ઓપ્પો (Oppo) કંપનીએ ભારતીય ગ્રાહકો માટે તેનો અત્યંત શક્તિશાળી અને પ્રીમિયમ ફ્લેગશિપ સ્માર્ટફોન Oppo Find X9 Ultra લોન્ચ કરી દીધો છે. આ ફોન અદ્યતન પ્રોસેસર, શક્તિશાળી બેટરી અને અદ્દભુત કેમેરા સેટઅપ સાથે માર્કેટમાં આવ્યો છે. ભારતીય બજારમાં આ પ્રીમિયમ ફોનની સીધી સ્પર્ધા સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ૬, આઇફોન ૧૭ પ્રો મેક્સ અને વિવો એક્સ ફોલ્ડ૫ જેવા હાઈ-એન્ડ મોડેલો સાથે થવાની છે.
પાવરફુલ પ્રોસેસર અને શાનદાર ડિસ્પ્લે
સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે આ ફોનમાં ક્વોલકોમનું સૌથી લેટેસ્ટ સ્નેપડ્રેગન ૮ એલીટ જનરેશન ૫ (Snapdragon 8 Elite Gen 5) પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે એડ્રેનો ૮૪૦ GPU સાથે કામ કરે છે. ફોન એન્ડ્રોઇડ ૧૬ પર આધારિત કલરઓએસ ૧૬ (ColorOS 16) પર ચાલે છે. આ સ્માર્ટફોનમાં ૬.૮૨-ઇંચની ક્વાડ HD પ્લસ ફ્લેક્સિબલ એમોલેડ (AMOLED) સ્ક્રીન છે, જે ૧૨૦Hz રિફ્રેશ રેટ અને ૧૮૦૦ nitsની પીક બ્રાઇટનેસ ધરાવે છે. સ્ક્રીનની સુરક્ષા માટે તેમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ ૨ નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
૫ પાવરફુલ કેમેરા અને દમદાર બેટરી
આ ફોનની સૌથી મોટી ખાસિયત તેનો કેમેરા સેટઅપ છે. ફોનમાં પાછળની તરફ હેસલબ્લેડ-ટ્યુન્ડ ક્વાડ (ચાર) કેમેરા સેટઅપ છે, જેમાં:
ઓઆઈએસ (OIS) સાથે ૨૦૦-મેગાપિક્સલનો મુખ્ય કેમેરો
૫૦-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરો
૨૦૦-મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ
૫૦-મેગાપિક્સલનો અલ્ટ્રા-ટેલિફોટો કેમેરો
સેલ્ફી માટે ફોનની ફ્રન્ટમાં ૫૦-મેગાપિક્સલનો શાનદાર કેમેરો આપવામાં આવ્યો છે. પાવર બેકઅપ માટે ફોનમાં ૭૦૫૦mAhની વિશાળ સિલિકોન-કાર્બન બેટરી છે, જે ૧૦૦W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને ૫૦W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
કિંમત અને પ્રી-બુકિંગ ઓફર્સ
ભારતમાં આ ફોનના ૧૨GB રેમ અને ૫૧૨GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹૧૬૯,૯૯૯ રાખવામાં આવી છે. આ ફોન કેન્યોન ઓરેન્જ અને ટુંડ્ર અમ્બર એમ બે કલર ઓપ્શનમાં ફ્લિપકાર્ટ, એમેઝોન અને કંપનીની સત્તાવાર વેબસાઇટ પર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે.
જે ગ્રાહકો ૧૪ મે થી ૨૭ મે વચ્ચે આ ફોનનું પ્રી-બુકિંગ કરાવશે, તેમને ₹૧૧,૦૦૦ની કિંમતનું પ્રીમિયમ ગિફ્ટ બોક્સ બિલકુલ ફ્રી મળશે, જેમાં ઓપ્પો એન્કો એર ૫ પ્રો TWS ઇયરબડ્સ અને ઓફિશિયલ કવર કેસ સામેલ છે.
બેંક ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ અને અન્ય ફાયદા
ગ્રાહકોને જૂનો ફોન એક્સચેન્જ કરવા પર ₹૨૨,૦૦૦ સુધીનું એક્સચેન્જ બોનસ મળી શકે છે. આ ઉપરાંત HDFC, SBI, કોટક, આઈડીએફસી ફર્સ્ટ અને યエス બેંકના કાર્ડ્સ દ્વારા ખરીદી કરવા પર ૧૦% સુધીનું ઇન્સ્ટન્ટ કેશબેક અને ૨૪ મહિના સુધીના નો-કોસ્ટ EMI (શૂન્ય-ડાઉન પેમેન્ટ) ના વિકલ્પો ઉપલબ્ધ છે.
વધારાના ફાયદા તરીકે કંપની ૬૦% એશ્યોર્ડ બાયબેક વેલ્યુ અને ૧૮૦ દિવસનો હાર્ડવેર રિપ્લેસમેન્ટ સપોર્ટ આપી રહી છે. સાથે જ ગ્રાહકોને ૩ મહિના માટે ગૂગલ એઆઈ પ્રો (૫TB ક્લાઉડ સ્ટોરેજ) અને સ્પોટિફાય પ્રીમિયમનું ફ્રી સબ્સ્ક્રિપ્શન મળશે. આ ફોન ખરીદનારા જિયો (Jio) યુઝર્સને બંડલ ઓફર હેઠળ ૬ મહિના માટે ૫૦૦૦GB ક્લાઉડ સ્ટોરેજ અને ₹૧૫,૦૦૦ સુધીના ગૂગલ જેમિની (Gemini) ના લાભો પણ મળશે.
આ પણ વાંચોઃ Fiber Displacement Trick: હવે ભોજન છોડ્યા વગર જ મહિનામાં જ ઉતરશે વજન, જાણો નવી ટ્રિક