PM Modi Uzbekistan Visit; Bilateral Talks With President Mirziyoyev

Last Updated: August 30, 2026By

7 કલાક પેહલા

  • કૉપી લિંક

પીએમ મોદી રવિવારે સવારે તાશ્કંદમાં આયોજિત એક યોગ સેશનમાં સામેલ થયા.

ઉઝબેકિસ્તાનની મુલાકાતે ગયેલા પીએમ મોદીને રવિવારે રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવે તેમના દેશના સર્વોચ્ચ રાજ્ય સન્માન ઓલી દારાજલી ડસ્ટલિકથી સન્માનિત કર્યા. આ પીએમ મોદીને મળેલું 36મું આંતરરાષ્ટ્રીય સન્માન છે.

ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયેલા પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવ વચ્ચે રવિવારે તાશ્કંદમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ. પીએમ મોદીએ ઉઝબેકિસ્તાનની આઝાદીની 35મી વર્ષગાંઠ પર રાષ્ટ્રપતિ અને દેશના લોકોને અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન મોદીને ઉઝબેકિસ્તાનના સર્વોચ્ચ સન્માનથી પણ નવાજવામાં આવ્યા છે.

બેઠકમાં ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચે યુરેનિયમ સપ્લાય પર ચર્ચા થઈ. મોદીએ કહ્યું, “અમે યુરેનિયમના પુરવઠા માટે પણ એક રણનીતિ સાથે આગળ વધીશું અને એક વ્યવસ્થા બનાવીશું.

ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવે કહ્યું, તમારા નેતૃત્વમાં ભારત તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે. અમારા ખાસ મિત્ર તરીકે નિશ્ચિતપણે આ તમામ સિદ્ધિઓ જોઈને અમે ખૂબ ખુશ છીએ. પીએમ મોદી બે દિવસના ઉઝબેકિસ્તાન પ્રવાસે છે. તેમણે રવિવારે સવારે તાશ્કંદમાં એક યોગ સેશનમાં ભાગ લીધો. પીએમએ ત્યાં હાજર લોકોને યોગ કરવાનું પણ શીખવ્યા.

સાંજે મોદી તાશ્કંદમાં શાસ્ત્રી મેમોરિયલ અને મહાત્મા ગાંધી સેન્ટરની પણ મુલાકાત લેશે. વડાપ્રધાન તરીકે આ તેમનો ચોથો ઉઝબેકિસ્તાન પ્રવાસ છે.

અહીં જુઓ વીડિયો

મોદીનો ઉઝબેકિસ્તાન પ્રવાસ

30 ઓગસ્ટ- બીજો દિવસ, 4 તસવીરો…

રાષ્ટ્રપતિ શવકત મિર્ઝિયોયેવે પીએમનું સ્વાગત કર્યું. જે બાદ બંને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત શરૂ થઈ.

રાષ્ટ્રપતિ શવકત મિર્ઝિયોયેવે પીએમનું સ્વાગત કર્યું. જે બાદ બંને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત શરૂ થઈ.

બેઠકમાં મોદી અને શાવકત વચ્ચે યુરેનિયમ સપ્લાય પર ચર્ચા થઈ.

બેઠકમાં મોદી અને શાવકત વચ્ચે યુરેનિયમ સપ્લાય પર ચર્ચા થઈ.

પીએમ મોદીએ તાશ્કંદમાં યોગ ફેડરેશન ઓફ ઉઝબેકિસ્તાન દ્વારા આયોજિત યોગ સત્રમાં ભાગ લીધો.

પીએમ મોદીએ તાશ્કંદમાં યોગ ફેડરેશન ઓફ ઉઝબેકિસ્તાન દ્વારા આયોજિત યોગ સત્રમાં ભાગ લીધો.

મોદીએ યોગ સેશન દરમિયાન એક વ્યક્તિને યોગની સાચી રીત જણાવી.

મોદીએ યોગ સેશન દરમિયાન એક વ્યક્તિને યોગની સાચી રીત જણાવી.

પીએમ મોદીએ યોગ સેશન પછી પાર્ટિસિપેંટ સાથે એક સેલ્ફી વીડિયો પણ રેકોર્ડ કર્યો.

પીએમ મોદીએ યોગ સેશન પછી પાર્ટિસિપેંટ સાથે એક સેલ્ફી વીડિયો પણ રેકોર્ડ કર્યો.

29 ઓગસ્ટ- પહેલો દિવસ, 4 તસવીરો

તાશ્કંદમાં પીએમ નરેન્દ્ર મોદી ભારતીય સમુદાયના લોકો સાથે મળ્યા. આ દરમિયાન કેટલીક મહિલાઓએ પીએમ મોદીની કાંડા પર રાખડી બાંધી.

તાશ્કંદમાં પીએમ નરેન્દ્ર મોદી ભારતીય સમુદાયના લોકો સાથે મળ્યા. આ દરમિયાન કેટલીક મહિલાઓએ પીએમ મોદીની કાંડા પર રાખડી બાંધી.

પીએમ મોદીને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.

પીએમ મોદીને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.

પીએમ મોદી તાશ્કંદ એરપોર્ટથી રાષ્ટ્રપતિ શવકત મિર્ઝિયોયેવ સાથે એક જ કારમાં બેસીને નીકળ્યા.

