Office Investment Proof Submission Deadline March 31, 2026
નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક
નાણાકીય વર્ષ 2025-26 પૂરું થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. કરદાતાઓ પાસે ટેક્સ બચત રોકાણ અને જરૂરી કાર્યો પૂરા કરવા માટે 31 માર્ચ 2026 સુધીનો જ સમય છે.
જો તમે જૂની ટેક્સ રિજીમ (Old Tax Regime)માં છો અને તમારી મહેનતની કમાણી બચાવવા માગો છો, તો સમયસર PPF, સુકન્યા સમૃદ્ધિ અને NPS જેવી યોજનાઓમાં રોકાણ કરવું પડશે.
31 માર્ચ પહેલા આ 5 જરૂરી કામો પૂરા કરી લો
1. PPF-સુકન્યામાં લઘુત્તમ રકમ જમા કરાવો
જો તમારું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) એકાઉન્ટ છે, પરંતુ આ નાણાકીય વર્ષમાં તેમાં પૈસા જમા કરાવી શક્યા નથી, તો એકાઉન્ટને સક્રિય રાખવા માટે 31 માર્ચ 2026 સુધીમાં થોડા રૂપિયા જરૂર જમા કરાવો. PPF અને SSYમાં પૈસા જમા ન કરાવવા પર આ એકાઉન્ટ્સ ઇનએક્ટિવ (બંધ) થઈ શકે છે.
2. ટેક્સ બચત રોકાણ
જો તમે અત્યાર સુધી ટેક્સ બચત રોકાણ કર્યું નથી, તો તમે 31 માર્ચ સુધીમાં કરી શકો છો. PPF, ટાઈમ ડિપોઝિટ અને સુકન્યા સ્કીમ સહિતની ઘણી એવી યોજનાઓ છે જેમાં રોકાણ કરીને તમે ટેક્સ બચાવી શકો છો…
- સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ
- સુકન્યા સમૃદ્ધિ યોજના
- પબ્લિક પ્રોવિડન્ટ ફંડ
- નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ
- ટાઈમ ડિપોઝિટ સ્કીમ
- ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS)
3. ઓફિસમાં જમા કરાવવા પડશે ઇન્વેસ્ટમેન્ટ પ્રૂફ
જો તમે નાણાકીય વર્ષની શરૂઆતમાં તમારી ઓફિસને ટેક્સ બચાવતા રોકાણની જાહેરાત કરી હતી, તો હવે તેના પુરાવા અથવા દસ્તાવેજો જમા કરાવવાનો સમય છે. મોટાભાગની કંપનીઓ ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં રોકાણના પુરાવા માગે છે.
જો તમે સમયસર રસીદો કે સર્ટિફિકેટ જમા નહીં કરો, તો કંપની તમારા પગારમાંથી વધુ TDS કાપી શકે છે. આનાથી માર્ચ મહિનાનો તમારો ઇન-હેન્ડ પગાર ઘણો ઓછો થઈ શકે છે.
4. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર 75 હજાર સુધીની છૂટ
કલમ 80D હેઠળ હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રીમિયમ પર પણ ટેક્સ બેનિફિટ મળે છે. પોતાના, પત્ની અને બાળકોના ઇન્શ્યોરન્સ પર તમે 25,000 રૂપિયા સુધીની કપાતનો દાવો કરી શકો છો. જો તમારી ઉંમર 60 વર્ષથી વધુ હોય તો આ લિમિટ 50,000 રૂપિયા છે.
આ ઉપરાંત, માતા-પિતા માટે પ્રીમિયમ ભરવા પર અલગથી 50,000 રૂપિયા સુધીની છૂટ મળે છે. એટલે કે, કુલ મળીને તમે 75,000 રૂપિયા સુધીનો ટેક્સ બચાવી શકો છો. આનો લાભ લેવા માટે પ્રીમિયમની ચુકવણી 31 માર્ચ 2026 પહેલા કરવી પડશે.
5. અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ
જે કરદાતાઓ પોતાના છેલ્લા બે વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્નને અપડેટ કરવા માગે છે, તેઓ 31 માર્ચ પહેલા અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકે છે. ‘અપડેટેડ રિટર્ન’ ફાઇલ કરવા માટે તમારે ITR-U નામનું ફોર્મ ભરવું પડશે.
આ ફોર્મમાં તમારે જણાવવું પડશે કે તમે અપડેટેડ રિટર્ન શા માટે ફાઇલ કર્યું છે, જેમ કે ડેડલાઇન ચૂકી જવી, આવકની ખોટી પસંદગી, અથવા ઓરિજિનલ રિટર્નમાં ખોટા આંકડા ભરવા વગેરે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


