Saina Nehwal Eyes Political Entry; Badminton Star Ready To Contest Election
43 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય બેડમિન્ટનની દિગ્ગજ ખેલાડી અને ઓલિમ્પિક મેડલ વિજેતા સાઈના નેહવાલ (Saina Nehwal) હવે રાજકારણના મેદાનમાં ઝંપલાવવા માટે તૈયાર દેખાઈ રહી છે. વિશ્વની પૂર્વ નંબર-વન ખેલાડી રહી ચૂકેલી સાઈનાએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં ચૂંટણી રાજકારણમાં પ્રવેશવાની પોતાની ઈચ્છા ખુલ્લેઆમ વ્યક્ત કરી છે. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં તેમણે આ અંગે કોઈ અંતિમ નિર્ણય લીધો નથી.
દેશની સેવામાં આગળ વધવાની ઈચ્છા
ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલી સાઈના નેહવાલે જણાવ્યું કે તે રમતગમતની દુનિયા બહાર પણ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા ઈચ્છે છે. તેમણે ANI સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “હું ઈચ્છું છું, જોઈએ. હજી સુધી મેં કોઈ નિર્ણય નથી લીધો, પરંતુ ચોક્કસપણે હું આના વિશે વિચારી રહી છું.”
તેમણે ઉમેર્યું હતું કે, “જે રીતે મેં વર્ષો સુધી દેશ માટે રમતગમત ક્ષેત્રે યોગદાન આપ્યું છે, તે જ રીતે હવે હું ભાજપ સાથે જોડાઈને દેશના વિકાસ માટે કામ કરવા માંગુ છું. ભાજપની કામ કરવાની શૈલી અને દેશના વિકાસ માટેના પ્રયાસો મને ખૂબ પસંદ છે.” નોંધનીય છે કે સાઈનાએ વર્ષ 2020માં પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહની ઉપસ્થિતિમાં ભાજપની સદસ્યતા સ્વીકારી હતી.
BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026માં ભારતીય જોડીના પ્રદર્શનના વખાણ
રાજકારણ ઉપરાંત, સાઈના નેહવાલે તાજેતરમાં સંપન્ન થયેલી BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026માં મહિલા ડબલ્સમાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીતનાર ટ્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીના પ્રદર્શનની પણ ભરપૂર પ્રશંસા કરી છે.
સાઈનાએ જણાવ્યું કે, “આ ટૂર્નામેન્ટમાં સિંગલ્સ ઈવેન્ટ્સમાં આપણને વધુ મેડલની આશા હતી, પરંતુ ટ્રિસા અને ગાયત્રીએ જે રીતે દબાણની પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ અને સંયમ બતાવ્યો છે, તેના પર મને ખૂબ ગર્વ છે.”

સાયના ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી હરિયાણાની રહેવાસી સાયના નેહવાલ ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી છે. તેણે લંડન ઓલિમ્પિક-2012માં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે 2015માં મહિલા સિંગલ્સ રેન્કિંગમાં વિશ્વની નંબર-1 ખેલાડી હતી.
સાયના બેડમિન્ટનમાં વિશ્વ નંબર-1 રેન્ક પ્રાપ્ત કરનારી એકમાત્ર મહિલા ભારતીય ખેલાડી છે. તેણે 3 ઓલિમ્પિક રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. સાયનાએ 2010 અને 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.
2008માં સાયનાએ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ જીતીને હેડલાઇન્સ બનાવી. એ જ વર્ષે તેણે પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો. તે ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની.
તેણે હોંગકોંગની તત્કાલીન વિશ્વ નંબર-5 વાંગ ચેનને હરાવી, પરંતુ ઇન્ડોનેશિયાની મારિયા ક્રિસ્ટિન યુલિયાન્ટી સામે હારી ગઈ. 2009માં સાયના BWF સુપર સિરીઝ ઇવેન્ટ જીતનાર પ્રથમ ભારતીય બની. સાયનાને 2009માં અર્જુન એવોર્ડ અને 2010 માં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવી.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


