Rajkot News : ભાજપ માટે ખુદના પેટ્રોલ બાળી રાત દિવસ એક કર્યા છતાં કદર ના કરી, પ્રદેશ પ્રમુખ સમક્ષ મહિલા રડી પડી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. આજથી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા ચાલશે. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોમાં કાર્યકરોની ટિકિટ કપાતા ભાવુક દ્રશ્યો સામે આવ્યા હતાં. રાજકોટમાં ટિકિટ નહીં મળતાં મહિલા કાર્યકર ભાવુક થયા હતાં. ઓબીસી સમાજમાં ટિકિટ નહીં મળતાં તેઓ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં ભાવુક થયા હતાં.
ખુદના પેટ્રોલ બળ્યા છે છતાં પાર્ટીએ કદર નથી કરી
રાજકોટમાં આજે ઉમેદવારોને શપથ લેવડાવવામાં આવ્યા હતાં. આ દરમિયાન એક મહિલા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં ભાવુક થયા હતાં. ઓબીસી સમાજમાં ટિકિટ નહીં મળતાં મહિલા રડી પડ્યા હતાં. ધારાસભ્ય દર્શિતા શાહે મામલો થાળે પાડ્યો હતો. પ્રજ્ઞા પિઠડિયાએ ઓબીસી સમાજમાંથી ટિકિટ માંગી હતી. તેઓ છેલ્લા દોઢ દાયકાથી ભાજપમાં સક્રિય છે. તેમણે કહ્યું હતું કે, ભાજપ માટે રાત દિવસ એક કર્યા, ખુદના પેટ્રોલ બાળ્યા છતાં પાર્ટીએ કદર ના કરી.
આ પણ વાંચોઃ Surat News : ભાજપે 27 પરપ્રાંતિયોને ટિકિટ આપી, મરાઠી અને રાજસ્થાની ઉમેદવારો મેદાનમાં
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

