Ramayan Film Hindi Distribution Rights Demand ₹450 Crore; King Record May Break

Last Updated: May 22, 2026By

9 કલાક પેહલા

  • કૉપી લિંક

રણબીર કપૂર અને સાઈ પલ્લવીની મલ્ટીસ્ટારર ફિલ્મ રામાયણ ઘણા મોટા રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે. ફિલ્મે પહેલાથી જ 700 કરોડ રૂપિયાની OTT ડીલ ઠુકરાવી દીધી છે, જેના પછી હવે રિપોર્ટ્સ છે કે આ પાન ઇન્ડિયા ફિલ્મના માત્ર હિન્દી ડિસ્ટ્રિબ્યુશનના રાઇટ્સની ડીલ 450 કરોડમાં કરવામાં આવી રહી છે.

વેરાયટી ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, ફિલ્મ રામાયણના હિન્દી વર્ઝનના ડિસ્ટ્રિબ્યુશન માટે ફિલ્મના પ્રોડ્યુસર્સ 450 કરોડ રૂપિયાની માંગ કરી રહ્યા છે. જ્યારે અત્યાર સુધીના સૌથી મોંઘા ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ શાહરુખ ખાનની આગામી ફિલ્મ કિંગના 250 કરોડમાં વેચાયા છે. જો આ ફિલ્મ 450 ને બદલે 300 કરોડ સુધીમાં પણ ડીલ કરે છે, તો તે બોલિવૂડના ઇતિહાસની સૌથી મોટી ડિસ્ટ્રિબ્યુશન ડીલ બની જશે.

બે ભાગમાં રિલીઝ થશે રામાયણ

બે ભાગમાં રિલીઝ થશે રામાયણ

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અનિલ થડાણી અને જયંતિલાલ ગડા જેવા કેટલાક ડિસ્ટ્રીબ્યુટર્સનું માનવું છે કે એક ફિલ્મના માત્ર હિન્દી ડિસ્ટ્રીબ્યુશન માટે 450 કરોડ લેવા એ મોટી કિંમત છે. તેણે નિર્માતાઓને તેમાં ઘટાડો કરવા પર વિચાર કરવાની સલાહ આપી છે. જોકે, ફિલ્મના મેકર્સને ફિલ્મની સફળતા પર પૂરો ભરોસો છે અને તે આ રકમ પર અડગ છે.

હાલમાં મેકર્સની કરણ જોહરના ધર્મા પ્રોડક્શન, AA ફિલ્મ્સ અને પેન સ્ટુડિયોના પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા સાથે આ ડીલ પર વાતચીત ચાલી રહી છે.

ફિલ્મમાં વર્લ્ડ-કલાસ લેવલનું VFX બતાવવામાં આવ્યુ છે

ફિલ્મમાં વર્લ્ડ-કલાસ લેવલનું VFX બતાવવામાં આવ્યુ છે

ટ્રેડ એક્સપર્ટ્સ અનુસાર, ફિલ્મ રામાયણ માત્ર ભારતમાં 1000થી 1500 કરોડ સુધીનું કલેક્શન કરીને ઇતિહાસ રચી શકે છે. જ્યારે વર્લ્ડવાઇડ તેના 2500 કરોડ સુધીની કમાણી થવાનો અંદાજ છે. ફિલ્મને મોટા પાયે તૈયાર કરવામાં આવી છે.

ફિલ્મ ‘રામાયણ’ સાથે જોડાયેલી મહત્વની વાતો-

  • ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી સીતા, યશ રાવણ, સની દેઓલ હનુમાન અને રવિ દુબે લક્ષ્મણના રોલમાં જોવા મળશે.
  • 1987ના ટીવી શો ‘રામાયણ’માં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ આ ફિલ્મમાં રાજા દશરથની ભૂમિકામાં જોવા મળશે.
  • ફિલ્મનું કુલ બજેટ લગભગ 4,000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, જે તેને ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાં સામેલ કરે છે.
  • ફિલ્મને નિતેશ તિવારી ડિરેક્ટ કરી રહ્યા છે, જેમણે સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ ‘દંગલ’ બનાવી હતી.
  • ફિલ્મનું સંગીત ઓસ્કર વિજેતા એ.આર. રહેમાન અને હોલિવૂડ કમ્પોઝર હેન્સ ઝિમર તૈયાર કરી રહ્યા છે.
  • ફિલ્મને નમિત મલ્હોત્રાના પ્રાઇમ ફોકસ સ્ટુડિયો, DNEG અને યશના મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ બનાવી રહ્યા છે. ફિલ્મ IMAX પર રિલીઝ થશે.
  • ફિલ્મના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX)નું કામ ઓસ્કર વિજેતા સ્ટુડિયો DNEG અને પ્રાઇમ ફોકસ સંભાળી રહ્યા છે.
  • ફિલ્મને બે ભાગમાં રિલીઝ કરવામાં આવશે. પ્રથમ ભાગ દિવાળી 2026 અને બીજો ભાગ દિવાળી 2027માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

જુઓ ફિલ્મ રામાયણની ખાસ ઝલક-

Leave A Comment