Rajkot News: જિલ્લા સંગઠનમાં અનેક નવા ચહેરાઓને સ્થાન મળ્યું, કેટલાકને રીપીટ કરાયા

Last Updated: January 28, 2026By

ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં ખાસ કરીને વિશેષ આમંત્રિત સભ્યો અને જૂના જોગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં રાજકોટના જૂના જોગીઓને સ્થાન આપવામાં આવ્યું છે. રાજકોટ ભાજપમાં મહત્વની ભૂમિકા ભજવતા બે નેતાઓ ઘણા સમયથી સંગઠનથી દૂર હતાં. આ બંને નેતાઓને કારોબારીમાં સ્થાન મળતાં સંગઠનમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા શહેર ભાજપમાં નવસંચાર થયો છે. હવે જિલ્લા ભાજપ સંગઠનનું માળખુ જાહેર કરાયું છે.

મહામંત્રી, ઉપ પ્રમુખ સહિત 6 અગ્રણીઓ રીપીટ

રાજકોટ જિલ્લા ભાજપ સંગઠનમાં ઉપપ્રમુખ, મહામંત્રીઓ,સહિત અનેક હોદ્દેદારો રીપીટ કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ મહામંત્રી પદે નરેન્દ્રસિંહ જાડેજા યથાવત,હરેશ હેરભા તથા રવિ માંડલિયા મહામંત્રી પદે યથાવત, નામોની ચર્ચાઓ વચ્ચે જુનાને રીપીટ કરવામાં આવ્યા છે. મહામંત્રી, ઉપ પ્રમુખ સહિત 6 અગ્રણીઓ રીપીટ કરાયા છે. જિલ્લા સંગઠનમાં અનેક નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે.આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નવું માળખું જાહેર કરાયું છે. જ્ઞાતિગત સમીકરણોને ધ્યાને લઈને નવુ માળખું જાહેર કરાયું છે.

આ પણ વાંચોઃ Rajkot News : રાજકોટ શહેર ભાજપ સંગઠન માળખાને લઇ તૈયારીઓ, નવા અને યુવા ચહેરાઓને સ્થાન મળે તેવી શકતાઓ