Pune Ketan Aggarwal Murder Case Update; Fiancee Siya Confesses Crime Actress Hina Khan Reacts Photos VIDEOS

Last Updated: June 26, 2026By

  • Gujarati News
  • Entertainment
  • Pune Ketan Aggarwal Murder Case Update; Fiancee Siya Confesses Crime Actress Hina Khan Reacts Photos VIDEOS

20 કલાક પેહલા

  • કૉપી લિંક

પુણેમાં થયેલા કેતન અગ્રવાલના મર્ડર કેસમાં તેની મંગેતર સિયાએ હત્યાની વાત કબૂલી લીધી છે. દેશભરમાં ચર્ચામાં રહેલા આ કેસ પર એક્ટ્રેસ હિના ખાને પણ પ્રશ્ન ઉઠાવ્યા છે. તેનું કહેવું છે કે, સિયા ઈચ્છતી તો હત્યા કરવાને બદલે સાચું કહીને સંબંધ પૂરો કરી શકતી હતી. હિના ઉપરાંત એક્ટ્રેસ આંચલ ખુરાનાએ ગુસ્સે થઈને કહ્યું છે કે સિયાને પણ તે જ રીતે ખીણમાંથી ફેંકી દેવી જોઈએ, જે રીતે તેણે કેતનને ફેંક્યો હતો.

હિના ખાને પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે કે, ‘આજના સમયમાં સાચું સાંભળવું અને સાચું કહેવું એટલું મુશ્કેલ બની ગયું છે કે લોકો કોઈનો જીવ લેવા પણ તૈયાર છે. તું (સિયા) ફક્ત એક સત્ય બોલીને તેને છોડી શકતી હતી અને કોઈ પણ XYZ સાથે રહી શકતી હતી. કેમ? અફસોસ.’

હિના ખાનની પોસ્ટ.

હિના ખાનની પોસ્ટ.

એક્ટ્રેસ આંચલ ખુરાના બોલી – ‘તેને પણ ધક્કો મારી દો’

આ મામલે આંચલ ખુરાનાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને કહ્યું- ‘એક કરોડપતિ પિતાના દીકરાના એક કરોડપતિ પિતાની દીકરી સાથે અરેન્જ મેરેજ નક્કી થાય છે. બંને પરિવારો ખૂબ જ નજીક હતા, તેથી તેણે બાળકોના લગ્ન નક્કી કરી દીધા, પરંતુ દીકરીનું ચેતન સાથે અફેર હતું. તમે આ વાત તમારા માતા-પિતાને કહી શકતા હતા, તમારા મંગેતરને કહી શકતા હતા, પરંતુ તેણે તેને ખીણમાંથી ધક્કો મારી દેવાનું પસંદ કર્યું…’

મહિલા-પુરુષનો નહીં, માનવતાનો મામલો

એક્ટ્રેસ કહ્યું કે, ‘આ મામલો મહિલા કે પુરુષનો નહીં, પરંતુ માનવતા અને નૈતિકતાનો છે.’ તેણે સવાલ ઉઠાવ્યો કે, ‘સંબંધોમાં મતભેદ હોવા છતાં લોકો વાતચીત કરવાને બદલે હિંસાનો રસ્તો શા માટે પસંદ કરી રહ્યા છે?’ તેણે એમ પણ કહ્યું કે, ‘કોઈની સામે અત્યાચાર ન તો પુરુષો પર થવો જોઈએ અને ન તો મહિલાઓ પર. સિયાએ તેની હત્યા કરવાનું પસંદ કર્યું, પરંતુ તેમાં એટલી હિંમત નહોતી કે તે પોતાના માતા-પિતાને કહી દે.’

આંચલ ખુરાના 'સપને સુહાને લડકપન કે', 'ઝિંદગી કી મહેક', 'સાવધાન ઇન્ડિયા' સહિતના ટીવી શોમાં જોવા મળી છે.

આંચલ ખુરાના ‘સપને સુહાને લડકપન કે’, ‘ઝિંદગી કી મહેક’, ‘સાવધાન ઇન્ડિયા’ સહિતના ટીવી શોમાં જોવા મળી છે.

આંચલે અંતમાં કહ્યું કે- ‘તેને પણ એ જ સજા મળવી જોઈએ કે તેને એ જ ખાઈમાંથી ધક્કો મારીને ત્યાં જ ખતમ કરી દેવી જોઈએ. કોઈ કોર્ટ કેસ થવો ન જોઈએ.’

શું છે આખો મામલો?

પુણે ગ્રામીણ પોલીસ અનુસાર, ’18 જૂને મહારાષ્ટ્રના લોહગઢ કિલ્લા પર ફરવા દરમિયાન કેતન અગ્રવાલ લગભગ 400 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયા હતા. શરૂઆતની તપાસમાં તેને અકસ્માત માનવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં ટેકનિકલ પુરાવાઓ, સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે તપાસની દિશા બદલાઈ.’

કેતન અને સિયાનો જૂનો વીડિયો.

કેતન અને સિયાનો જૂનો વીડિયો.

પોલીસનો દાવો છે કે, કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરી વચ્ચે છેલ્લા લગભગ એક વર્ષથી સંબંધો હતા અને બંનેએ કથિત રીતે આ ગુનાનું કાવતરું ઘડ્યું હતું. તપાસ દરમિયાન પોલીસે એવો પણ દાવો કર્યો છે કે, આ પહેલા પણ કેતનને નુકસાન પહોંચાડવાનો કથિત પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કેતનના પિતા વિશાલ અગ્રવાલે આ મામલે ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે અને તેની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરાવવાની માંગ કરી છે. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કથિત કાવતરામાં અન્ય લોકો પણ સામેલ હતા કે નહીં. મામલાની તપાસ ચાલુ છે.