Pushpa Director Sukumar Working on RC17 Script; Ram Charan Film Delayed
મુંબઈ21 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુપરસ્ટાર રામ ચરણ આ દિવસોમાં ફિલ્મ ‘પેડ્ડી’ની સફળતાની ઉજવણી કરી રહ્યા છે. 4 જૂને રિલીઝ થયેલી આ ફિલ્મ વિશ્વ સ્તરે 300 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરી ચૂકી છે. હવે તે ફિલ્મ ‘RC17’માં જોવા મળશે. જેનું નિર્દેશન અલ્લુ અર્જુનની ‘પુષ્પા ફ્રેન્ચાઇઝના નિર્દેશક’ સુકુમાર કરશે.
ફિલ્મની પટકથા પર હજુ પણ કામ ચાલી રહ્યું છે. તેથી, તેને ફિલ્મ બનાવવા માટે સમય જોઈએ છે. રિપોર્ટ્સ અનુસાર ‘RC17’ને સેટ પર લઈ જવા માટે સુકુમારને હજુ થોડો સમય જોઈશે. તે પટકથાના દરેક પાસાને બારીકાઈથી સુધારી રહ્યા છે. આ પ્રક્રિયામાં કોઈ ઉતાવળ કરવા માંગતા નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પ્રોજેક્ટના આગલા તબક્કાની જાહેરાત કરતા પહેલા વાર્તાને સંપૂર્ણપણે તૈયાર કરવા માંગે છે.’

રામ ચરણને વધારાનો સમય મળશે
RC17 ના વિલંબથી રામને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફાયદો થઈ શકે છે. અહેવાલો અનુસાર, એક્ટર કાંડાની ઈજાથી પીડાઈ રહ્યો છે અને હાલમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહ્યો છે. આ વધારાનો સમય તેને કોઈ અન્ય મોટી ફિલ્મ પર કામ શરૂ કરતા પહેલાં સંપૂર્ણપણે સ્વસ્થ થવામાં મદદ કરી શકે છે. ‘RC17’ ની જાહેરાત માર્ચ 2024 માં કરવામાં આવી હતી.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


