Rajkot News : કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકારણમાં લીધી નિવૃત્તિ : સૂત્ર, સૌરાષ્ટ્રની રાજનીતિના સૌથી મોટા સમાચાર
સક્રિય રાજકારણમાંથી ઇન્દ્રનીલે નિવૃત્તિ જાહેર કરી છે તેવી વાત સૂત્રો તરફથી સામે આવી છે અને ઈન્દ્રનીલ રાજગુરૂએ આ મામલે મોવડી મંડળને પણ જાણ કરી છે, રાજકીય કારર્કિદીમાં સ્વૈચ્છિક નિવૃતિ જાહેર કરતા ઇન્દ્રનીલ રાજયગુરૂ. ઈન્દ્રનીલ રાજયગુરૂ ઘણા વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હતા.
સૌરાષ્ટ્રની રાજનીતિના સૌથી મોટા સમાચાર
ગુજરાતના સૌરાષ્ટ્રની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલે રાજનીતિમાંથી સન્યાસ લીધો છે, તેમણે કહ્યું કે, હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું અને હાલમાં કોઈ અન્ય પક્ષ સાથે જોડાઈશ નહી, ત્યારે કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે તેજ સમયે કોંગ્રેસને ફટકો પડયો છે, ઈન્દ્રનીલને પીઢ નેતા તરીકે ગણવામાં આવે છે. તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અલગ અલગ સાત કમિટીઓની રચના કરી હતી.
કોર્પોરેશનની ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસને મોટો ઝડટોક
રાજકોટ કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ રાજકીય ક્ષેત્રમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરી છે. વર્ષ 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ રાજકોટ-પૂર્વ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2018માં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને બાદમાં 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ફરીથી કોંગ્રેસમાં પરત ફર્યા હતા. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે પોતાની બેઠક છોડીને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે રાજકોટ-પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી હતી જેમાં તેમની હાર થઈ હતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

