Priyadarshan Exits Hera Pheri 3; Claims Film May Never Release Due to Legal Issues
4 કલાક પેહલા
- કૉપી લિંક
ફિલ્મ ડિરેક્ટર પ્રિયદર્શન હવે કોમેડી ફિલ્મ ‘હેરા ફેરી 3’નો ભાગ નથી. ફિલ્મના પ્રોડ્યુસર ફિરોઝ નાડિયાડવાલા પછી ખુદ પ્રિયદર્શને પણ આ વાતની પુષ્ટિ કરી છે. હિન્દુસ્તાન ટાઇમ્સને પ્રિયદર્શને જણાવ્યું કે, તેઓ આ પ્રોજેક્ટથી અલગ થઈ ગયા છે.
તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી કે, ઘણા કાનૂની વિવાદો અને પરસ્પર મતભેદોને કારણે આ ફિલ્મ કદાચ ક્યારેય સિનેમાઘરોમાં રિલીઝ જ નહીં થઈ શકે. ફિલ્મના રાઇટ્સ અને કાસ્ટને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.

ફિલ્મ ડિરેક્ટર પ્રિયદર્શન ‘હેરા ફેરી’નું ડિરેક્શન કર્યું હતું.
પ્રિયદર્શન બોલ્યા- ફિલ્મ બનવાનું જ નક્કી નથી પ્રિયદર્શને જણાવ્યું કે, ‘પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાએ જે કહ્યું છે, તે સાચું છે. હું આ સમયે ‘હેરા ફેરી 3′ સાથે જોડાયેલો નથી. જ્યાં સુધી મારી જાણકારી છે, ઘણી કાનૂની ગૂંચવણો અને પરસ્પર વિવાદોને કારણે આ ફિલ્મ ક્યારેય પડદા પર આવી શકશે નહીં. આમાં મારું સામેલ થવું કે ન થવું હવે કોઈ મહત્વ રાખતું નથી.’
શું છે ફિલ્મના રાઇટ્સનો કાનૂની વિવાદ ‘હેરા ફેરી 3’ છેલ્લા ઘણા સમયથી કાનૂની મામલાઓમાં ફસાયેલી છે. સાઉથના એક પ્રોડક્શન હાઉસ ‘સેવન આર્ટ્સ ઇન્ટરનેશનલ’એ દાવો કર્યો છે કે આ ફ્રેન્ચાઇઝી અને તેના પાત્રોના અધિકાર તેમની પાસે છે, ન કે ફિરોઝ નાડિયાડવાલા પાસે. તેમનો આરોપ છે કે ફિરોઝ પાસે ફક્ત મલયાલમ ફિલ્મ ‘રામજી રાવ સ્પીકિંગ’ની હિન્દી રીમેક (હેરા ફેરી, 2000) બનાવવાનો સીમિત અધિકાર હતો.
તેમણે ‘ફિર હેરા ફેરી’ બનાવીને અને તેના અધિકાર અક્ષય કુમારની કંપની ‘કેપ ઓફ ગુડ ફિલ્મ્સ’ને ટ્રાન્સફર કરીને કોન્ટ્રાક્ટ તોડ્યો છે.

અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી ‘હેરા ફેરી’ ફ્રેન્ચાઇઝીની બંને ફિલ્મોનો ભાગ રહી ચૂક્યા છે.
મ્યુઝિક રાઇટ્સને લઈને પણ પેચ ફસાયો ફિલ્મના માત્ર રીમેક રાઇટ્સ જ નહીં, પરંતુ તેના મ્યુઝિક રાઇટ્સને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. પ્રિયદર્શને અગાઉ જણાવ્યું હતું કે કેટલાક લોકો ફિલ્મના અધિકારનો દાવો કરી રહ્યા છે, તો કેટલાક મ્યુઝિક રાઇટ્સ પર પોતાનો હક જમાવી રહ્યા છે. ટી-સિરીઝના ભૂષણ કુમારે પણ સાર્વજનિક રૂપે ‘હેરા ફેરી 3’ના મ્યુઝિક રાઇટ્સ પર પોતાનો માલિકી હક જણાવ્યો છે.

‘હેરા ફેરી 3’ના શૂટિંગની તસવીર.
પરેશ રાવલના અલગ થવા પર થયો હતો વિવાદ ફિલ્મની સ્ટારકાસ્ટને લઈને પણ ઘણી ઉથલપાથલ રહી છે. વર્ષ 2025 ના મે મહિનામાં અભિનેતા પરેશ રાવલ અચાનક આ ફિલ્મથી અલગ થઈ ગયા હતા. આ પછી અક્ષય કુમારે તેમના પર 25 કરોડ રૂપિયાના વળતરનો કેસ દાખલ કર્યો હતો. જોકે, બાદમાં વાતચીતથી આ પરસ્પર વિવાદ ઉકેલી લેવામાં આવ્યો. અક્ષય કુમારે પોતાનો કેસ પાછો ખેંચી લીધો અને પરેશ રાવલ ફરી એકવાર આ ફિલ્મનો ભાગ બનવા માટે તૈયાર થઈ ગયા.
નોંધનીય છે કે, આ ફ્રેન્ચાઈઝીની પહેલી ફિલ્મ ‘હેરા ફેરી’ વર્ષ 2000 માં આવી હતી, જેનું ડિરેક્શન પ્રિયદર્શન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2006 માં તેની સિક્વલ ‘ફિર હેરા ફેરી’ આવી, જેને નીરજ વોરાએ નિર્દેશિત કરી હતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


