Reliance and Meta to Build India’s Largest AI Data Center in Jamnagar | Gujarat News
ભારતના ડિજિટલ અને ટેકનોલોજીકલ ઇતિહાસમાં એક નવા અને ઐતિહાસિક પ્રકરણનો આરંભ થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ગ્લોબલ ટેક જાયન્ટ ‘મેટા’એ સંયુક્ત રીતે ગુજરાતના જામનગરમાં ભારતનું પ્રથમ અને અત્યંત આધુનિક AI ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક માઈલસ્ટોન સાબિત થશે.
પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ
આ ડેટા સેન્ટરની પ્રારંભિક ક્ષમતા 168MW નક્કી કરવામાં આવી છે, જેને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તબક્કાવાર વધારવામાં આવશે. રિલાયન્સ આ સમગ્ર પ્રોજેક્ટના એન્ડ-ટુ-એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનર તરીકે કાર્ય કરશે. જેમાં ડિઝાઇનથી લઈને બાંધકામ, પાવર સપ્લાય, રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ અને ઓપરેશનલ સેવાઓ જેવી તમામ જવાબદારી રિલાયન્સ નિભાવશે. આ સુવિધા મુખ્યત્વે મેટાની વિશાળ AI કમ્પ્યુટિંગ જરૂરિયાતોને ટેકો આપવા માટે ડિઝાઇન કરવામાં આવશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

