PM Modi Israel Visit 2026: પીએમ મોદીના સંબોધન મામલે ઇઝરાયલની નેતન્યાહૂ સરકાર અને વિપક્ષમાં કેમ છે ઘમાસાણ?

Last Updated: February 25, 2026By

નેસટમાં પીએમ મોદીના સંબોધન પહેલા વિપક્ષે ચીફ જસ્ટિસને આમંત્રિત ન કરવા મુદ્દે બહિષ્કારની ચેતવણી આપી છે.

ઇઝરાયલમાં વિપક્ષનો હંગામો

પીએમ મોદીના બે દિવસીય ઇઝરાયલ પ્રવાસ ચર્ચાનો મુદ્દો બન્યો છે. ઇઝરાયલમાં વિપક્ષ હંગામો સર્જી રહ્યુ છે. તો અહીં દેશમાં વિપક્ષે પણ પીએમ મોદીને ગાઝામાં મોતને ભેટેલા મૃતકોનો મુદ્દો ઉઠાવવા માટે અપીલ કરી છે. ઇઝરાયલના વિપક્ષે પીએમ બેન્જામિન નેતન્યાહૂને અપીલ કરી છે કે, તેઓ સંસદમાં પીએમ મોદીના સંબોધન પહેલા ઉભા થયેલા રાજનૈતિક ગતિવિધીઓનો ઉકેલ લાવે. જે બાદ વિપક્ષ આ ઐતિહાસિક કાર્યક્રમમાં સામેલ થઇ શકે. સ્પીકરે ચીફ જસ્ટિસને આમંત્રિત નથી કર્યુ. જેના કારણે વિપક્ષ રોષે ભરાયુ છે.

લૈપિડની અપીલ- ‘મતભેદ ભુલાવીને કરે સ્વાગત’

ઇઝરાયલમાં વિપક્ષના નેતા યાયર લૈપિડે સોશલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મુકી છે અને જણાવ્યુ છે કે, પીએમ નેતન્યાહૂએ સ્પીકર તરફથી સુપ્રીમ કોર્ટ અને વિપક્ષના બહિષ્કારના નિર્ણયથી ઉભા થયેલા સંકટને નિવારવા માટે કોઇ નક્કર પગલાં નથી લીધા. તેઓએ નેતન્યાહૂને યાદ અપાવતા કહ્યુ છે કે, આ દેશ માટે એક મહત્ત્વપૂર્ણ અવસર છે. અને તેને રાજનીતિના દ્રષ્ટીકોણથી જોવું જોઇએ નહીં.

પ્રિયંકા ગાંધીએ શું કરી માગ?

પીએમ મોદીના પ્રવાસ અંગે કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ પોસ્ટ મુકી છે. અને લખ્યુ છે કે, પીએમ મોદી પોતાની ઇઝરાયલ યાત્રા દરમિયાન નેસેટ સંબોધિત કરશે. ત્યારે તેઓ ગાઝામાં માર્યા ગયેલા લોકોનો મુદ્દો ઉઠાવે. અને તેમના માટે ન્યાયની માગ કરે.

આ પણ વાંચોઃ PM Modi Israel Visit 2026: પીએમ મોદીના ઇઝરાયલના બે દિવસીય મુલાકાત દરમિયાન શું હશે કાર્યક્રમો?, જાણો