Prakash Raj Criticizes Dhurandhar 2; Targets Allu Arjun & Jr NTR For Support

Last Updated: March 23, 2026By

22 મિનિટ પેહલા

  • કૉપી લિંક

‘સિંઘમ’ એક્ટર પ્રકાશ રાજે એક ક્રિપ્ટિક વીડિયો શેર કરીને ફિલ્મ ‘ધુરંધર 2’ પર કટાક્ષ કર્યો છે. સાથે જ તેમણે ‘ધુરંધર 2’ની પ્રશંસા કરવા બદલ અલ્લુ અર્જુન, વિજય દેવરકોંડા અને જુનિયર NTR પર નિશાન સાધ્યું છે.

‘હું ધુરંધરથી ઘણો દૂર છું’

ખરેખર, ગુરુવારે પ્રકાશ રાજે એક વીડિયો શેર કર્યો, જેમાં તેમના ઘરના એક ખૂણામાં રેડિયો પર ગીત વાગી રહ્યું છે. આ સાથે તેમણે લખ્યું, ‘હું ‘ધુરંધર’થી ઘણો દૂર… શું તમે પણ?’

પ્રકાશ રાજે વીડિયો શેર કરીને 'ધુરંધર 2' પર કટાક્ષ કર્યો.

પ્રકાશ રાજે વીડિયો શેર કરીને ‘ધુરંધર 2’ પર કટાક્ષ કર્યો.

‘સાઉથ સુધી પણ જવાબદારીનો બોજ પહોંચવા લાગ્યો’

તેમણે એક ટ્વીટને રીટ્વીટ કરતા સાઉથ સ્ટાર્સ પર પણ નિશાન સાધ્યું. તે ટ્વીટમાં લખ્યું હતું કે, ”ધુરંધર 2′ ની પ્રશંસા અલ્લુ અર્જુન, વિજય દેવરકોંડા, જુનિયર NTR અને મહેશ બાબુએ કરી છે, જ્યારે કોઈ બોલિવૂડ સ્ટારે પ્રતિક્રિયા આપી નથી.’

આના પર પ્રકાશ રાજે લખ્યું, ‘જવાબદારીઓનો બોજ હવે સાઉથ સુધી પણ પહોંચવા લાગ્યો છે.’

પ્રકાશ રાજે 'ધુરંધર 2'ની પ્રશંસા કરનાર સાઉથસ્ટાર્સને આડે હાથ લીધા.

પ્રકાશ રાજે ‘ધુરંધર 2’ની પ્રશંસા કરનાર સાઉથસ્ટાર્સને આડે હાથ લીધા.

સાઉથ એક્ટર્સે ફિલ્મના વખાણ કર્યા હતા નોંધનીય છે કે, ઘણા સાઉથ એક્ટર્સે ફિલ્મ ‘ધુરંધર 2’ના વખાણ કર્યા હતા. ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર ફિલ્મને લઈને એક્ટર મહેશ બાબુએ લખ્યું હતું,

QuoteImage

ધુરંધર: ધ રિવેન્જ એકદમ શાનદાર રીતે બનાવેલી ધમાકેદાર ફિલ્મ છે! રણવીરનું અત્યાર સુધીનું સૌથી શાનદાર રૂપ જોવા મળ્યું છે. આદિત્ય ધરે તેને જે રીતે વિચાર્યું અને રજૂ કર્યું છે, તે ખરેખર પ્રશંસનીય છે. આર માધવનની એક્ટિંગ અને શાશ્વત સચદેવનું મ્યુઝિક ખાસ કરીને શાનદાર છે. આ ફિલ્મ જોવા અને ઉજવણી કરવા લાયક છે. આખી ટીમને અભિનંદન.

QuoteImage

મહેશ બાબુનું ટ્વીટ.

મહેશ બાબુનું ટ્વીટ.

