RCB Wins IPL 2026 Title in Ahmedabad; Virat Kohli Celebration
- Gujarati News
- Sports
- Cricket
- RCB Wins IPL 2026 Title In Ahmedabad; Virat Kohli Celebration | Anushka Sharma Flying Kiss Top 27 Moments Of IPL
સ્પોર્ટ્સ ડેસ્ક3 દિવસ પેહલા
- કૉપી લિંક
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બીજી વખત IPLનું ટાઇટલ જીત્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ટીમે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું. જીતની સાથે જ મેદાન પર ઉજવણીનો એવો સિલસિલો શરૂ થયો, જેણે કરોડો ક્રિકેટ ચાહકોને ભાવુક કરી દીધા.
કેપ્ટન રજત પાટીદારે ટ્રોફી ઉઠાવતા પહેલા તેને કિસ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી. જ્યારે વિરાટ કોહલીએ કેપ્ટનને ગળે લગાડીને અભિનંદન આપ્યા. બીજી તરફ યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી જ્યારે પોતાનો એવોર્ડ લેવા મંચ પર પહોંચ્યા, ત્યારે સ્ટેડિયમ તાળીઓથી ગુંજી ઉઠ્યું.
ફાઇનલમાં જીત બાદ ખેલાડીઓનો પરિવાર સાથેનો જશ્ન અને ટ્રોફી સાથેની યાદગાર તસવીરો જેવા અનેક પળો IPL 2026ને હંમેશા માટે ખાસ બનાવી ગયા. ચાલો નજર કરીએ સિઝનની આવી જ સૌથી યાદગાર મોમેન્ટ્સ પર…
બેંગલુરુ-ગુજરાત ફાઇનલના 8 PHOTO’s

ચેમ્પિયન બન્યા બાદ બેંગલુરુની ટીમ ઉજવણી કરતી.

સતત બીજી વખત ખિતાબ જીત્યા બાદ બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે ટ્રોફીને કિસ કરી.

જીત બાદ જિતેશે ટ્રોફીના ઓવારણાં લીધા

વિરાટ કોહલીએ ફાઇનલ જીત્યા બાદ રજત પાટીદારને ગળે લગાવ્યો.
જીત બાદ અનુષ્કાએ વિરાટને ફ્લાઇંગ કિસ આપી

ટ્રોફી જીત્યા બાદ કોહલીએ અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું.

ગુજરાતની હાર બાદ કેપ્ટન શુભમન ગિલ નિરાશ દેખાયો.

વૈભવ સૂર્યવંશી એવોર્ડ લેવા અમદાવાદ પહોંચ્યો. તેને કુલ 5 એવોર્ડ મળ્યા.
સીઝનની ટોપ મોમેન્ટ્સ…
ફાઇનલ, જય શાહે વૈભવ સૂર્યવંશીનો નંબર લીધો હોવાની અટકળો
સોશિયલ મીડિયા પર આ ફોટો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં જય શાહ વૈભવને ફોન આપી રહ્યા છે અને પછી વૈભવ ફોનમાં ટાઇપ કરતો નજરે પડ્યો, એટલે યુઝર્સ એવો અંદાજ લગાવી રહ્યા છે કે તેમણે સૂર્યવંશીનો ફોન નંબર લીધો છે.
વૈભવે કોહલીને પ્રણામ કર્યા, વિરાટે તેના ખભે હાથ રાખીને કંઈક સલાહ આપી
IPL ચેમ્પિયન બન્યા બાદ વિરાટ કોહલીની મુલાકાત વૈભવ સૂર્યવંશી સાથે થઈ હતી. વૈભવને જોઈને વિરાટ કોહલીએ તેને ભેટ્યો હતો. બીજી તરફ, 15 વર્ષના વૈભવે હાથ જોડીને કિંગ કોહલીને પ્રણામ પણ કર્યા હતા, જેની તસવીર અત્યારે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.

