PM Modi Israel Visit 2026: ઇઝરાયલના વિપક્ષના હોબાળા બાદ અમેરિકાની મનમાની આવી સામે, જાણો શું છે મામલો?

Last Updated: February 25, 2026By

પીએમ મોદીના ઇઝરાયલ પ્રવાસ દરમિયાન અમેરિકાનું આ પગલું ઇરાન-પશ્ચિમ એશિયા પર અસર કરશે.

લડાકુ વિમાનો તૈનાત

પીએમ મોદીના બે દિવસીય ઇઝરાયલ પ્રવાસ ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ, ઇઝરાયલના સંસદમાં વિરોધ પક્ષના હોબાળા તો બીજી તરફ, અમેરિકાએ મહત્ત્વનું પગલું લીધુ છે. અમેરિકાએ રણનૈતિક પગલું લેતા પ્રથમવખત અત્યાધુનિક F-22 રૈપ્ટર લડાકુ વિમાનોને ઇઝરાયલમાં તૈનાત કર્યા છે. આ તમામ પરિસ્થિતિઓ ત્યારે સામે આવી છે જ્યારે ઇરાન મામલે અમેરિકાનું ઘર્ષણ વધી રહ્યુ છે.

F-22 રૈપ્ટર લડાકુ વિમાનોની વિશેષતા

ઇતિહાસમાં પ્રથમ વખત અમેરિકાએ સંયુક્ત અભ્યાસ અથવા તાલીમ વિના સીધુ જ ઇઝરાયલની ધરતી પર F-22 રૈપ્ટર લડાકુ વિમાનો તૈનાત કર્યા છે. આ પગલાઓ અમેરિકા અને ઇઝરાઝ વચ્ચે સુમેળ તાલમેલને દર્શાવે છે. F-22 રૈપ્ટર લડાકુ વિમાનો પાંચમી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ છે. તેને દુનિયાના સૌથી ઘાતક અને એડવાન્સ ફાઇટર જેટમાં ગણી શકાય છે. તેની ખાસિયત અત્યાધુનિક સ્ટીલ્થ ટેક્નીક, સુપરક્રુઝ ક્ષમતા અને એડવાન્સ વેપન સિસ્ટમ છે. જે દુશ્મનના રડારથી બચાવી છે અને સટીક હુમલો કરે છે.

પીએમ મોદી ઇઝરાયલની સંસદને કરશે સંબોધિત

પીએમ મોદી ઇઝરાયલના બે દિવસીય પ્રવાસે છે. અહીં તેઓ ઇઝરાયલની સંસદને સંબોધિત કરશે. પરંતુ વિરોધ પક્ષે આ મામલે નેતન્યાહૂ સરકારને ચેતવણી આપી છે. અને ચીફ ઓફ જસ્ટીસને આમંત્રણ આપવા કહ્યુ છે. પીએમ મોદીના આ પ્રવાસના કારણે ઇઝરાયલની રાજનીતિમાં હડકંપ જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ PM Modi Israel Visit 2026: પીએમ મોદીના સંબોધન મામલે ઇઝરાયલની નેતન્યાહૂ સરકાર અને વિપક્ષમાં કેમ છે ઘમાસાણ?