O Romeo First Song Out; Shahid Kapoor Triptii Dimri Chemistry In Hum To Tere Hi Liye The
15 કલાક પેહલા
- કૉપી લિંક
વિશાલ ભારદ્વાજની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ઓ’ રોમિયો’ તેના દમદાર ટીઝર પછી સતત ચર્ચામાં છે. મેકર્સે ટીઝર પછી હવે ફિલ્મનું પહેલું ગીત ‘હમ તો તેરે હી લિયે થે’ રિલીઝ કર્યું છે. ગીતમાં શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરી વચ્ચે અદ્ભુત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.
ગીતની વચ્ચે અવિનાશ તિવારીની પણ એક ઝલક જોવા મળે છે, જે ખૂબ જ અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. ગીતની વચ્ચે અવિનાશના અવાજમાં ડાયલોગ સંભળાય છે, જેમાં તે કહે છે, ‘આયેગા, તેરા રોમિયો આયેગા (આવશે, તારો રોમિયો આવશે).’

‘લૈલા મજનૂ’ ફિલ્મ અને ‘ખાખી’ વેબસિરીઝ ફેમ અવિનાશ તિવારી ‘ઓ રોમિયો’માં મહત્ત્વની ભૂમિકામાં છે.
શાહિદ-તૃપ્તિ પહેલીવાર પડદા પર સાથે જોવા મળશે
ફિલ્મમાં શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની કેમેસ્ટ્રી આ ગીતની સૌથી મોટી તાકાત બનીને ઉભરી આવે છે. બંને કલાકારો તેમની આંખો, હાવભાવ અને સંતુલિત એક્ટિંગ દ્વારા એવી ભાવનાઓ વ્યક્ત કરે છે, જે લાંબા સમય સુધી યાદ રહી જાય છે. તેમની પ્રેમ કહાણીમાં નિર્દોષતા પણ છે, પીડા પણ અને એક અનકહ્યો ઠહેરાવ પણ, જે દર્શકોને ભાવનાત્મક રીતે જોડી લે છે. આ એક એવો સંબંધ છે, જે અધૂરો હોવા છતાં પણ ખૂબ જ સાચો લાગે છે.

તૃપ્તિ અને શાહિદ પહેલી વાર ‘ઓ રોમિયો’માં સાથે જોવા મળશે.
ટીઝરની ગંભીર દુનિયાથી વિપરીત ગીત
ટીઝરમાં બતાવેલી કઠોર અને ગંભીર દુનિયાથી વિપરીત, આ ગીત ફિલ્મના ભાવનાત્મક પાસાને સામે લાવે છે. ‘હમ તો તેરે હી લિયે થે’ એક શાંત, સંયમિત અને અત્યંત સંવેદનશીલ રચના છે, જે વધુ અવાજ કર્યા વિના સીધું દિલ સુધી પહોંચે છે. આ ગીત એ પ્રેમની વાર્તા કહે છે, જે શબ્દો કરતાં વધુ મૌનમાં જીવે છે અને જેને અનુભવાય છે, કહેવાતું નથી.
આ ગીત સાથે વિશાલ ભારદ્વાજ અને ગુલઝારની જોડી ફરી એકવાર પડદા પર પાછી ફરી છે. વિશાલના સંગીત અને ગુલઝારના શબ્દોને અરિજીત સિંહે પોતાનો અવાજ આપ્યો છે. ઓ રેમિયોનું આ સ્લો રોમેન્ટિક ગીત ચાહકોને પસંદ આવી રહ્યું છે.
વિશાલ ભારદ્વાજના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મને સાજીદ નડિયાદવાલાની પ્રોડક્શન કંપની નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટે બનાવી છે. ફિલ્મનું સંગીત ટી-સિરીઝે આપ્યું છે. મલ્ટીસ્ટારર આ ફિલ્મ વેલેન્ટાઈન વીકમાં 13 ફેબ્રુઆરી 2026 ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં શાહિદ કપૂર ઉપરાંત નાના પાટેકર, અવિનાશ તિવારી, વિક્રાંત મેસી, તૃપ્તિ ડિમરી, તમન્ના ભાટિયા, ફરીદા જલાલ જેવા કલાકારો જોવા મળશે.
,
‘ઓ રોમિયો’માં ચોકલેટી બોય શાહિદનો ડરામણો લુક

‘ઓ રોમિયો’ 13 ફેબ્રુઆરી 2026ના રોજ રિલીઝ થશે.
શાહિદ કપૂરની આગામી ફિલ્મ ‘ઓ રેમિયો’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. લગભગ દોઢ મિનિટના એક્શન ડ્રામાથી ભરપૂર ટીઝરમાં શાહિદ ઉપરાંત, નાના પાટેકર, વિક્રાંત મેસી, અવિનાશ તિવારી, ફરીદા જલાલ, તૃપ્તિ ડિમરી, દિશા પટની અને તમન્ના ભાટિયાની ઝલક જોવા મળે છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

