PM Modi Indonesia Visit: Prambanan Temple & BrahMos Deal
જકાર્તા5 કલાક પેહલા
- કૉપી લિંક
PM મોદીએ કહ્યું, ‘ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિનો પક્ષકાર છે. બધા દેશો આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરે અને દરિયાઈ માર્ગો બધા માટે ખુલ્લા રહે.’ મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે આ ક્ષેત્રમાં ચીનની વધતી ગતિવિધિઓને લઈને ઘણા દેશોની ચિંતા વધી છે.
બીજી તરફ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવોએ મોદીના વખાણ કરતા કહ્યું, ‘હું તમારી કારકિર્દીની નકલ કરું છું.’ તેમણે આટલું કહેતા જ તાળીઓ પડવા લાગી. તેમણે કહ્યું, ‘મોદી સરકારની ઘણી યોજનાઓ સફળ રહી છે. તેથી તેઓ તેમને અપનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સારું થયું કે આ યોજનાઓ પર ‘કોપીરાઇટ’ નથી.
ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે મંગળવારે જકાર્તામાં 20 કરારો થયા. સૌથી મહત્વપૂર્ણ બ્રહ્મોસ ડીલ રહી. આ અંગે બંને દેશો વચ્ચે છેલ્લા 4 મહિનાથી વાતચીત ચાલી રહી હતી. ભારત ઇન્ડોનેશિયાને બ્રહ્મોસ મિસાઈલના વધારાના યુનિટ આપશે. આ સાથે ફિલિપાઇન્સ, વિયેતનામ પછી ઇન્ડોનેશિયા બ્રહ્મોસ ખરીદનાર ત્રીજો દેશ બની ગયો છે.
વડાપ્રધાન સાંજે જકાર્તામાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે. તેઓ બુધવારે ઇન્ડોનેશિયાના સૌથી મોટા હિન્દુ મંદિર પ્રમ્બાનન જશે. આ મંદિર 1000 વર્ષથી પણ વધુ જૂનું છે.
PM મોદીને ઇન્ડોનેશિયાનો સર્વોચ્ચ સન્માન

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ વડાપ્રધાન મોદીને ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા.
મોદીના ઇન્ડોનેશિયા પ્રવાસ સાથે જોડાયેલી તસવીરો…

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ જકાર્તામાં રાષ્ટ્રપતિ મહેલમાં પીએમનું સ્વાગત કર્યું.

જકાર્તામાં રાષ્ટ્રપતિ મહેલમાં પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.

ગાર્ડ ઓફ સેરેમની દરમિયાન, મોદી ત્યાં હાજર ભારતીય સમુદાયના બાળકોને મળ્યા હતા.

પીએમ મોદીના વિમાનના ઇન્ડોનેશિયાના એરસ્પેસમાં એન્ટ્રી કરતા જ ત્યાંની એરફોર્સે તેને એસ્કોર્ટ કર્યું.

પીએમ મોદીનું જકાર્તામાં ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરવામાં આવ્યું.

