PM Modi Israel Visit 2026: પીએમ મોદીના સંબોધનને વિપક્ષના નેતાએ સંસદમાં બહિષ્કાર કરવાની આપી ધમકી, જાણો શું છે મામલો?

Last Updated: February 23, 2026By

ઇઝરાયલ સંસદમાં વિપક્ષના નેતા યાઇર લૈપિડે પીએમ બેન્જામિન નેતન્યાહૂને ચેતવણી આપી છે.

વિપક્ષી નેતાઓનું આક્રમક વલણ

પીએમ મોદી ઇઝરાયલ પ્રવાસે જવાના છે. પણ તે અગાઉ ઇઝરાયલમાં રાજનીતિ ગરમાઇ છે. ત્યાંના વિપક્ષી નેતાઓએ પોતાનું આક્રમક વલણ દર્શાવ્યુ છે. વિપક્ષના નેતા યાઇર લૈપિડે પીએમ બેન્જામિન નેતન્યાહૂને ચેતવણી આપી છે કે, જો સુપ્રીમ કોર્ટના અધ્યક્ષ ન્યાયધીશ આઇજૈક અમિતને વિશેષ સત્રમાં આમંત્રિત નહી કરાય તો તેઓએ પીએમ મોદીના સંબોધનનો બહિષ્કાર કરશે. પીએમ મોદી 25 ફેબ્રુઆરીએ બે દિવસીય ઇઝરાયલ પ્રવાસે જઇ રહ્યા છે. આ દરમિયાન તેઓ નેસેટ એટલે ઇઝરાયલની સંસદને સંબોધિત કરી શકે છે.

ન્યાયાધીશોની સતત અવગણના

વિપક્ષના નેતા યાઇર લૈપિડેની બહિષ્કારની આ ધમકી પીએમ નેતન્યાહૂના સત્તારુઢ ગઠબંધનના દેશના શીર્ષ ન્યાયાધીશોને સતત અવગણ્યા બાદના વિરોધમાં આવી છે. વિપક્ષી દળોનું માનવું છે કે, પ્રોટોકોલનું આ ઉલ્લંઘન ન્યાયપાલિકાની ગરિમા ઓછી કરવાના પ્રયાસ છે. ઇઝરાયલની સંસદમાં સાંસદોને સંબોધિત કરાત વિપક્ષના નેતા યાઇર લૈપિડે કહ્યુ હતુ કે, જો સરકાર ભારતીય પીએમ માટે વિશેષ સત્ર દરમિયાન સુપ્રીમ કોર્ટના પ્રેસિડેન્ટનો બહિષ્કાર કરશે તો અમારા માટે આ ચર્ચામાં સામેલ થવું અશક્ય છે.

સરકારના વલણ સામે તીખા પ્રહાર

જાન્યુઆરી 2025માં જસ્ટીસ અમિતને સુપ્રીમ કોર્ટના પ્રેસિડેન્ટ નિયુક્ત કરાયા હતા. તે બાદ સમગ્ર વિવાદ શરુ થયો હતો. ન્યાય મંત્રી યારિવ લેવિને ન માત્ર તેમના અધિકારને માન્યતા આપવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ તેમને મળવા અથવા ન્યાયાલયમાં પ્રમુખ તરીકે સંબોધિત કરવા અંગે પણ મનાઇ ફરમાવી હતી. સરકારના અન્ય સભ્યોએ પણ આ વલણનું સમર્થન કર્યુ હતુ. પ્રવાસી મામલાના મંત્રી અમીચાઇ ચિક્લી અનેન સંચાર મંત્રી શ્લોમો કરહીએ સરકારને અપીલ કરી હતી કે, ન્યાયલયના વિશિષ્ટ આદેશોને અવગણે.

આ પણ વાંચોઃ Nepal Protest 2026: નેપાળના રૌતહાટ પછી, બીરગંજમાં હિંસા ભડકી, પોલીસે કર્યો લાઠીચાર્જ