કોહલીને જોઈને વૈભવે પ્રણામ કર્યા. (ફોટો- સોશિયલ મીડિયા)
મેચ-1, ભાગદોડમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

સીઝનની પ્રથમ મેચમાં બેંગલુરુ-હૈદરાબાદની ટીમો અને દર્શકોએ 2 મિનિટનું મૌન પાળ્યું. ગયા વર્ષે 4 જૂને RCBની વિક્ટરી પરેડ દરમિયાન ભાગદોડમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેને શ્રદ્ધાંજલિ આપવા માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 11 ખુરશીઓ ખાલી રાખવામાં આવી હતી.
મેચ-10, ઈશાનના બોલ્ડ પર ગોએન્કાએ ભગવાનની તસવીર માથા પર લગાવી

લખનઉના ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવે હૈદરાબાદના ઈશાન કિશનને 1 રન પર બોલ્ડ કર્યો. આ ખુશીમાં LSGના માલિક સંજીવ ગોએન્કાએ ભગવાનની તસવીર કપાળે લગાવી લીધી.
મેચ-11, બેંગલુરુ સ્ટેડિયમમાં દ્રવિડ-કુંબલેના સ્ટેન્ડ્સ

બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પૂર્વ ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડ અને અનિલ કુંબલેના નામ પર સ્ટેન્ડ્સ બનાવવામાં આવ્યા. સમારોહમાં બંને ખેલાડીઓ પરિવાર સહિત સામેલ થયા.
મેચ-13, વરસાદને કારણે મેચ 2 કલાક 40 મિનિટ મોડી શરૂ થઈ
મુંબઈ-રાજસ્થાનનો મુકાબલો નિર્ધારિત સમય કરતાં 2 કલાક 40 મિનિટ મોડો શરૂ થયો. બાદમાં 11-11 ઓવરની મેચ થઈ. જેમાં રાજસ્થાને 27 રનથી જીત નોંધાવી.
મેચ-16, કોહલીએ સૂર્યવંશીને ઓટોગ્રાફ આપ્યો

બેંગલુરુ સામે 78 રનની ઇનિંગ્સ રમવા બદલ વૈભવ સૂર્યવંશીને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો. મેચ પછી કોહલીએ વૈભવની કેપ પર ઓટોગ્રાફ આપતા લખ્યું, ડિયર વૈભવ, વેલ ડન.
મેચ-21, ફ્લડ લાઇટ બંધ થઈ, દર્શકોએ ફ્લેશ લાઇટ ચાલુ કરી

રાજસ્થાન-હૈદરાબાદ મેચમાં ફ્લડ લાઇટ બંધ થતાં મેદાન પર અંધારું છવાઈ ગયું અને રમત રોકવી પડી. આ દરમિયાન દર્શકોએ મોબાઈલ ફ્લેશ ચાલુ કરી.
મેચ-24, શ્રેયસના શાનદાર કેચથી હાર્દિક આઉટ

મુંબઈ-પંજાબ મેચમાં શ્રેયસ અય્યરે હાર્દિક પંડ્યાનો શાનદાર કેચ પકડ્યો. શ્રેયસે છલાંગ લગાવીને બાઉન્ડરી પર બોલ પકડ્યો અને પાસે ઉભેલા ઝેવિયર બાર્ટલેટ તરફ ઉછાળી દીધો, જેમણે કેચ પૂરો કર્યો.
મેચ-25, ગ્રીનની સિક્સ કાર પર વાગી, ગાડી પર ડેન્ટ આવ્યો

ગુજરાત સામે કોલકાતાના કેમરન ગ્રીને સિક્સર ફટકારી. બોલ ‘ટાટા સિયેરા’ કાર પર વાગ્યો, જેનાથી ગાડી પર ડેન્ટ પડી ગયો.
મેચ-35, એન્ગિડીના માથામાં ઈજા થઈ, મેદાન પર એમ્બ્યુલન્સ આવી

દિલ્હી-પંજાબ મેચમાં પ્રિયાંશ આર્યનો કેચ પકડવાના પ્રયાસમાં ફાસ્ટ બોલર લુંગી એન્ગિડી પડી ગયો. તેનું માથું જોરથી જમીન સાથે અથડાયું, ત્યારબાદ મેદાન પર એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને તેને હોસ્પિટલ મોકલ્યો હતો.
મેચ-38, રઘુવંશીને ફિલ્ડિંગમાં અવરોધ ઊભો કરવા બદલ આઉટ આપ્યો