જકાર્તા એરપોર્ટ પર પીએમ નરેન્દ્ર મોદીનું સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સ્વાગત થયું.
વડાપ્રધાન મોદીની ઇન્ડોનેશિયાની મુલાકાત અંગેના અપડેટ માટે નીચેનો બ્લોગ પર જાઓ…
અપડેટ્સ
10:45 AM7 જુલાઈ 2026
- કૉપી લિંક
PM મોદીના સંબોધનની 3 મોટી વાતો…
- ભારત અને ઇન્ડોનેશિયા માત્ર સમુદ્રથી જ નહીં, પરંતુ સહિયારા ઇતિહાસથી પણ જોડાયેલા છે. આપણા સંબંધોના મૂળ રામાયણ અને મહાભારતના વારસામાં છે. ઇન્ડોનેશિયાનું રાષ્ટ્રીય પ્રતીક ગરુડ પણ આપણા સાંસ્કૃતિક સંબંધોની ઓળખ છે. બાલી જાત્રા જેવા ઉત્સવો આપણી સહિયારી પરંપરાઓને દર્શાવે છે.
- છેલ્લા એક દાયકામાં ભારત-ઇન્ડોનેશિયા વચ્ચેનો વેપાર વધીને 25 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. આજે આખી દુનિયા અવકાશ ક્ષેત્રમાં ભારતની ક્ષમતાને માને છે. આ ક્ષેત્રમાં ભારત, ઇન્ડોનેશિયાને પોતાનો મહત્વનો ભાગીદાર માને છે.
- આપણી રાજધાનીઓ ભલે હજારો કિમી દૂર હોય, પરંતુ સમુદ્રમાં આપણી વચ્ચે 150 કિમીનું જ અંતર છે. બીજા દેશોમાં ભલે સમુદ્ર અંતરનું કારણ રહ્યો હોય, પરંતુ ભારત અને ઇન્ડોનેશિયા માટે સમુદ્ર એક સેતુ છે.
10:43 AM7 જુલાઈ 2026
- કૉપી લિંક
PM મોદી બોલ્યા- વિકસિત ભારત-2047 ના લક્ષ્યો સાથે હાંસલ કરીશું
10:42 AM7 જુલાઈ 2026
- કૉપી લિંક
PM બોલ્યા- રામાયણ અને મહાભારત સાથે જોડાયેલા છે ભારત-ઇન્ડોનેશિયા
06:21 AM7 જુલાઈ 2026
- કૉપી લિંક
ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના મુખ્ય કરારો અને સહયોગ
અસ્ત્ર એર-ટુ-એર મિસાઇલની ખરીદી ઇન્ડોનેશિયાએ ભારતમાં વિકસિત અસ્ત્ર એર-ટુ-એર મિસાઇલ ખરીદવાનો નિર્ણય લીધો છે.
બ્રહ્મોસ મિસાઇલ સહયોગનું વિસ્તરણ ભારત ઇન્ડોનેશિયાને બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમની વધારાની બેટરીઓ સપ્લાય કરવામાં સહયોગ કરશે.
સંરક્ષણ સહયોગને મજબૂત બનાવવો બંને દેશો સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ વધારવા અને તેમની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા સંમત થયા.
ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) પર સહયોગ ભારત ઇન્ડોનેશિયાની જરૂરિયાતોને અનુરૂપ વિશિષ્ટ EVM વિકસાવવામાં મદદ કરશે.
મહત્વપૂર્ણ ખનિજોમાં રોકાણ ભારત ઇન્ડોનેશિયામાં સ્ટીલ, નિકલ અને રેયર અર્થ પરમેન્ન્ચ મેગ્નેન્ટના ઉત્પાદનમાં રોકાણ કરશે.
સબાંગ બંદરનો સંયુક્ત વિકાસ બંને દેશો સંયુક્ત રીતે સબાંગ બંદરનો વિકાસ કરશે, જેનાથી દરિયાઈ સંપર્ક અને વ્યૂહાત્મક સહયોગ વધશે.
દરિયાઈ સુરક્ષા સહયોગ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા અને દરિયાઈ જોડાણને મજબૂત બનાવવા માટે એક કરાર થયો.
વ્યૂહાત્મક માળખાગત સુવિધાઓનો વિકાસ બંને દેશોએ વ્યૂહાત્મક માળખાગત પ્રોજેક્ટ્સ પર સહયોગ વધારવાનો નિર્ણય કર્યો.
વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવી બંને નેતાઓ 2018માં સ્થાપિત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ગતિ આપવા સંમત થયા.
પ્રાથમિકતાવાળા ક્ષેત્રોમાં સહયોગ રક્ષા, દરિયાઈ સુરક્ષા, મહત્વપૂર્ણ ખનિજો, ચૂંટણી ટેકનોલોજી અને વ્યૂહાત્મક માળખાગત સુવિધાઓ સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે કરાર થયા.
06:10 AM7 જુલાઈ 2026
- કૉપી લિંક
પીએમ મોદીને ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન મળ્યું; VIDEO
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘બિંતાંગ આદિપૂર્ણા ઓફ ધ રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા’ મેડલ ઓફ ઓનરથી સન્માનિત કર્યા. આ ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.

