PM Modi Meets Commonwealth Games 2026 Medal Winners in New Delhi
20 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલ જીતનારા ખેલાડીઓ સાથે મુલાકાત કરી. આ મુલાકાતનો વીડિયો સોમવારે યુટ્યુબ પર લાઇવ કરવામાં આવ્યો.
પીએમ મોદીએ વાતચીતની શરૂઆતમાં કહ્યું, છેલ્લા 10-12 વર્ષમાં જો હું આ આવાસ પર નિયમિત રૂપે કોઈને મળ્યો હોઉં, તો તે આ ખેલાડીઓ છે. 10-12 વર્ષમાં ખેલાડીઓની મહેનત, સતત સફળતા અને નવી ઊંચાઈઓને સ્પર્શવાની પરંપરાએ દેશનું ગૌરવ વધાર્યું છે.
દેશે 13 ગોલ્ડ સહિત કુલ 39 મેડલ પોતાના નામે કર્યા. આ મુલાકાત દરમિયાન સિલ્વર મેડલ જીતનાર ભારતીય બોક્સર નરેન્દરે પાકિસ્તાની બોક્સર સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો પીએમ મોદી સાથે શેર કર્યો.
પીએમ મોદીની ખેલાડીઓ સાથે વાતચીત
બેરીવાલે પાકિસ્તાની બોક્સરનો કિસ્સો સંભળાવ્યો
નરેન્દ્ર બેરવાલે 2015 વર્લ્ડ મિલિટરી ગેમ્સનો એક મજેદાર કિસ્સો સંભળાવ્યો. તેમણે જણાવ્યું કે તેમનો પહેલો મુકાબલો પાકિસ્તાનના બોક્સર સાથે હતો. મુકાબલા પહેલા ભારતીય સેના તરફથી તેમને ફોન આવ્યો હતો. કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન સામે મુકાબલો હારવાનો નથી.
બેરવાલે ફાઈટ જીતી લીધી. બંને બોક્સર આ દરમિયાન ઘાયલ પણ થયા. ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં પાકિસ્તાની બોક્સરે બેરવાલને કહ્યું- ભાઈજાન, એક વાત કહું, તમારું નામ નરેન્દ્ર છે, તમારા કોચનું નામ નરેન્દ્ર છે અને તમારા વડાપ્રધાનનું નામ પણ નરેન્દ્ર છે.
ત્યારબાદ તેણે મજાકમાં કહ્યું કે તેને ‘નરેન્દ્ર’ નામથી જ નફરત થઈ ગઈ છે. કિસ્સો સાંભળીને પીએમ મોદી પણ હસી પડ્યા.
ચાનુએ કહ્યું- હું મારા આંસુ રોકી શકી નહીં
પીએમ મોદીએ વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુને કહ્યું, તમારા એટલા આંસુ ટપકી રહ્યા હતા કે મને દરેક આંસુ ગોલ્ડ મેડલ જેવા લાગ્યા. ચાનુએ કહ્યું,
પેરિસ ઓલિમ્પિકમાં મેડલથી ચૂકી ગયા પછી છેલ્લા ચાર વર્ષ મારા માટે ખૂબ મુશ્કેલ રહ્યા. આ સમયગાળા દરમિયાન મને સતત ઈજાઓ અને પારિવારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યા પછી જ્યારે હું પોડિયમ પર ઊભી હતી અને રાષ્ટ્રગાન વાગી રહ્યું હતું, ત્યારે હું મારા આંસુ રોકી શકી નહીં.
ચાનુએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં વિમેન્સ વેઈટલિફ્ટિંગની 48 કિલો વજન કેટેગરીમાં કુલ 190 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ જીત્યો હતો.
જાદુમણિએ કહ્યું- નક્કી કરી લીધું હતું પાકિસ્તાનને હરાવવું છે
બોક્સર જાદુમણિ સિંહે 26 જુલાઈએ પ્રી-ક્વાર્ટરફાઇનલમાં પાકિસ્તાનના રહેમાન સુમામાને 5-0થી હરાવ્યા હતા. કારગિલ વિજય દિવસના દિવસે થયેલી આ મેચ પર જાદુમણિએ કહ્યું, હું ભારતીય સેના સાથે જોડાયેલો છું, તેથી મેં પહેલાથી જ નક્કી કરી લીધું હતું કે પાકિસ્તાનને હરાવવાનું છે. મેં 5-0થી જીત મેળવી અને મારો મેડલ કારગિલના વીરોને સમર્પિત કર્યો.
પીએમ મોદીએ તેમના આ જુસ્સાની પ્રશંસા કરતા કહ્યું કે કારગિલના વીરોને મેડલ સમર્પિત કરવાની ભાવનાએ આ જીતને વધુ ખાસ બનાવી દીધી. જાદુમણિએ 55kg કેટેગરીમાં સિલ્વર જીત્યો હતો.
સીમા બોલી- મિત્રોને કહીશ, હા હું મોદીજીને મળી છું
હરિયાણાની સીમા કાલીરમણે કહ્યું, મારા મિત્રો અવારનવાર મજાકમાં પૂછતા હતા, ‘તન્નૈ મોદી તૈ મુલાકાત કર લી કે?’ એટલે કે, શું તું મોદીને મળી છે? હવે હું ખુશીથી તેમને કહી શકીશ કે હા, હું મોદીજીને મળી છું. સીમાએ ડિસ્કસ થ્રોમાં 58.65 મીટરનો થ્રો કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
દિલીપ બોલ્યા- મેં મારો મેડલ ગુરુને ભેટ આપ્યો
પેરા એથ્લીટ દિલીપ મહાદુ ગાવિતે પોતાનો મેડલ પોતાના ગુરુને સમર્પિત કર્યો. તેમણે કહ્યું કે, ઇવેન્ટના દિવસે ગુરુ પૂર્ણિમા હતી અને મેં મારા ગુરુને આ મેડલ ભેટ તરીકે આપ્યો. દિલીપે પુરુષોની પેરા T47 કેટેગરીની 100 મીટર રેસમાં 10.71 સેકન્ડનો સમય કાઢીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
અગાઉ પણ ખેલાડીઓને મળી ચૂક્યા છે મોદી

બોક્સરોએ સૌથી વધુ મેડલ જીત્યા
ભારતના 39 પદકોમાં સૌથી મોટો ફાળો બોક્સિંગનો રહ્યો. બોક્સરોએ 7 ગોલ્ડ અને 3 સિલ્વર સહિત કુલ 10 મેડલ જીત્યા. એટલે કે દર ચારમાંથી એક મેડલ બોક્સિંગમાંથી આવ્યો. એથ્લેટિક્સમાં 10 મેડલ આવ્યા, પરંતુ તેમાં ગોલ્ડ મળ્યો નહીં. વેઈટલિફ્ટિંગમાંથી 8, પેરા એથ્લેટિક્સમાંથી 6, જુડોમાંથી 4 અને પેરા પાવરલિફ્ટિંગમાંથી 1 મેડલ મળ્યો. કુલ મળીને 39માંથી 37 પદક માત્ર પાંચ રમતોમાંથી આવ્યા.

news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