કોલકાતાના અંગક્રિશ રઘુવંશી લખનઉ સામે ક્રિઝમાં ડાઇવ લગાવતી વખતે મોહમ્મદ શમીના થ્રો પર બોલની લાઇન પર આવી ગયો. ત્યારબાદ તેને ‘ફિલ્ડિંગમાં અવરોધ’ બનવા બદલ ‘ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ’ આઉટ આપ્યો હતો.
મેચ-38, શમીએ છગ્ગો મારી મેચને સુપર ઓવરમાં પહોંચાડી

કોલકાતા સામે લખનઉને જીતવા માટે છેલ્લી બોલ પર 7 રન બનાવવાના હતા. મોહમ્મદ શમીએ કાર્તિક ત્યાગીની બોલ પર સિક્સર ફટકારીને મેચ ટાઈ કરાવી દીધી. સુપર ઓવરમાં આ મેચ કોલકાતાએ જીતી હતી.
મેચ-39, ધૂળની ડમરીઓ ઉડતાં રમત રોકી

બેંગલુરુ સામે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ધૂળની ડમરી ઉડતાં રમત અટકી ગઈ. ખેલાડીઓ બચવા માટે પાછળ ફરીને ઊભા રહી ગયા.
મેચ-40, ડ્રેસિંગ રૂમમાં રિયાન પરાગ ઈ-સિગારેટ પીતા પકડાયો

28 એપ્રિલના રોજ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી IPL 2026 ની 40મી મેચ દરમિયાન RR કેપ્ટન રિયાન પરાગ વેપ એટલે કે ઈ-સિગારેટ પીતા કેમેરામાં કેદ થયો, જે બાદ ભારે વિવાદ સર્જાયો.
મેચ-42, પાટીદારને આઉટ આપવાના TV અમ્પાયરના નિર્ણયથી નારાજ દેખાયો કોહલી

બેંગલુરુના રજત પાટીદાર ગુજરાત સામે જેસન હોલ્ડરને કેચ આપી બેઠો. ડગ આઉટમાં બેઠેલા કોહલી અમ્પાયરના નિર્ણયથી નારાજ દેખાયો. તેનું માનવું હતું કે કેચ ક્લીન નથી, જમીનને અડી ગયો છે.
મેચ-46, રબાડાએ ગુલાટી મારીને સેલિબ્રેશન કર્યું

પંજાબ સામે ગુજરાતના કગિસો રબાડાએ સૂર્યાંશ શેડગેને વિકેટકીપર જોસ બટલરના હાથે કેચ આઉટ કરાવ્યો. આ પછી રબાડાએ મેદાન પર ગુલાટી મારીને જશ્ન મનાવ્યો.
મેચ-50, કોહલીને પ્રિન્સ યાદવે ઝીરો પર બોલ્ડ કર્યો

લખનઉના પ્રિન્સ યાદવે કોહલીને ઝીરો પર બોલ્ડ કરી દીધો. ઓફ સ્ટમ્પની બહાર પિચ થયેલી બોલને કોહલીએ ડિફેન્સ કરી, પરંતુ બોલ અંદર આવી અને ઓફ સ્ટમ્પ ઉખડી ગયો.
મેચ-53, ઉર્વિલે 13 બોલ પર ફિફ્ટી લગાવીને પર્ચી કાઢી, લખ્યું- પપ્પા આ તમારા માટે

ચેન્નઈના ઉર્વિલ પટેલે લખનૌ સામે 13 બોલમાં ફિફ્ટી ફટકારીને IPLમાં સૌથી ઝડપી ફિફ્ટીના રેકોર્ડની બરાબરી કરી. આ પછી તેણે પહેલા હાથ જોડ્યા અને ગુજરાતીમાં એક ચીઠ્ઠી લખી હતી.
મેચ-63, ધોનીએ ગ્રુપ ફોટોશૂટ કરાવ્યું

ચેપોકમાં ચેન્નઈની છેલ્લી લીગ મેચ દરમિયાન એમએસ ધોની ઇનિંગ્સ બ્રેકમાં મેદાન પર આવ્યો. તેણે ટીમ સાથે ગ્રુપ ફોટો પડાવ્યો અને પછી ડ્રેસિંગ રૂમમાં પરત ફર્યો. ધોની આ સીઝનમાં એક પણ મેચ રમ્યો નથી.
મેચ-67, કોહલી-હેડ વચ્ચે બોલાચાલી, મેચ પછી હાથ ન મિલાવ્યો

