PM Modi Israel Visit 2026: બેઠક, વાતચીત અને સમજૂતિના નામે રહેશે પીએમ મોદીના ઇઝરાયલ પ્રવાસનો આજે બીજો દિવસ

Last Updated: February 26, 2026By

પીએમ મોદી બે દિવસીય ઇઝરાયલ પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે.

ઇઝરાયલ પ્રવાસનો આજે બીજો દિવસ

ભારત અને ઇઝરાયલ વચ્ચેની મિત્રતા ઘણા ક્ષેત્રે જોવા મળે છે. બન્ને દેશ સંરક્ષણ ક્ષેત્રમાં મુખ્ય ભાગીદારો છે. તેના દુશ્મનો, ઈરાન અને પેલેસ્ટાઇન છે. આ જ કારણ છે કે, ઇઝરાયલી સંસદમાં ઉભા રહીને, તેમણે નોવા મ્યુઝિક ફેસ્ટિવલ પર હમાસના હુમલાની સખત નિંદા કરી હતી. અને કહ્યું કે, 26/11 અને 7/10 જેવી ઘટનાઓને ભૂલી શકાય નહીં. તેમણે ગાઝામાં નિર્દોષ નાગરિકોની હત્યાને પણ અસ્વીકાર્ય ગણાવી હતી. તેમણે કહ્યું કે તેઓ ગાઝામાં શાંતિ પ્રયાસોને સમર્થન આપે છે.

આજે કયા કયા કાર્યક્રમો ?

પીએમ મોદી મુલાકાતના બીજા દિવસે વાશેમની મુલાકાત લેશે. આ ઇઝરાયલનું સત્તાવાર સ્મારક છે. જે 1953માં નાઝીઓ દ્વારા માર્યા ગયેલા આશરે 6 મિલિયન યહૂદીઓની યાદમાં બનાવાયુ છે. પછી પીએમ મોદી ઇઝરાયલી રાષ્ટ્રપતિ યિશાહક હેઝ્રોગ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બાદમાં પીએમ મોદી અને નેતન્યાહૂ વચ્ચે પ્રતિનિધિમંડળની વાતચીત થશે. બંને દેશો વચ્ચે સમજૂતી કરારનું વિનિમય થશે અને સંયુક્ત પત્રકાર પરિષદ યોજાશે. સાંજે પીએમ મોદી ઇઝરાયલમાં રહેતા ભારતીય સમુદાય સાથે મુલાકાત કરશે. અને બાદમાં દિલ્હી પરત ફરવા માટે રવાના થશે.

ઇઝરાયલી નાણામંત્રી નીર બરકતની પ્રતિક્રિયા

પીએમ મોદીની ઇઝરાયલ મુલાકાત દરમિયાન ઇઝરાયલી નાણામંત્રી નીર બરકતે ભારતને એશિયાનું પ્રવેશદ્વાર ગણાવ્યું અને આશા વ્યક્ત કરી છે કે, મુક્ત વેપાર કરાર ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ મેળવી શકાય. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે વાતચીત હવે ઝડપી માર્ગ પર છે. બરકતે ભારતના વિશાળ બજાર, ઝડપી આર્થિક વિકાસ અને વૈશ્વિક સ્તરે ઇઝરાયલી નવીનતા ટેકનોલોજીને આગળ વધારવામાં તેની વ્યૂહાત્મક ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારત ઇઝરાયલી કંપનીઓને એશિયામાં વિસ્તરણ કરવાની મોટી તક આપે છે.

આ પણ વાંચોઃ India Rafale Power: 2030થી વાયુસેનાને 18 નવા રાફેલ મળવાનું થશે શરૂ