Oracle Mass layoff Oracles upcoming AI infrastructure responsible for layoffs of 12000 Indians | Gujarat News

Last Updated: April 2, 2026By

આધુનિક AI ટેકનોલોજીના કારણે મેન્યુઅલ ભૂમિકાઓની ઘટતી જરૂરિયાતના કારણે ઓરેકલે વૈશ્વિક સ્તરે અંદાજે 30000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી છે. 

12,000 ભારતીયોની છટણી થઈ

અહેવાલો અનુસાર ઓરેકલે વૈશ્વિક સ્તરે અંદાજે 30000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી છે, જેમાંથી એકલા ભારતમાંથી જ લગભગ 12,000 કર્મચારીઓને અસર થઈ હોવાનું કહેવાય છે. 31 માર્ચ, 2026ના રોજ વહેલી સવારે કર્મચારીઓને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેમની ભૂમિકા હવે ‘રેડન્ડન્ટ’ એટલે કે બિનજરૂરી બની ગઈ છે. ટેક નિષ્ણાતોના મત મુજબ આ છટણી પાછળના કારણોમાં આ ટેકનોલોજીનો સીધો કે આડકતરો ફાળો હોય શકે છે.

 Autonomous ટેકનોલોજી જવાબદાર?

ઓરેકલની મુખ્ય પ્રોડક્ટ Autonomous Database માનવામાં આવે છે. આ એક એવો ડેટાબેઝ છે જે મશીન લર્નિંગ અને AI નો ઉપયોગ કરીને પોતાની મેળે પેચિંગ, ટ્યુનિંગ અને અપડેટ્સ કરે છે. અગાઉ આ કામ માટે ઘણા ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર્સ (DBAs) ની જરૂર પડતી હતી. હવે સિસ્ટમ પોતે જ આ કામ કરતી હોવાથી ઘણી મેન્યુઅલ ભૂમિકાઓની જરૂરિયાત ઘટી ગઈ છે અને જ્યારે મેન્યુઅલ ભૂમિકાઓની કોઈ જરૂર રહી નથી એટલા માટે વૈશ્વિક સ્તરે અંદાજે 30000 કર્મચારીઓની છટણી થઈ છે.

AI તરફ બદલાતી વ્યૂહરચના

કંપની હવે પરંપરાગત સોફ્ટવેર સેવાઓમાંથી ખસીને Generative AI અને Cloud Infrastructure પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ નવા પરિવર્તનને કારણે જૂની ટેકનોલોજી પર કામ કરતા કર્મચારીઓની જગ્યાએ AI-સક્ષમ સિસ્ટમ્સ લેવામાં આવી રહી છે. ઓરેકલ તેના ડેટા સેન્ટર્સને AI-રેડી બનાવવા માટે અંદાજે $50 અબજ જેટલું મોટું રોકાણ કરી રહ્યું છે. આ માટે જરૂરી ભંડોળ ઊભું કરવા કંપની તેના કાર્યબળમાં ઘટાડો કરીને ખર્ચ બચાવી રહી છે. ઘણી વહીવટી અને ટેકનિકલ ભૂમિકાઓ હવે ઓટોમેશન દ્વારા વધુ સારી રીતે થઈ શકે છે, તેથી સંસ્થાકીય માળખાને નાનું અને કાર્યક્ષમ બનાવવામાં આવી રહ્યું છે.

આ ઓન વાંચો: Bunker Buster Bomb: પાતાળ ચીરીને દુશ્મનનો નાશ કરતું અમેરિકાનું ઘાતક હથિયાર, જેની કિંમત છે લાખોમાં!