Priyanka Chopra Enjoys London Vacation with Nick Jonas and Daughter Malti Marie

Last Updated: July 13, 2026By

  • Gujarati News
  • Entertainment
  • Priyanka Chopra Enjoys London Vacation With Nick Jonas And Daughter Malti Marie | Malatis Hair Clip Fun & Wimbledon Visit

21 મિનિટ પેહલા

  • કૉપી લિંક

‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરા હાલમાં પતિ નિક અને દીકરી માલતી મેરી સાથે લંડનમાં રજાની મજા માણી રહી છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર આ ટ્રિપના ઘણા ફોટો અને વીડિયો શેર કર્યા છે, જેમાં તે દીકરી સાથે મસ્તી કરતી, પતિ સાથે ટ્રેનની મુસાફરી કરતી અને વિમ્બલડનમાં મેચ જોતી જોવા મળી રહી છે.

માલતીએ પ્રિયંકા સાથે રસપ્રદ વાતો કરી

પ્રિયંકાના આ પોસ્ટમાં સૌથી વધુ જેણે ધ્યાન ખેંચ્યું હોય તો તે દીકરી માલતીની કાલીઘેલી ભાષામાં મમ્મી પ્રિયંકા સાથેની વાતચીત છે. વીડિયોમાં માલતી મેરી મમ્મી પ્રિયંકાના માથામાંથી પિન કાઢતી જોવા મળી રહી છે. આ દરમિયાન બંને વચ્ચે સુંદર વાતચીત થતી હોય છે.

માલતી પ્રિયંકાના વાળમાંથી પિન કાઢી રહી છે.

માલતી પ્રિયંકાના વાળમાંથી પિન કાઢી રહી છે.

આ દરમિયાન તે રસપ્રદ વાતો કરતી જોવા મળી છે.

આ દરમિયાન તે રસપ્રદ વાતો કરતી જોવા મળી છે.

માલતીએ કાઢેલી પિનો.

માલતીએ કાઢેલી પિનો.

પતિ નિક સાથે ટ્રેનની સવારી કરી

પ્રિયંકાએ દીકરી માલતી સાથેની સુંદર પળોની સાથે સાથે પતિ નિક જોનસ સાથેના વેકેશનના ફોટો પણ શેર કર્યા. એક ફોટોમાં બંને ટ્રેનની સફર માણતા જોવા મળ્યા. આ દરમિયાન માલતી નિકના ખોળામાં બેસીને રમતી જોવા મળી. માલતીએ વ્હાઇટ કલરના ટી-શર્ટ અને શોટ્સ પહેર્યાં હતાં, જેમાં સ્ટ્રોબેરી દોરેલી હતી. તેણે પિતા નિક જોનસના આઉટફિટ સાથે મેચિંગ કરતો લાલ બો પહેર્યો હતો. તેના બંને હાથમાં નજરિયા પણ જોવા મળી રહ્યા છે.

પતિ નિકના ખોળામાં બેસીને માલતી રમત કરતી જોવા મળી.

પતિ નિકના ખોળામાં બેસીને માલતી રમત કરતી જોવા મળી.

માલતીએ બતકને ચણ ખવડાવી.

માલતીએ બતકને ચણ ખવડાવી.

માલતી મેરીએ આઇસક્રીમની મજા માણી.

માલતી મેરીએ આઇસક્રીમની મજા માણી.

લક્ઝરી કારમાં વિમ્બલડન ટુર્નામેન્ટ જોવા પહોંચી

પ્રિયંકા ચોપરા તાજેતરમાં લક્ઝરી કાર બ્રાન્ડ ‘બેન્ટલે’ની પહેલી ભારતીય ગ્લોબલ એમ્બેસેડર બની છે. પ્રિયંકા જ્યારે વિમ્બલડન ટુર્નામેન્ટ જોવા જવા નીકળી ત્યારે ખાસ બેન્ટલે કાર તેને રિસીવ કરવા પહોંચી.

પ્રિયંકાએ બેન્ટલે કારનો ફોટો શેર કર્યો હતો.

પ્રિયંકાએ બેન્ટલે કારનો ફોટો શેર કર્યો હતો.

પ્રિયંકા ચોપરાને રિસીવ કરવા ખાસ બેન્ટલે કાર આવી હતી.

પ્રિયંકા ચોપરાને રિસીવ કરવા ખાસ બેન્ટલે કાર આવી હતી.

યુઝર્સે કહ્યું- માલતીનો અવાજ ખૂબ જ મધુર છે મા-દીકરીના આ સુંદર તાલમેલ પર ચાહકો સતત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે રમુજી અંદાજમાં કોમેન્ટ કરતા લખ્યું કે, ‘નિક, એવું લાગી રહ્યું છે કે માલતી તમારી નોકરી છીનવી લેવા આવી રહી છે.’

માલતીની વાતચીત અને તેનો અવાજ સાંભળીને પણ લોકો વખાણ કરી રહ્યા છે. એક ફેને કહ્યું કે તેનો અવાજ ખૂબ જ શાંત અને મધુર છે, તે મોટી થઈને સિંગર બનશે. કેટલાક લોકોએ લખ્યું કે, ‘આ ઉંમરે બાળકો ખરેખર તમારી મદદ કરવા માંગે છે.’

