Patan News: ભાજપે દિગ્ગજોની ટિકિટ કાપીને નવા ચહેરાને સ્થાન આપ્યું, જાણો કોનું પત્તુ કપાયુ
ભાજપે વરાફરતી ઉમેદવારોની યાદી જાહેર કરવાનુ શરૂ કર્યું છે. ભાજપે પાટણની યાદી જાહેર કરી છે. તાલુકા અને જિલ્લા સહિત નગર પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં દિગ્ગજ ચહેરાઓને પડતા મુકીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપે ચૂંટણીમાં ઉમેદવારો માટે લાગુ કરેલા નિયમોને આધિન લિસ્ટ જાહેર કરાયું છે.
પાટણ જિલ્લાની પ્રથમ યાદી જાહેર
પાટણની સિદ્ધપુર નગર પાલિકામાં તમામ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરાયું છે. પાટણ નગર પાલિકામાં વોર્ડ નંબર સાતમાં કોકડું ગુંચવાયું છે. જિલ્લા પંચાયતમાં 32માંથી 30 ઉમેદવારો જાહેર કરાયા છે. જ્યારે બે સીટો પર કોકડું ગુંચવાયું છે. ભાજપે પાટણમાં દિગ્ગજ ચહેરાઓને પડતા મુકીને નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. પાલિકાના પ્રમુખ હિરલ પરમાર, ઉપ પ્રમુખ હિના શાહ, કારોબારી ચેરમેન મુકેશ પટેલ, કારોબારી સભ્યો શૈલેષ પટેલ, જયેશ પટેલ અને દેવચંદ પટેલની ટિકિટ કપાઈ છે.
આ પણ વાંચોઃ Surat News: બપોરે આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી અને સાંજે પ્રીતિ સાદડિયાએ રાજીનામું આપ્યું
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

