PM Modi Visit Israel: વડાપ્રધાનના ઇઝરાયલ પ્રવાસ અંગે પ્રધાનમંત્રી Benjamin Netanyahu ઉત્સાહિત, જાણો શું કહ્યુ?
ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ પીએમ મોદીનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, તેઓ ભવ્ય સ્વાગત કરશે.
પીએમ મોદીનો ઇઝરાયલ પ્રવાસ
પીએમ મોદીના ઇઝરાયલ પ્રવાસ મામલે પીએમ બેન્જામિન નેતન્યાહૂ ખૂબ ઉત્સાહિત છે. ઇઝરાયલના પીએમે કોન્ફરન્સ ઓફ પ્રેસિડેન્ટ ઓફ મેજર અમેરિકન જ્યુઇશ ઓર્ગેનાઇઝેશનમાં સંબોધન કરતા કહ્યુ કે, તેઓ પીએમ મોદીનું શાનદાર સ્વાગત કરશે. બેન્જામિન નેતન્યાહૂએ વધુમાં કહ્યુ હતુ કે, ઇઝરાયલ અને ભારક વચ્ચે શાનદાર ભાગીદારી છે. અને તેઓ તમામ મુદ્દે ચર્ચા કરશે. બેન્જામિન નેતન્યાહૂએ કહ્યુ હતુ કે, ભારતની વસ્તી 1.5 અરબ છે. ભારત ઇઝરાયલને મહત્ત્વ અને સન્માન આપે છે. આ તેમના માટે આનંદની વાત છે.
બન્ને દેશ માટે નવા વળાંક
પીએમ મોદી 27-28 ફેબ્રુઆરીના રોજ ઇઝરાયલ પ્રવાસે જશે. પરંતુ આ મામલે સત્તાવાર જાહેરાત થઇ નથી. પરંતુ પીએમ મોદીની વિદેશ યાત્રા નક્કી છે. પીએમ મોદીના ત્રીજા કાર્યકાળમાં આ પ્રથમ ઇઝરાયલ પ્રવાસ હશે. આ પહેલા તેઓએ 2017માં ઇઝરાયલની ઐતિહાસિક યાત્રા કરી હતી. આ યાત્રા બન્ને દેશ માટે મહત્ત્વની હતી. અને સંબંધોમાં નવા વળાંક પણ આવ્યા હતા. ભારત-ઇઝરાયલના સંબંધો નવા રણનૈતિક સ્તરે પહોંચ્યા હતા.
ચર્ચા માટે આ મુદ્દાઓ છે મહત્ત્વના
પીએમ મોદી અને નેતન્યાહૂ વચ્ચે ગાઢ મિત્રતા છે. બન્ને નેતા વિવિધ સ્ટેજ પર એકબીજાની પ્રશંસા કરાતા હમેંશા જોવા મળે છે. બન્ને નેતાઓ ફરીવાર એક જ સ્ટેજ પર જોવા મળશે. પીએમ મોદીનો ઇઝરાયલ પ્રવાસ ભારત અને બેન્જામિન નેતન્યાહૂ માટે નવા વળાંક લાવી શકે છે. પીએમ મોદી અને બેન્જામિન નેતન્યાહૂ ટેક્નોલોજી, સંરક્ષણ અને આર્થિક મુદ્દે ચર્ચા-વિચારણા કરી શકે છે.
આ પણ વાંચોઃ Iran Protest 2026 News: શું ઈરાન અમેરિકા પાસેથી વિમાન ખરીદશે, તેહરાને કેમ લીધો નિર્ણય?
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

