Priyanka Chopra Attends Wimbledon Match: Video Calls Husband Nick Jonas From Stadium

Last Updated: July 11, 2026By

  • Gujarati News
  • Entertainment
  • Priyanka Chopra Attends Wimbledon Match: Video Calls Husband Nick Jonas From Stadium | Stylish Photos Viral

41 મિનિટ પેહલા

  • કૉપી લિંક

બોલિવૂડની ‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરા તાજેતરમાં વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટની મેચ જોવા પહોંચી હતી. તે મહિલા સિંગલ્સની સેમિફાઇનલ મેચ દરમિયાન ફ્રન્ટ રોમાં બેઠેલી જોવા મળી હતી, જ્યાં કોકો ગૉફ અને કેરોલિના મુચોવા વચ્ચે મુકાબલો ચાલી રહ્યો હતો.

પ્રિયંકાએ સ્ટેડિયમમાંથી જ તેના પતિ અને અમેરિકન સિંગર નિક જોનાસને ફેસટાઇમ પર વીડિયો કૉલ કર્યો અને તેને વિમ્બલ્ડનનો લાઇવ ટૂર કરાવ્યો. સોશિયલ મીડિયા પર તેના આ વીડિયો કૉલ અને સ્ટાઇલિશ લુકની ઘણી ચર્ચા થઈ રહી છે.

આ મેચ દરમિયાન પ્રિયંકા સાથે ઘણી હોલીવુડ હસ્તીઓ પણ હાજર હતી.

પ્રિયંકાની તસવીરો જુઓ…

પ્રિયંકા ચોપરા વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટની મેચ જોવા પહોંચી હતી.

પ્રિયંકા ચોપરા વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટની મેચ જોવા પહોંચી હતી.

પ્રિયંકા મેચ દરમિયાન ઘણી ઉત્સાહિત જોવા મળી હતી.

પ્રિયંકા મેચ દરમિયાન ઘણી ઉત્સાહિત જોવા મળી હતી.

પ્રિયંકાએ કોકો ગૉફ અને કેરોલિના મુચોવા વચ્ચેનો મુકાબલો નિહાળ્યો.

પ્રિયંકાએ કોકો ગૉફ અને કેરોલિના મુચોવા વચ્ચેનો મુકાબલો નિહાળ્યો.

નિક જોનાસને વીડિયો કૉલ કરીને મેચ બતાવી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકા ચોપરા જેવી સ્ટેન્ડ્સ તરફ આગળ વધી રહી હતી, તેણે ત્યાં હાજર હોલીવુડ એક્ટ્રેસ સિન્થિયા એરિવો સાથે મુલાકાત કરી અને તેમનું અભિવાદન કર્યું. ત્યારબાદ તે પોતાની સીટ પર બેસી ગઈ. તેનું સંપૂર્ણ ધ્યાન મેચ પર જ હતું.

મુકાબલો જોતી વખતે જ તેણે પોતાનો ફોન કાઢ્યો અને પતિ નિક જોનાસને ફેસટાઇમ કોલ કર્યો. તેણે નિકને ત્યાંનું વાતાવરણ બતાવ્યું અને મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ આપ્યા. આ દરમિયાન તે મેચની રોમાંચક પળો પર ખૂબ જ ઉત્સાહિત થઈને પ્રતિક્રિયા આપતા જોવા મળી.

પ્રિયંકાએ પતિ નિકને વીડિયો કોલ કરીને મેચ દેખાડ્યો.

પ્રિયંકાએ પતિ નિકને વીડિયો કોલ કરીને મેચ દેખાડ્યો.

ઘણી મોટી હસ્તીઓ સાથે જોવા મળી સ્ટેડિયમમાં પ્રિયંકા ચોપરા સાથે અન્ય ઘણી જાણીતી હસ્તીઓ પણ મેચનો આનંદ માણી રહી હતી. તેની સાથે લેડી હેલેન ટેલર, એક્ટ્રેસ લિલી જેમ્સ, પૂર્વ રોયલ બેલે પ્રિન્સિપાલ ડાર્સી બસેલ, એક્ટ્રેસ એના મેક્સવેલ માર્ટિન અને બ્રોડકાસ્ટર એમિલી મેટલીસ જેવી હસ્તીઓ હાજર હતી. પ્રિયંકા આ ખાસ રમતગમતના કાર્યક્રમમાં ખૂબ જ સ્ટાઇલિશ આઉટફિટમાં પહોંચી હતી, જેના ફોટા ઇન્ટરનેટ પર સામે આવ્યા છે.

પ્રિયંકાની સાથે ઘણા અન્ય સેલેબ્સ પણ હાજર રહ્યા.

પ્રિયંકાની સાથે ઘણા અન્ય સેલેબ્સ પણ હાજર રહ્યા.

વિમ્બલ્ડન સાથે પ્રિયંકાનો જૂનો સંબંધ પ્રિયંકા ચોપરા માટે વિમ્બલ્ડન જવું કોઈ નવો અનુભવ નથી. તે પહેલા પણ આ પ્રતિષ્ઠિત ટેનિસ ટુર્નામેન્ટનો ભાગ બનતી રહી છે. 2023માં તે નિક જોનાસ સાથે ઓલ ઈંગ્લેન્ડ લૉન ટેનિસ એન્ડ ક્રોકેટ ક્લબ પહોંચી હતી, જ્યાં બંને રોયલ બોક્સમાં બેઠેલા જોવા મળ્યા હતા. પ્રિયંકાએ વર્ષ 2021માં પહેલીવાર એકલા વિમ્બલ્ડનમાં ભાગ લીધો હતો, જ્યારે તે વિમેન્સ સિંગલ્સની ફાઇનલ મેચ જોવા સ્ટેડિયમ પહોંચી હતી.

પ્રિયંકા 2023માં પતિ નિક સાથે ટેનિસની મેચ જોવા પહોંચી હતી.

પ્રિયંકા 2023માં પતિ નિક સાથે ટેનિસની મેચ જોવા પહોંચી હતી.

Leave A Comment