બેંગલુરુ-હૈદરાબાદ મેચમાં કોહલી અને ટ્રેવિસ હેડ વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ. મેચ પછી કોહલીએ હેડ સાથે હેન્ડશેક પણ ન કર્યો. હેડે હાથ આગળ વધાર્યો, પરંતુ કોહલી તેમને અવગણીને આગળ નીકળી ગયો.
મેચ-68, ચાહકોએ ચીયરલીડર સાથે ગેરવર્તન કર્યું

લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ દરમિયાન કેટલાક ચાહકોએ ચીયરલીડર સાથે ગેરવર્તન કર્યું. ફરિયાદ બાદ પોલીસકર્મીઓએ ચાહકોને ઠપકો આપ્યો.
મેચ-69, સૂર્યાએ કાગળનું પ્લેન બનાવીને ઉડાડ્યું

મુંબઈની છેલ્લી લીગ મેચમાં વાનખેડે સ્ટેડિયમમાં રિલાયન્સની ઝુંબેશ હેઠળ 20 હજાર બાળકો મેચ જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવ ગ્રાઉન્ડ પર કાગળનું પ્લેન બનાવીને ઉડાડતો જોવા મળ્યો.
એલિમિનેટર, વૈભવ 97 રન પર આઉટ થયો, સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો

હૈદરાબાદ સામે વૈભવ આઉટ થતાં જ સ્ટેડિયમમાં પિન ડ્રોપ સાયલન્સ છવાઈ ગયું. વૈભવ 97 રન પર હતો, ત્યારે થર્ડ મેન પર કેચ આપી બેઠો. તેની વિકેટ પડતાં જ બધા દર્શકો નિરાશ થઈ ગયા.
ક્વોલિફાયર-1 અને 2, સુદર્શન સતત બે મેચમાં હિટ-વિકેટ આઉટ થયો

સાઈ સુદર્શન સતત બે મેચમાં ક્વોલિફાયર-1માં બેંગલુરુ અને ક્વોલિફાયર-2માં રાજસ્થાન સામે હિટ-વિકેટ આઉટ થયા. બંને વખતે બોલ તેના બેટ સાથે અથડાઈને બાઉન્ડ્રી લાઇન બહાર ગયો, પરંતુ તેને ચોગ્ગો મળ્યો નહીં. કારણ – બંને વખત શોટ રમવાના પ્રયાસમાં તેના હાથમાંથી બેટ છૂટીને સીધું સ્ટમ્પ પર પડ્યું.
ક્વોલિફાયર-2, હાર બાદ સૂર્યવંશી રડ્યો

ગુજરાત સામે ક્વોલિફાયર-2માં 7 વિકેટની હાર સાથે રાજસ્થાન IPL 2026માંથી બહાર થઈ ગયું. મેચમાં 96 રન બનાવનાર વૈભવે હાર બાદ ઓરેન્જ કેપથી પોતાનો ચહેરો ઢાંકી દીધો. તે ડગઆઉટમાં રડતો જોવા મળ્યો.
————————————-
IPL 2026 ફાઇનલ સંબંધિત આ સમાચાર પણ વાંચો:
1. RCBના ફરી ચેમ્પિયન બનવાના 5 સિક્રેટ્સ: વન-મેન આર્મી નહીં પણ 8 મેચ વિનર્સ; કોહલીના 675 રન અને ભુવનેશ્વરની 28 વિકેટ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPLમાં પોતાની કહાની જ બદલી નાખી છે. જે ટીમને ક્યારેક ‘અન્ડરઅચીવર’ કહેવામાં આવતી હતી, તે જ હવે સતત બીજી વખત ચેમ્પિયન બની ગઈ છે. તેણે રવિવારે રમાયેલી ફાઇનલમાં ગુજરાતને 5 વિકેટથી હરાવીને IPL 2026ની ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
2. ગઢમાં ગુજરાતની હારની ઇનસાઇડ સ્ટોરી: અમદાવાદનો ‘પ્રિન્સ’ ગિલ ફેલ, પર્પલ કેપ હોલ્ડર રબાડા ફાઇનલમાં ધોવાયો; GT 5 કારણોના લીધે ટ્રોફી ચૂકી

