PoK Protests Intensify; Shaukat Nawaz Arrested, JAAC Leaders Detained

Last Updated: June 30, 2026By

ઇસ્લામાબાદ5 મિનિટ પેહલા

  • કૉપી લિંક

મંગળવારે રાવલકોટના ઈદગાહ મેદાનમાં હજારો વિરોધીઓ એકઠા થયા હતા. (આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.)

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)માં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ પ્રદર્શનો તેજ બન્યા છે. મંગળવારે રાવલકોટના ઈદગાહ ગ્રાઉન્ડમાં હજારો લોકો એકઠા થયા હતા. તેમણે કહ્યું કે PoK પાકિસ્તાનનો ભાગ નથી.

આ આંદોલન જમ્મુ-કાશ્મીર અવામી એક્શન કમિટી (JAAC)ના નેતૃત્વ હેઠળ ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, JAACના મુખ્ય નેતા શૌકત નવાઝ મીરને તેમના બે સાથીઓ સાથે ધીરકોટના સાંગર ફત્તારે વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. PoKમાં JAACના 600થી વધુ નેતાઓ અને કાર્યકરોને પણ અટકાયતમાં લેવામાં આવ્યા છે.

શૌકત નવાઝ મીર સહિત JAACના નેતાઓની ધરપકડની માહિતી આપનારાઓ માટે પાકિસ્તાન સરકારે ₹1 કરોડના ઇનામની જાહેરાત કરી હતી.

પ્રદર્શનકારીઓ બોલ્યા- અમને નહીં, પાકિસ્તાનને અમારી જરૂર છે

પ્રદર્શન દરમિયાન JAAC નેતા સરદાર અમન ખાને કહ્યું, ‘અમને તમારા રાશનની જરૂર નથી, તમને અમારી જરૂર છે. જો જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો બંધ રહેશે તો લોકો જીવતા રહેવા માટે બીજો રસ્તો અપનાવવા મજબૂર થશે.’

તેમનો આરોપ છે કે પાકિસ્તાન સરકાર આંદોલનને દબાવવા માટે જાણી જોઈને જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો રોકી રહી છે.

મોંઘવારીથી શરૂ થયેલું આંદોલન, હવે રાજકીય મુદ્દો બન્યો

રિપોર્ટ અનુસાર, આંદોલન મોંઘવારી, ખાદ્ય સંકટ, વધતી કિંમતો અને સ્થાનિક પ્રશાસનના મુદ્દાઓને લઈને શરૂ થયું હતું. હવે તે પાકિસ્તાન સરકાર વિરુદ્ધ રાજકીય વિરોધનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. તાજેતરમાં પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે રાવલકોટ અને મીરપુરના લોકોને ‘અસલી કાશ્મીરી નહીં’ ગણાવ્યા હતા. આ પછી વિરોધ વધુ વધ્યો.

રિપોર્ટ અનુસાર, JAACના ઘણા નેતાઓ અને કાર્યકરો પર આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યા છે. સરકારે 5 જૂને JAAC પર આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારથી વિસ્તારમાં તણાવ સતત વધી રહ્યો છે.

ઇન્ટરનેટ બંધ, 22 મૃત્યુનો દાવો

રિપોર્ટ અનુસાર, જૂનની શરૂઆતથી PoKના ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ સર્વિસિસ મર્યાદિત છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે આંદોલનની તસવીરો અને વીડિયો બહાર જતા રોકવા માટે આવું કરવામાં આવ્યું છે. છેલ્લા બે અઠવાડિયામાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણોમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે.

PoKમાં 27 જુલાઈએ ચૂંટણી યોજાશે

ગિલગિટ-બાલ્ટિસ્તાન પછી, 27 જુલાઈએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં વિધાનસભા ચૂંટણી યોજાશે. PoKની વિધાનસભામાં કુલ 53 બેઠકો છે. આમાંથી 45 બેઠકો પર સીધી ચૂંટણી થાય છે, જ્યારે 8 બેઠકો મહિલાઓ, ટેકનિકલ નિષ્ણાતો અને ધાર્મિક વિદ્વાનો માટે અનામત છે.

PoKમાં વિરોધ પ્રદર્શનોની અગાઉની ઘટનાઓ…

12 જૂન: PoKમાં અત્યાર સુધીમાં 46 પ્રદર્શનકારીઓના મોત, 1100ની ધરપકડ

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)માં 4 દિવસથી ચાલી રહેલા આંદોલનમાં અત્યાર સુધીમાં 46 પ્રદર્શનકારીઓના મોત થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાર દિવસમાં 1100થી વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. સંપૂર્ણ લમાચાર વાંચો…

29 સપ્ટેમ્બર 2025: PoKમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન, આર્મી કાફલા પર પથ્થરમારો

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)ના 3 મોટા શહેરોમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો ચાલુ છે. PoKની અવામી એક્શન કમિટી (AAC)ની અપીલ પર સોમવારે સમગ્ર વિસ્તારમાં દુકાનો, બજારો અને રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા. સંપૂર્ણ સમાચાર વાંચો…

Leave A Comment