06:09 AM7 જુલાઈ 2026
- કૉપી લિંક
મોદી કહે છે: દુનિયામાં ઉથલ-પાથલ, અમે શાંતિની તરફેણમાં
દુનિયામાં મચેલી ઉથલપાથલના આ સમયમાં, ભારત માને છે કે સંવાદ અને રાજદ્વારીની ભૂમિકા પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. પેલેસ્ટાઇન મુદ્દા અંગે, અમે ‘ટુ- સ્ટેટ સોસ્યુશન’ (બે-દેશ સમાધાન) અને કાયમી શાંતિનું સમર્થન કરીએ છીએ.
આપણા બંને રાષ્ટ્રો માટે એક સુવર્ણ યુગ રાહ જોઈ રહ્યો છે. આપણે ઇતિહાસમાં સમાન સાંસ્કૃતિક વારસો, વર્તમાનમાં પરસ્પર વિશ્વાસ અને ભવિષ્યમાં સહિયારી સમૃદ્ધિના ભાગીદાર છીએ. મને પૂરો વિશ્વાસ છે કે આપણે સાથે મળીને ‘ઇન્ડોનેશિયા એમાસ’ (સુવર્ણ ઇન્ડોનેશિયા) અને વિકસિત ભારતના સપનાં સાકાર કરીશું.
લોકશાહી મૂલ્યો અને વિવિધતામાં એકતા એ ભારત અને ઈન્ડોનેશિયા બંનેની સહિયારી તાકાત રહી છે. બંને દેશોના ચૂંટણી પંચો વચ્ચેના સમજૂતી કરાર (MoU) દ્વારા અમે અમારા લોકશાહી સહયોગને વધુ મજબૂત કરવા માટે સજ્જ છીએ.
વૈશ્વિક મુદ્દાઓ પર ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેનો સહયોગ પણ સતત વધી રહ્યો છે. ઈન્ડો-પેસિફિક અંગેના અમારા દ્રષ્ટિકોણમાં પણ સમાનતા છે. ભારતે હંમેશાં આસિયાન (ASEAN)ની કેન્દ્રીય ભૂમિકાને વિશેષ મહત્વ આપ્યું છે.
05:56 AM7 જુલાઈ 2026
- કૉપી લિંક
મોદીએ કહ્યું- ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે સપ્લાય ચેઇન મજબૂત બનાવવી જરૂરી છે
પીએમ મોદીએ જણાવ્યું હતું કે ટેકનોલોજીના આ યુગમાં સપ્લાય ચેઇન મજબૂત બનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત અને ઇન્ડોનેશિયાએ મહત્વપૂર્ણ ખનિજો અને સ્ટીલ ક્ષેત્રોમાં સપ્લાય ચેઇન મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
આ ઉપરાંત, બંને દેશોની કંપનીઓ સ્ટેનલેસ સ્ટીલ અને ‘રેર-અર્થ’ મેગ્નેટના ક્ષેત્રમાં નવી ભાગીદારી કરશે. ભારતની UPI સિસ્ટમ ટૂંક સમયમાં જ ઇન્ડોનેશિયાની પેમેન્ટ સિસ્ટમ સાથે જોડવામાં આવશે, જેનાથી બંને દેશો વચ્ચે વેપાર અને મુસાફરી સરળ બનશે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે તેઓ બુધવારે રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે યોગ્યાકાર્તામાં આવેલા પ્રમ્બાનન મંદિરની મુલાકાત લેશે. એક હજાર વર્ષથી પણ વધુ જૂનું આ મંદિર ભારત અને ઈન્ડોનેશિયાના સહિયારા સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે.
05:48 AM7 જુલાઈ 2026
- કૉપી લિંક
મોદીએ કહ્યું-ઈન્ડોનેશિયા તરફથી સન્માન મળ્યું, અહીંની સરકારનો આભાર.
દ્વિપક્ષીય બેઠક બાદ સંબોધન કરતા મોદીએ કહ્યું- આજે સવારે મને અત્યંત સ્નેહ અને આદર સાથે ઈન્ડોનેશિયાના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યો. આ સન્માન કરોડો ભારતીયોનું છે. તે ઈન્ડોનેશિયાની જનતાની ભાવનાઓ અને આપણા બંને દેશો વચ્ચેના ગાઢ, ઐતિહાસિક સંબંધોને પ્રતિબિંબિત કરે છે. હું રાષ્ટ્રપતિ પ્રબોવો, ઈન્ડોનેશિયાની સરકાર અને અહીંના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું.
હાલના વર્ષોમાં ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેના સંબંધોમાં નવી ઊર્જા અને વિશ્વાસ છે. 2018માં શરૂ કરાયેલી આપણી ‘વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી’ હવે નવી ઊંચાઈઓ પર પહોંચી રહી છે. આપણે વિકાસ, સુરક્ષા, ટેક્નોલોજી, સંસ્કૃતિ અને શિક્ષણ સહિતના તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યા છીએ.
05:01 AM7 જુલાઈ 2026
- કૉપી લિંક
ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે દ્વિપક્ષીય બેઠક: 4 મહત્વપૂર્ણ નિર્ણયો
ભારત ઈન્ડોનેશિયાને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) બનાવવામાં મદદ કરશે. આ બાબતને ભારતની ચૂંટણી વ્યવસ્થામાં વિશ્વાસના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતના ‘અસ્ત્ર’ (Astra) એર-ટુ-એર મિસાઈલના પ્રદર્શન બાદ, ઈન્ડોનેશિયાએ તેને ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, ભારત ઈન્ડોનેશિયાને બ્રહ્મોસ (BrahMos) મિસાઈલના યુનિટ પણ પૂરા પાડશે.
મહત્વપૂર્ણ ખનિજો માટેની સપ્લાય ચેઇનને મજબૂત કરવા માટે, ભારત ઇન્ડોનેશિયામાં સ્ટીલ, નિકલ અને રેર-અર્થ મેગ્નેટ્સના ઉત્પાદનમાં રોકાણ કરશે.
ભારત અને ઇન્ડોનેશિયા સંયુક્ત રીતે સબાંગ બંદરનો વિકાસ કરશે. આ બંદર ભારતની ગ્રેટ નિકોબાર બંદર પ્રોજેક્ટથી લગભગ 100 માઈલ દૂર છે.
04:57 AM7 જુલાઈ 2026
- કૉપી લિંક
પ્રમ્બાનન મંદિર: ઇન્ડોનેશિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર
પ્રમ્બાનન મંદિર એ ઇન્ડોનેશિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. વડાપ્રધાન મોદી અત્યાર સુધીમાં ત્રણ વખત ઇન્ડોનેશિયાની મુલાકાત લઈ ચૂક્યા છે. જોકે, પ્રમ્બાનન મંદિરની આ તેમની પ્રથમ મુલાકાત હશે.