સવાલ એ થાય છે કે આખરે શુભમન ગિલ એન્ડ કંપની ફાઇનલ જેવા મોટા મુકાબલામાં એકતરફી રીતે કેમ હારી ગઈ? આ આખી સીઝનમાં જે ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી, પણ ફાઇનલમાં જ ફ્લોપ શૉ જોવા મળ્યો. ચાલો, આપણે જોઈએ ગુજરાત ટાઇટન્સના હાથમાંથી ટ્રોફી સરકી જવાના 5 કારણો વિશે. સંપૂર્ણ સમાચાર વાંચો…
3. બેંગલુરુ સતત બીજી વખત IPL ચેમ્પિયન; ગુજરાતને 5 વિકેટે હરાવ્યું

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બીજી વખત IPL જીતી લીધું છે. તેણે રવિવારે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું. વિરાટ કોહલીએ 18મી ઓવરના છેલ્લા બોલ પર છગ્ગો ફટકારી ટીમને જીત અપાવી. કોહલી 75 રન બનાવી અણનમ રહ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો…
4. ગુજરાતના આ ધૂરંધરોએ આ વર્ષે ધૂમ મચાવી: જાડેજા-પંડ્યાએ દમદાર પરફોર્મન્સ આપ્યું, ઉર્વિલે ફેન્સના દિલ જીત્યા; બુમરાહ-હાર્દિક માટે આંચકારૂપ સીઝન રહી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની રોમાંચક સીઝન પૂરી થઈ છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ઇતિહાસ રચીને સતત બીજીવાર ટ્રોફી પોતાના નામે કરી છે. ક્રિકેટના આ સૌથી મોટા મહાકુંભમાં દર વખતની જેમ આ વર્ષે પણ ગુજરાતના ખેલાડીઓ પર ફેન્સની ખાસ નજર હતી. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની નવી પિંક જર્સીના લુકથી લઈને RCBને ચેમ્પિયન બનાવવામાં સિંહફાળો આપનારા કૃણાલ પંડ્યા સુધી, મેદાન પર આપણા પ્લેયર્સની કરિયરમાં ઘણા મોટા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. જોકે, આ સીઝન જેટલી રોમાંચક રહી, તેટલી જ કેટલાક સ્ટાર ખેલાડીઓ માટે ચોંકાવનારી પણ સાબિત થઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
5. રજત પાટીદારે ધોની અને રોહિતની બરાબરી કરી:કોહલીની સૌથી ઝડપી ફિફ્ટી, વૈભવ સૂર્યવંશીએ સીઝનમાં સૌથી વધુ 72 સિક્સર ફટકારી; ટૉપ-15 રેકોર્ડ્સ

IPL 2026 રેકોર્ડ્સવાળી સીઝન સાબિત થઈ. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બીજી વાર ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો. કેપ્ટન રજત પાટીદારે મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માના ખાસ ક્લબમાં સ્થાન મેળવ્યું. તે સતત બે ટ્રોફી જીતનાર ત્રીજો કેપ્ટન બન્યો. સંપૂર્ણ સમાચાર વાંચો…
6. IPL PRIZE MONEY: ચેમ્પિયન્સ પર કરોડોનો વરસાદ:રનર્સ-અપ ટીમને પણ બખ્ખા; 15 વર્ષના વૈભવે 5 એવોર્ડ્સમાં 40 લાખ સહિત કાર પણ જીતી

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ સતત બીજી સીઝનમાં IPLનું ટાઇટલ પોતાના નામે કર્યું. અમદાવાદમાં રમાયેલી ફાઈનલમાં RCBએ ગુજરાત ટાઇટન્સ (GT)ને 5 વિકેટે હરાવીને ટ્રોફી જીતી. ચેમ્પિયન બનવા પર RCBને ટ્રોફી સાથે 20 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની મળી, જ્યારે રનર-અપ ગુજરાત ટાઇટન્સને 12.5 કરોડ રૂપિયાથી સંતોષ માનવો પડ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