વિમ્બલડન ટુર્નામેન્ટમાંથી પતિને વીડિયો કોલ કર્યો

પ્રિયંકા ચોપરા તાજેતરમાં વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટની મેચ જોવા પહોંચી હતી. તે મહિલા સિંગલ્સની સેમિફાઇનલ મેચ દરમિયાન ફ્રન્ટ રોમાં બેઠેલી જોવા મળી હતી, જ્યાં કોકો ગૉફ અને કેરોલિના મુચોવા વચ્ચે મુકાબલો ચાલી રહ્યો હતો.

પ્રિયંકાએ સ્ટેડિયમમાંથી જ તેના પતિ અને અમેરિકન સિંગર નિક જોનાસને ફેસટાઇમ પર વીડિયો કૉલ કર્યો અને તેને વિમ્બલ્ડનનો લાઇવ ટૂર કરાવ્યો. સોશિયલ મીડિયા પર તેના આ વીડિયો કૉલ અને સ્ટાઇલિશ લુકની ઘણી ચર્ચા થઈ રહી છે. આ મેચ દરમિયાન પ્રિયંકા સાથે ઘણી હોલીવુડ હસ્તીઓ પણ હાજર હતી.

પ્રિયંકા ચોપરા વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટની મેચ જોવા પહોંચી હતી.

પ્રિયંકા ચોપરા વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટની મેચ જોવા પહોંચી હતી.

પ્રિયંકા મેચ દરમિયાન ઘણી ઉત્સાહિત જોવા મળી હતી.

પ્રિયંકા મેચ દરમિયાન ઘણી ઉત્સાહિત જોવા મળી હતી.

પ્રિયંકાએ કોકો ગૉફ અને કેરોલિના મુચોવા વચ્ચેનો મુકાબલો નિહાળ્યો.

પ્રિયંકાએ કોકો ગૉફ અને કેરોલિના મુચોવા વચ્ચેનો મુકાબલો નિહાળ્યો.

નિક જોનાસને વીડિયો કૉલ કરીને મેચ બતાવી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકા ચોપરા જેવી સ્ટેન્ડ્સ તરફ આગળ વધી રહી હતી, તેણે ત્યાં હાજર હોલીવુડ એક્ટ્રેસ સિન્થિયા એરિવો સાથે મુલાકાત કરી અને તેમનું અભિવાદન કર્યું. ત્યારબાદ તે પોતાની સીટ પર બેસી ગઈ. તેનું સંપૂર્ણ ધ્યાન મેચ પર જ હતું.

મુકાબલો જોતી વખતે જ તેણે પોતાનો ફોન કાઢ્યો અને પતિ નિક જોનાસને ફેસટાઇમ કોલ કર્યો. તેણે નિકને ત્યાંનું વાતાવરણ બતાવ્યું અને મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ આપ્યા. આ દરમિયાન તે મેચની રોમાંચક પળો પર ખૂબ જ ઉત્સાહિત થઈને પ્રતિક્રિયા આપતા જોવા મળી.

પ્રિયંકાએ પતિ નિકને વીડિયો કોલ કરીને મેચ દેખાડ્યો.

પ્રિયંકાએ પતિ નિકને વીડિયો કોલ કરીને મેચ દેખાડ્યો.

ઘણી મોટી હસ્તીઓ સાથે જોવા મળી સ્ટેડિયમમાં પ્રિયંકા ચોપરા સાથે અન્ય ઘણી જાણીતી હસ્તીઓ પણ મેચનો આનંદ માણી રહી હતી. તેની સાથે લેડી હેલેન ટેલર, એક્ટ્રેસ લિલી જેમ્સ, પૂર્વ રોયલ બેલે પ્રિન્સિપાલ ડાર્સી બસેલ, એક્ટ્રેસ એના મેક્સવેલ માર્ટિન અને બ્રોડકાસ્ટર એમિલી મેટલીસ જેવી હસ્તીઓ હાજર હતી. પ્રિયંકા આ ખાસ રમતગમતના કાર્યક્રમમાં ખૂબ જ સ્ટાઇલિશ આઉટફિટમાં પહોંચી હતી, જેના ફોટા ઇન્ટરનેટ પર સામે આવ્યા છે.

પ્રિયંકાની સાથે ઘણા અન્ય સેલેબ્સ પણ હાજર રહ્યા.

પ્રિયંકાની સાથે ઘણા અન્ય સેલેબ્સ પણ હાજર રહ્યા.

‘વારાણસી’ થી 8 વર્ષ પછી ભારતીય સિનેમામાં વાપસી પ્રિયંકા ચોપરાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે જલ્દી જ એસએસ રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં જોવા મળવાની છે. આ ફિલ્મમાં તેની સાથે સાઉથ સ્ટાર મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકાઓમાં હશે. આ ફિલ્મ દ્વારા પ્રિયંકા લગભગ 8 વર્ષ પછી ભારતીય સિનેમામાં વાપસી કરી રહી છે.

આ ફિલ્મ ગ્લોબલ સક્સેસ ‘RRR’ પછી રાજામૌલીની આગામી મોટી ફિલ્મ છે. રિપોર્ટ્સ અનુસાર, આ એક એક્શન-એડવેન્ચર ફિલ્મ છે, જેને 1000 કરોડ રૂપિયાના મોટા બજેટ સાથે બનાવવામાં આવી રહી છે.

Leave A Comment