Sadhguru Isha Foundation Pilgrims Missing in Kailash Mansarovar Nepal
16 મિનિટ પેહલા
- કૉપી લિંક
નેપાળમાં બુધવારે સવારે આવેલા ભયાનક ફ્લેશ ફ્લડમાં સદગુરુના ઈશા ફાઉન્ડેશનના ઓછામાં ઓછા 77 યાત્રાળુઓ ગુમ થઈ ગયા છે. સદગુરુએ પોતાને બચાવ અભિયાનમાં સામેલ થવા માટે તૈયાર ગણાવ્યા છે. આ જ આફતમાં કોલકાતાથી કૈલાશ-માનસરોવર યાત્રા પર ગયેલો 32 સભ્યોનો સમૂહ પણ સંપર્કમાં નથી.
સદગુરુએ ઓનલાઈન પોસ્ટમાં જણાવ્યું કે તેમનો કાફલો તિબેટના કૈલાશ માનસરોવરથી પાછા ફરતી વખતે ગ્યિરોંગ (તિબેટ)ના ઇમિગ્રેશન કાર્યાલયમાં હતો. તેમણે વીડિયો શેર કરતા કહ્યું કે ચીનના તિબેટમાં ગ્યિરોંગમાં એક ભયાનક અને દુઃખદ પૂર આવ્યું છે. અમારા કૈલાશ સમૂહનાં સભ્યો તેમાં ફસાઈ ગયા હતા. પાછા ફરતી વખતે તેઓ ઇમિગ્રેશન કાર્યાલયમાં હતા ત્યારે પૂર આવ્યું અને ઇમારત અને શહેરનો મોટાભાગનો હિસ્સો જળમગ્ન થઈ ગયો.
સદગુરુએ કહ્યું કે ઇમિગ્રેશન કાર્યાલયમાં હાજર લોકોના ઠેકાણા વિશે કોઈ સત્તાવાર જાણકારી નથી. તેમના સ્વયંસેવકો અને સહાયતા દળ વ્યથિત છે અને બચાવમાં મદદ કરવાની પૂરી કોશિશ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે અમે અધિકારીઓ સાથે મળીને ઘટનાસ્થળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને બચાવ પ્રયાસોમાં સામેલ થવા તૈયાર છીએ, ભલે ગમે તેટલું જોખમ હોય.
સદગુરુ જગ્ગી વાસુદેવે ગ્યિરોંગ જવાની મંજૂરી માંગી
નેપાળમાં આવેલા વિનાશકારી પૂર બાદ ઘણા લોકો હજુ પણ લાપતા છે. આ દરમિયાન આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવે અધિકારીઓને તેમને અને કેટલાક સ્વયંસેવકોને તિબેટના ગ્યિરોંગ વિસ્તારમાં જવાની મંજૂરી આપવા અપીલ કરી છે.
સદગુરુ અનુસાર, તેમની યાત્રાના 21 સમૂહોમાંથી 495 લોકો સુરક્ષિત પાછા ફર્યા છે. 743 લોકો તિબેટમાં અને 148 નેપાળમાં છે. ત્રણ સ્વયંસેવકો નેપાળના તિમુરેમાં છે. ઇમિગ્રેશન કાર્યાલયમાં હાજર આ 77 લોકો નેપાળ ટુરિઝમ બોર્ડ દ્વારા ગુમ ગણાવવામાં આવેલા 105 ભારતીય કૈલાશ યાત્રાળુઓમાં સામેલ માનવામાં આવી રહ્યા છે. પૂર પ્રભાવિત ક્ષેત્રમાં કુલ ઓછામાં ઓછા 384 યાત્રીઓ ગુમ છે, જેમાં 291 વિદેશી અને 93 નેપાળી સામેલ છે.
ઈશા ફાઉન્ડેશનનાં ગુમ થયેલાં લોકોમાં 22 અમેરિકા, 12 કેનેડા, 11 ઓસ્ટ્રેલિયા, 9 યુકે, 4 જર્મની, 3 ફ્રાન્સ, 3 નેપાળ, 2 નેધરલેન્ડ્સ, 2 ન્યૂઝીલેન્ડ, 2 સિંગાપોર, 2 સ્પેન અને 1-1 ફિનલેન્ડ, હંગેરી, ઈઝરાયલ, લિથુઆનિયા, ફિલિપાઈન્સ, પોર્ટુગલ, રશિયા અને દક્ષિણ આફ્રિકાના છે.