પીએમ મોદી તાશ્કંદ એરપોર્ટથી રાષ્ટ્રપતિ શવકત મિર્ઝિયોયેવ સાથે એક જ કારમાં બેસીને નીકળ્યા.

મોદી ઉઝબેકિસ્તાનના સૌથી પ્રખ્યાત યાંગી ઉઝબેકિસ્તાન પાર્ક પહોંચ્યા. તેમણે સ્મારક સ્તંભની બહાર ફોટો પડાવ્યો

મોદી ઉઝબેકિસ્તાનના સૌથી પ્રખ્યાત યાંગી ઉઝબેકિસ્તાન પાર્ક પહોંચ્યા. તેમણે સ્મારક સ્તંભની બહાર ફોટો પડાવ્યો

કિર્ગિસ્તાન પ્રવાસ: મોદી SCO સમિટમાં સામેલ થશે, જિનપિંગ-પુતિન સાથે મુલાકાત

ઉઝબેકિસ્તાન પ્રવાસ બાદ વડાપ્રધાન મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં રહેશે. અહીં તેઓ SCOની 26મી સમિટમાં ભાગ લેશે.

ભારત 2017થી SCOનું પૂર્ણ સભ્ય છે. સમિટમાં સુરક્ષા, આતંકવાદ, વેપાર, કનેક્ટિવિટી અને આર્થિક સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.

સમિટ દરમિયાન મોદીની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અન્ય દેશોના નેતાઓ સાથે મુલાકાત થઈ શકે છે.

મોદી બિશ્કેકમાં યોજાનારી 6ઠ્ઠી વર્લ્ડ નોમેડ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજરી આપશે.

ભારત માટે આ પ્રવાસ શા માટે મહત્ત્વનો છે; 4 મુદ્દા

1. ખનિજોનો ભંડાર: ભારત લાંબા સમયથી મધ્ય એશિયાના દેશો સાથે પોતાના સંબંધો મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. મધ્ય એશિયા તેલ, ગેસ, યુરેનિયમ અને અન્ય મહત્વપૂર્ણ ખનિજોનો મોટો ભંડાર છે.

2. ઊર્જા જરૂરિયાત: ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે આ ક્ષેત્રના દેશો સાથે સહયોગ વધારવા માગે છે.

3. નવા બિઝનેસ રૂટ: ભારત મધ્ય એશિયાના દેશો સાથે વેપાર પણ વધારવા માગે છે. તેના માટે તે નવા વેપાર અને પરિવહન માર્ગો વિકસાવવા પર કામ કરી રહ્યું છે.

4. આતંકવાદ વિરુદ્ધ અભિયાન: અફઘાનિસ્તાનની સ્થિતિ અને આતંકવાદ જેવા મુદ્દાઓ પર પણ ભારત આ દેશો સાથે સહયોગ વધારી રહ્યું છે.

વડાપ્રધાન મોદીના છેલ્લા 3 ઉઝબેકિસ્તાન પ્રવાસો

આ તસવીર પીએમ મોદીના 2022ના ઉઝબેકિસ્તાન પ્રવાસની છે. ત્યારે સમરકંદમાં SCO સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તસવીર પીએમ મોદીના 2022ના ઉઝબેકિસ્તાન પ્રવાસની છે. ત્યારે સમરકંદમાં SCO સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.

2015: વડાપ્રધાન બન્યા પછી મોદી પહેલીવાર ઉઝબેકિસ્તાન પહોંચ્યા હતા. આ પ્રવાસમાં બંને દેશોએ વેપાર, ઊર્જા અને સુરક્ષા સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો.

2016: મોદી તાશ્કંદમાં SCO સમિટમાં સામેલ થયા હતા. આ જ સંમેલન દરમિયાન ભારતને સંગઠનની પૂર્ણ સદસ્યતા આપવાની પ્રક્રિયા આગળ વધી હતી. ભારત 2017માં SCOનું પૂર્ણ સભ્ય બન્યું.

2022: મોદી સમરકંદમાં SCO સમિટમાં સામેલ થયા હતા. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે તેમણે રશિયન રાષ્ટ્રપતિ પુતિનને કહ્યું હતું કે, ‘આજનો યુગ યુદ્ધનો નથી.’ તેમનું આ નિવેદન દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યું હતું.

હવે SCO વિશે જાણો, 2001માં તેની સ્થાપના થઈ હતી

શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) એક પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય સંગઠન છે જેની સ્થાપના 2001 માં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગીઝસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાને મળીને કરી હતી. બાદમાં ભારત અને પાકિસ્તાન 2017 માં તેમાં જોડાયા. 2023 માં ઈરાન પણ તેનું સભ્ય બન્યું.

SCO નો ઉદ્દેશ્ય સભ્ય દેશો વચ્ચે સુરક્ષા, આર્થિક અને રાજકીય સહયોગ વધારવાનો છે. સંગઠન આતંકવાદ, ઉગ્રવાદ, ડ્રગ તસ્કરી અને સાયબર અપરાધ જેવા મુદ્દાઓ પર સંયુક્ત રણનીતિ બનાવે છે.

Leave A Comment