Period Pain Relief : માસિકના દુખાવામાં પેઈનકિલર લેવાનું ટાળો, રાહત મેળવવા માટે કરો આ કુદરતી ઉપાયો
મહિલાઓ દર મહિને માસિક સમયે ભયંકર પીડાનો સામનો કરે છે. આજકાલ માસિક સ્રાવમાં દુખાવા થતા દવા લેવાનો ટ્રેન્ડ વધ્યો છે. બદલાતી જીવનશૈલી, તણાવ અને હોર્મોનલ અસંતુલનને કારણે માસિક સમયે ભયંકર દુખાવો થાય છે. આ દુખાવો એટલો તીવ્ર હોય છે કે તેમના માટે રોજિંદા કાર્યો કરવા મુશ્કેલ બની જાય છે. આ પીડામાંથી રાહત મેળવવા લોકો ઘણીવાર પીડાનાશક દવાઓનો આશરો લે છે. પરંતુ વારંવાર દવા લેવાથી શરીર પર લાંબા ગાળાની અસર થઈ શકે છે. માસિક સમયે થતા દુખાવામાં રાહત મેળવવા યોગ એક કુદરતી, સલામત અને અસરકારક ઉપાય છે.
માસિકના ભયંકર દુખાવામાં પેઈન કિલર નહીં કરો કુદરતી ઉપાય
કોલેજ જતી યુવતી હોય કે મહિલા દર મહિને તેઓ માસિક સમયે પીડાનો સામનો કરે છે. આ સમસ્યાનો ઇલાજ ફક્ત દવા નથી. મહિલાઓ કેટલાક સામાન્ય બદલાવ કરીને માસિકના દુખાવામાં રાહત મેળવી શકે છે. મહિલાઓએ પોતાની દિનચર્યામાં યોગને સામેલ કરવા જોઈએ. કારણ કે યોગ આસનો ફક્ત સ્નાયુઓને આરામ આપતા નથી પણ રક્ત પરિભ્રમણને પણ સુધારે છે. કેટલાક યોગ તણાવ અને મૂડ સ્વિંગને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે. તેમજ પેટ અને પેલ્વિક વિસ્તારોમાં જડતા ઘટાડે છે. માસિક સમયે થતા દુખાવામાં રાહત મેળવવા કુદરતી ઉપચાર તરીકે આ યોગાસન જરૂર અસરકારક રહેશે.
માસિકના દુખાવામાં કરો આ કુદરતી ઉપચાર
માસિક સમય પહેલા મહિલાઓએ બાલાસન, માલાસન અને ભુજંગાસનને દિનચર્યામાં સામેલ કરવા જોઈએ. બાલાસન કરવાથી પીઠ, કમર અને પેટના સ્નાયુઓને આરામ મળશે અને દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે. માલાસન આ પેલ્વિક વિસ્તારમાં લોહીનો પ્રવાહ વધારે છે અને પેટના નીચેના ભાગમાં ખેંચાણ ઓછું કરે છે, જેનાથી દુખાવો ઓછો થાય છે. જયારે ભુજંગાસન પેટના અવયવોને ઉત્તેજિત કરે છે અને માસિક સ્રાવ દરમિયાન ખેંચાણથી રાહત આપે છે. આ આસન માસિકના દુખાવામાં રાહત આપશે. નિયમિત કરશો તો તમારે પેઈન કિલર લેવાની જરૂર પડશે નહી.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

