો, તે 18 હજારની આસપાસ છે. કારણ કે, ઉત્તર કોરિયામાં કુલ 18 હજાર મતદાતાઓ છે. આ વખતની ઉત્તર કોરિયાની ચૂંટણી સૌથી વધુ રસપ્રદ રહી હતી.
મતદાન માટે શું છે નિયમો ?
687 બેઠક માટે યોજવામાં આવેલી આ ચૂંટણીમાં 99.99 ટકા મતદાન કરવામાં આવ્યુ છે. 0.0037 ટકા મતદાતાઓ વિદેશમાં રહે છે. અને કેટલાક સમુદ્રી ક્ષેત્રમાં કાર્ય કરે છે. તેથી તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શક્યા નથી. તો બીજી તરફ, 0.00003 ટકા મતદાતાઓ મતદાનથી સ્વ ઇચ્છાએ દૂર રહ્યા હતા. સુપ્રીમ પીપુલ્સ એસેમ્બલીની ચૂંટણી દરમિયાન ઉત્તર કરિયામાં મતદાન ફરજિયાત છે. અગાઉ પ્રવાસી નાગરિકોને મતદાન કરવાનો અધિકાર ન હતો. પરંતુ 2021માં ચીન અને રશિયામાં રહેનાર નાગરિકોને ઉત્તર કોરિયામાં મતદાનનો હક અપાયો હતો.
કિમ જોંગના વિરુદ્ધમાં કોણે મત આપ્યા ?
ઉત્તર કોરિયાની જે વ્યવસ્થા છે. તેમાં માત્ર સ્થાનિક ઉમેદવારનો વિરોધ કરી શકાય છે. તેવામાં 0.07 ટકા વિરોધના મત છે. તે સ્થાનિક ઉમેદવારના વિરુદ્ધમાં જોવા મળ્યા છે. આ વિરોધ કિમ જોંગના વિરુદ્ધમાં નથી. કારણ કે, કિમ જોંગ આ ચૂંટણી મેદાનમાં નથી ઉતર્યા. પરંતુ તેમની પાર્ટી વિરુદ્ધ મતદાન કરાયુ છે. કિમ જોંગે ચૂંટણી યોજીને સ્થાનિકોના રોષને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે. ઉત્તર કોરિયામાં 17 વર્ષથી વધુના નાગરિકો મતદાન કરી શકે છે. અને જો મતદાતા તેના મતાધિકારનો ઉપયોગ ન કરે તો તેને રાજદ્રોહ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ Statue Of Libertyના મશાલ વિભાગમાં પ્રવાસીઓ કેમ પ્રવેશી શકતા નથી, જાણો શું છે કારણ?
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

