Petrol ₹112, Diesel ₹95 After Nayara Energy Hike
નવી દિલ્હી2 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈરાન યુદ્ધ વચ્ચે ‘નયારા એનર્જી’એ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા છે. પેટ્રોલ 5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 3 રૂપિયા મોંઘું થયું છે. આ વધારા બાદ ભોપાલમાં એક લિટર પેટ્રોલની કિંમત 111.72 રૂપિયા અને ડીઝલની કિંમત 94.88 રૂપિયા પર પહોંચી ગઈ છે.
નયારા એનર્જી દ્વારા કરવામાં આવેલો આ વધારો અલગ-અલગ રાજ્યોમાં ત્યાંના સ્થાનિક ટેક્સ અને વેટના હિસાબે અલગ-અલગ હોઈ શકે છે. કેટલાક રાજ્યોમાં પેટ્રોલની કિંમતોમાં ₹5.30 પ્રતિ લિટર સુધીનો વધારો જોવા મળ્યો છે. નાયરાના દેશભરમાં લગભગ 7 હજાર પેટ્રોલ પંપ છે.
મુખ્ય શહેરોમાં નયારાના પેટ્રોલ-ડીઝલના ભાવ
| શહેર | પેટ્રોલ | ડીઝલ |
| વડોદરા | 99.34 | 92.90 |
| ભોપાલ | ₹111.72 | ₹94.88 |
| જયપુર | ₹110.20 | ₹93.41 |
| પાણીપત | ₹100.06 | ₹90.64 |
નોંધ: કિંમત રૂપિયા પ્રતિ લિટરમાં.
સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા નથી
જોકે, IOCL, HP અને BP જેવી સરકારી તેલ કંપનીઓએ ભાવ વધાર્યા નથી. કેન્દ્ર સરકારે બુધવારે જણાવ્યું હતું કે અમારી પાસે ક્રૂડ ઓઇલનો પૂરતો ભંડાર ઉપલબ્ધ છે. દેશમાં કોઈપણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની અછત નથી. તેથી કિંમતોમાં વધારો થશે નહીં.
પ્રીમિયમ પેટ્રોલ અને ઔદ્યોગિક ડીઝલ મોંઘું
ભલે સામાન્ય પેટ્રોલ-ડીઝલના ભાવ સરકારી કંપનીઓએ ન વધાર્યા હોય, પરંતુ ગયા અઠવાડિયે પ્રીમિયમ પેટ્રોલના ભાવ 2 રૂપિયા પ્રતિ લિટર વધ્યા હતા. આ ઉપરાંત, ફેક્ટરીઓ અને મોટા વપરાશકર્તાઓને વેચવામાં આવતા ‘બલ્ક ડીઝલ’ના ભાવ 22 રૂપિયા પ્રતિ લિટર વધાર્યા હતા. દિલ્હીમાં પ્રીમિયમ પેટ્રોલ 99.89 રૂપિયાથી વધીને 101.89 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
ક્રૂડ ઓઇલ 100 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચ્યું
28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન પર કરવામાં આવેલા સૈન્ય હુમલાઓ બાદથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો લગભગ 50% સુધી વધી ગઈ છે. બ્રેન્ડ ક્રૂડની કિંમતો 70 ડોલરથી વધીને 100 ડોલર પ્રતિ બેરલને પાર નીકળી ગઈ છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