04:22 AM7 જુલાઈ 2026
- કૉપી લિંક
જકાર્તામાં બંને દેશો વચ્ચે બેઠક યોજાઈ; મોદી અને પ્રબોવો હાજર રહ્યા.
04:20 AM7 જુલાઈ 2026
- કૉપી લિંક
મોદીએ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ભવનમાં વિઝિટર બુકમાં સહી કરી; VIDEO
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આવેલા ‘ઈસ્તાના મેર્ડેકા’ (રાષ્ટ્રપતિ ભવન) ખાતે પહોંચ્યા અને વિઝિટર બુકમાં સહી કરી. આ પ્રસંગે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો પણ ઉપસ્થિત હતા.
04:19 AM7 જુલાઈ 2026
- કૉપી લિંક
પીએમ મોદી ઇન્ડોનેશિયન પ્રતિનિધિઓને મળ્યા; VIDEO
રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતપોતાના દેશોના પ્રતિનિધિઓનો એકબીજા સાથે પરિચય કરાવ્યો.
04:18 AM7 જુલાઈ 2026
- કૉપી લિંક
જકાર્તામાં સમારોહ દરમિયાન મોદી ભારતીય સમુદાયના બાળકોને મળ્યા; વીડિયો
04:17 AM7 જુલાઈ 2026
- કૉપી લિંક
રાષ્ટ્રપતિ પ્રબોવોએ મોદીને ભેટીને હાથ મિલાવ્યા; વીડિયો
04:17 AM7 જુલાઈ 2026
- કૉપી લિંક
વડાપ્રધાન મોદી ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે; VIDEO
04:12 AM7 જુલાઈ 2026
- કૉપી લિંક
જકાર્તામાં ‘ગાર્ડ ઓફ ઓનર’ સમારોહ, વડાપ્રધાન મોદી પહોંચ્યા
04:11 AM7 જુલાઈ 2026
- કૉપી લિંક
ઇન્ડોનેશિયાનું સાબાંગ પોર્ટ ભારત માટે મહત્ત્વનું

ઇન્ડોનેશિયાનું સાબાંગ પોર્ટ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહની ખૂબ નજીક આવેલું છે. ભારત અને ઇન્ડોનેશિયાએ 2018માં વડાપ્રધાન મોદીની જકાર્તા યાત્રા દરમિયાન સાબાંગ પોર્ટ અને આસપાસ દરિયાઈ સહયોગ વધારવા પર સહમતિ દર્શાવી હતી. આ અંતર્ગત પોર્ટના વિકાસ, દરિયાઈ સંપર્ક, લોજિસ્ટિક સહયોગ અને દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
04:11 AM7 જુલાઈ 2026
- કૉપી લિંક
ઇન્ડોનેશિયા ભારત પાસેથી બ્રહ્મોસ ખરીદનાર બીજો દેશ બની શકે છે

ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે લગભગ ₹2,500 કરોડના બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ સિસ્ટમનો સંભવિત સોદો આ યાત્રાનો સૌથી મહત્વપૂર્ણ એજન્ડા માનવામાં આવી રહ્યો છે. જો કરાર પર મહોર લાગે છે, તો ફિલિપાઇન્સ પછી ઇન્ડોનેશિયા બ્રહ્મોસ મિસાઈલ ખરીદનાર બીજો વિદેશી ગ્રાહક બની શકે છે.
બ્રહ્મોસ મિસાઈલનો વિકાસ ભારતના DRDO અને રશિયાની ‘એનપીઓ મશીનોસ્ટ્રોયેનિયા’ના સંયુક્ત ઉપક્રમ બ્રહ્મોસ એરોસ્પેસ દ્વારા કરવામાં આવ્યો છે. તે વિશ્વની સૌથી ઝડપી ઓપરેશનલ સુપરસોનિક ક્રુઝ મિસાઈલોમાંની એક ગણાય છે.
04:10 AM7 જુલાઈ 2026
- કૉપી લિંક
ભાસ્કર નોલેજ ઇન્ડોનેશિયા 2000 વર્ષથી ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલું
ભારત અને ઇન્ડોનેશિયાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોની વાત કરીએ તો, તેઓ લગભગ 2,000 વર્ષ જૂના માનવામાં આવે છે. પ્રાચીન કાળથી ભારતીય વેપારીઓ, હિંદુ અને બૌદ્ધ સંસ્કૃતિનો ઇન્ડોનેશિયા પર ઊંડો પ્રભાવ રહ્યો છે.
આજે પણ ઇન્ડોનેશિયાના બાલી અને જાવામાં રામાયણ અને મહાભારત પર આધારિત નૃત્ય-નાટકો અને સાંસ્કૃતિક પરંપરાઓ પ્રચલિત છે. ત્યાં 85% મુસ્લિમ વસ્તી હોવા છતાં પણ નોટ પર ભગવાન ગણેશનો ફોટો છપાયેલો છે. આ ઉપરાંત પણ ઘણા એવા પ્રતીકો છે, જેમાં ભારતીય સંસ્કૃતિની છાપ જોવા મળે છે.
04:10 AM7 જુલાઈ 2026
- કૉપી લિંક
ભારતનું ઇન્ડોનેશિયા પર ક્યારેય શાસન નહોતું, છતાં સંસ્કૃતિ પહોંચી

04:10 AM7 જુલાઈ 2026
- કૉપી લિંક
PM મોદીનો 102મો વિદેશ પ્રવાસ, ત્રીજી વખત ઇન્ડોનેશિયા પહોંચ્યા
PM મોદીનો આ 102મો વિદેશ પ્રવાસ છે. તેઓ ત્રીજી વખત ઇન્ડોનેશિયા જઈ રહ્યા છે. તેમનો પ્રથમ પ્રવાસ મે 2018માં થયો હતો. ત્યારબાદ મોદી સપ્ટેમ્બર 2023માં જકાર્તામાં આયોજિત 20મી આસિયાન (ASEAN)-ભારત અને 18મી ઇસ્ટ એશિયા સમિટમાં ભાગ લેવા ઇન્ડોનેશિયા પહોંચ્યા હતા.

04:09 AM7 જુલાઈ 2026
- કૉપી લિંક
આ પણ વાંચો… PM મોદીને સેશેલ્સનું સર્વોચ્ચ સન્માન, સંસદને સંબોધિત કરી:કહ્યું- સેશેલ્સ સાથે અમારો 256 વર્ષ જૂનો સંબંધ, 5 ભારતીયોથી તેની શરૂઆત થઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રવિવારે સેશેલ્સના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ગાર્ડિયન ઓફ બ્લુ હોરાઇઝન’થી સન્માનિત કરવામાં આવ્યા. આ સાથે મોદીને અત્યાર સુધીમાં 34 દેશોના સર્વોચ્ચ નાગરિક સન્માન મળી ચૂક્યા છે. સન્માન મળવા પર PM મોદીએ સેશેલ્સની જનતા, સરકાર અને રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીનો આભાર વ્યક્ત કર્યો.
PM મોદીએ સેશેલ્સની નેશનલ એસેમ્બલીને પણ સંબોધિત કરી. આવું કરનારા તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા. તેમણે કહ્યું કે સેશેલ્સ સાથે ભારતનો સંબંધ માત્ર 50 વર્ષ જૂનો નથી, પરંતુ તેની શરૂઆત ઓગસ્ટ 1770માં થઈ હતી. જ્યારે ‘થેલેમાક’ જહાજથી અહીં 5 ભારતીયો પહોંચ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