‘પુષ્પા’એ ‘ધુરંધર 2’ને ફાયર ગણાવી હતી

‘પુષ્પા’ એક્ટર અલ્લુ અર્જુને પણ ફિલ્મ ‘ધુરંધર 2’ જોયા પછી તેના વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે, આ દરેક ભારતીયને ગર્વ અનુભવ કરાવશે. તેણે રણવીર સિંહ અને આર માધવન સહિત ફિલ્મની સમગ્ર સ્ટાર કાસ્ટના પરફોર્મન્સની પણ પ્રશંસા કરી હતી.

બુધવારે અલ્લુ અર્જુને ટ્વીટ કરતા ફિલ્મ વિશે લખ્યું હતું કે,

QuoteImage

હમણાં જ ધુરંધર 2 જોઈ- દેશભક્તિ સાથે જબરદસ્ત સ્વૅગ છે. આ એક એવી ફિલ્મ છે, જે દરેક દેશભક્તને ગર્વ અનુભવ કરાવશે. ઘણી એવી પળો છે, જ્યાં તમે તાળીઓ પાડવાથી પોતાને રોકી નહીં શકો. સંપૂર્ણ ધમાકો! આખી ટીમને અભિનંદન.

QuoteImage

તેણે આગળ લખ્યું હતું કે,

QuoteImage

આર માધવન અને તમામ કલાકારોનું શાનદાર પ્રદર્શન છે. ટેકનિકલ લેવલ પર પણ ફિલ્મ કમાલની છે. મને ગર્વ છે કે આપણા દેશમાં મારા ભાઈ રણવીર સિંહ જેવા ઉત્તમ અને બહુમુખી અભિનેતા છે. રણવીર સિંહ ફાયર છે. આદિત્ય ધરે કમાલ કરી દીધી, તેઓ સંપૂર્ણપણે છવાઈ ગયા. આપણા દેશમાં તેમના જેવા શાનદાર ફિલ્મમેકર્સ હોવા ગર્વની વાત છે. એક ભારતીય વાર્તા… ઇન્ટરનેશનલ સ્વૅગ સાથે! જય હિંદ.

QuoteImage

અલ્લુ અર્જુનને લાંબી ટ્વીટ કરીને 'ધુરંધર' ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

અલ્લુ અર્જુનને લાંબી ટ્વીટ કરીને ‘ધુરંધર’ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

‘RRR’ની સ્ટારકાસ્ટે પણ વખાણ કર્યા

આ ઉપરાંત રામ ચરણ અને જુનિયર એનટીઆરએ પણ ફિલ્મ ‘ધુરંધર 2’ની પ્રશંસા કરી હતી. રામ ચરણે સોશિયલ મીડિયા પર ફિલ્મને રો, ગ્રિપિંગ અને ઇમ્પેક્ટફુલ ગણાવી હતી. તેણે કહ્યું હતું કે, ડિરેક્ટર આદિત્ય ધરે સ્કેલ અને ઇમોશનને ઉત્તમ રીતે રજૂ કર્યા છે.

રામ ચરણની ટ્વીટ.

રામ ચરણની ટ્વીટ.

જુનિયર NTRએ ફિલ્મને દમદાર પ્રોજેક્ટ ગણાવ્યો હતો.

જુનિયર NTRએ ફિલ્મને દમદાર પ્રોજેક્ટ ગણાવ્યો હતો.

નોંધનીય છે કે, ‘ધુરંધર 2’માં રણવીર સિંહ, અર્જુન રામપાલ, સંજય દત્ત અને આર માધવન છે. ફિલ્મને આદિત્ય ધરે લખી, ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરી છે. આ ઉપરાંત જ્યોતિ દેશપાંડે અને લોકેશ ધર પણ ફિલ્મના પ્રોડ્યુસર છે. ફિલ્મને જિયો સ્ટુડિયોઝે પ્રેઝન્ટ કરી છે અને તે B62 સ્ટુડિયોઝના બેનર હેઠળ બની છે.