PM Modi Israel Visit 2026: બેન ગુરિયન એરપોર્ટ પર નેતન્યાહૂએ પત્ની સાથે પીએમ મોદીનું કર્યુ ભવ્ય સ્વાગત
ઇઝરાયલમાં પહોંચતા જ તેલ અવીવ ખાતે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયુ હતુ.
નેતન્યાહૂએ કર્યુ સ્વાગત
પીએમ મોદી ફરીવાર ઇઝરાયલના પ્રવાસે છે. 2017માં તેઓએ ઇઝરાયલની મુલાકાત લીધી છે. પીએમ મોદી અને ઇઝરાયલના પીએમ નેતન્યાહૂ ખાસ મિત્રો છે. અહીં નેતન્યાહૂના પત્ની પણ ઉપસ્થિત હતા. પીએમ મોદીને ‘ગાર્ડ ઓફ ઓનર’ અપાયુ હતુ. પીએમ મોદીનો અહીં બે દિવસીય કાર્યક્રમ છે. તેઓ ઇઝારાયલની સંસદને સંબોધિત કરશે. યેરુશલેમમાં પણ તેમના કાર્યક્રમ છે. આ તમામની વચ્ચે તેમનો ઐતિહાસિક કાર્યક્રમ નેસેટમાં છે. અને બાદમાં રાત્રીભોજનનું આયોજન કરાયુ છે.
પીએમ મોદી અને નેતન્યાહૂની મિત્રતાનો અધ્યાય
બન્ને દેશના શક્તિશાળી પીએમ વચ્ચે ‘પાવરપૈક’ દોસ્તીનો અધ્યાય શરુ થયો છે. બન્ને પીએમ એકબીજાને વિવિધઘ સ્ટેજ પર ‘જિગરી મિત્ર’ તરીકે સંબોધતા હોય છે. આસ મિત્રતા હવે માત્ર કાગળો પર જ નહી પરંતુ કરાર અને સમજૂતિઓમાં પણ જોવા મળે છે. આ મુલાકાત દરમિયાન સંરક્ષણ ક્ષેત્રે મોટી ડીલ થવાની પણ સંભાવના છે. આ ઉપરાંત અન્ય મહત્ત્વના મુદ્દાઓ પર પણ બેઠક તથા ચર્ચાઓ યોજાશે.
‘પ્રિય મિત્ર’ તરીકેનું સંબોધન
પીએમ મોદી જ્યારે ઇઝરાયલ પ્રવાસે જવાના હતા ત્યારે પીએમ નેતન્યાહૂએ મોદીને પોતાના ‘પ્રિય મિત્ર’ તરીકે સંબોધ્યા હતા. અને તેમના સ્વાગત માટે ઉત્સુકતા દર્શાવી હતી. તો આ તરફ કેબિનેટ બેઠરક દરમિયાન પણ પીએમ મોદીએ ઇઝરાયલ પ્રવાસ માટે આનંદ પ્રગટ કર્યો હતો. ઇઝરાયલમાં પીએમ મોદી નેતન્યાહૂની સાથે રાષ્ટ્રપતિ આઇજૈક હર્જોગ સાથે પણ મુલાકાત કરશે.
આ પણ વાંચોઃ PM Modi Israel Visit 2026: ઇઝરાયલના વિપક્ષના હોબાળા બાદ અમેરિકાની મનમાની આવી સામે, જાણો શું છે મામલો?
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