સદગુરુએ કહ્યું કે, અમે ભારત અને નેપાળ બંનેમાં રહેલી આ બધા દેશોની એમ્બેસીને જાણ કરી દીધી છે. અમે પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ હાલ કંઈ થઈ શકે તેમ નથી. આ એક અત્યંત ભયાનક અને અસાધારણ ઘટના છે. અત્યારે અમારી પાસે કોઈ ચોક્કસ આંકડા નથી, પણ કુલ આંકડો 1500 થી વધુ હોઈ શકે છે. ઘણા નેપાળી ગાઈડ અમારી સાથે હતા, તેમના પરિવારો પણ ત્યાં હતા. તેમાંથી કેટલા લોકો ફસાયા છે, તે અમે હજુ જાણતા નથી.
કોલકાતા સમૂહ પણ ગુમ
પશ્ચિમ બંગાળના એક અધિકારીએ જણાવ્યું કે કોલકાતાથી 32 સભ્યોનો સમૂહ (30 પ્રવાસી અને બે ટૂર મેનેજર) પણ ગુમ છે. આ સમૂહ 21 ઓગસ્ટે શહેરથી રવાના થયો અને 22 ઓગસ્ટે નેપાળ પહોંચ્યો. સવારે લગભગ 8:30 વાગ્યે રસુવાગઢીના ઇમિગ્રેશન કાર્યાલયમાં હતા ત્યારે પૂર આવ્યું. ત્યારથી કોઈનો સંપર્ક થઈ શક્યો નથી.
નેપાળ-તિબેટ સરહદ પર બુધવારે સવારે અચાનક આવેલા પૂરને કારણે અત્યાર સુધીમાં 175 લોકોના મોત થયા છે, જ્યારે 1400 થી વધુ લોકો હજુ પણ ગુમ છે. નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલના જણાવ્યા અનુસાર, તેમાં 300થી વધુ ભારતીયો છે.
તિબેટમાં 550થી વધુ લોકોનો કોઈ પત્તો નથી. ચીનની સરકારી વેબસાઇટ CCTVએ આ માહિતી આપી છે. રાહત અને બચાવ ટીમો ખરાબ હવામાન અને તૂટેલા રસ્તાઓ વચ્ચે કાટમાળ નીચે દટાયેલા લોકોની શોધ કરી રહી છે.

નેપાળી સેનાએ રસુવાના ટિમુરેથી આજે સવારે 116 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. જેમાં 95 નેપાળી અને 21 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. પૂરનું પાણી લગભગ 30 ફૂટ સુધી ઉપર આવી ગયું હતું. તેજ પ્રવાહમાં ઘરો, ગાડીઓ અને સરકારી માળખાં તણાઈ ગયા. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે પૂર પહેલા ભૂકંપ આવ્યો હતો, પરંતુ અમેરિકી જિયોલોજિકલ સર્વે અનુસાર ચીન તરફ લ્હેંદે નદીમાં પહાડનો મોટો હિસ્સો ખસીને પડ્યો હતો.
—————————–
આ સમાચાર પણ વાંચો:
2000 ફૂટ મોટો બરફનો ટુકડો 4000 ફૂટ નીચે પડ્યો:જેનાથી નેપાળમાં આવ્યું વિનાશક પૂર, ભયાનક જળપ્રલયની વાંચો ઈનસાઈડ સ્ટોરી

નેપાળના ઉત્તરીય પહાડી વિસ્તારોમાં બુધવારે જે દ્રશ્યો સામે આવ્યા, તે માત્ર પૂર કે ભૂસ્ખલન નહોતા. તે એક એવી તબાહી હતી જેને શબ્દોમાં ‘વિનાશકારી’ કહેવું પણ ઓછું લાગે છે. કાઠમંડુથી માત્ર 45 કિલોમીટર ઉત્તરમાં સ્થિત 7,234 મીટર ઊંચા એટલે કે 23733 ફૂટ લાંગટાંગ લિરુંગ પર્વત પરથી શરૂ થયેલી ઘટનાએ નેપાળ-તિબેટ સરહદી વિસ્તારને ખરાબ રીતે તબાહ કરી દીધો. વાંચો સંપૂર્ણ સમાચાર…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


