Sanjay Manjrekar Urges BCCI & ICC Action Against Jaiswal & Sooryavanshi
6 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતીય ક્રિકેટર યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીના તાજેતરના મેદાન પરના વિવાદો વચ્ચે, પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે BCCI અને ICCને ટેગ કરીને ખેલાડીઓના વર્તન પર સવાલ ઉઠાવ્યા છે.
માંજરેકરે X પર લખ્યું, ‘પ્રિય ICC અને BCCI, પહેલા વૈભવ અને હવે જયસ્વાલ. જો તમે તેમને આવા વર્તન માટે વારંવાર છોડતા રહેશો, તો તમે તેમને ફરીથી આવું વર્તન કરવા માટે જ તૈયાર કરી રહ્યા છો.’
તેમણે કહ્યું કે આવું વર્તન ક્રિકેટ અને ખેલાડીઓના પોતાના ભવિષ્ય માટે પણ સારું નથી.
યશસ્વીનો બીજી ટેસ્ટમાં ફર્નાન્ડો સાથે વિવાદ
યશસ્વી તાજેતરમાં શ્રીલંકા સામે કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં અસિથા ફર્નાન્ડો સાથે ટકરાઈ ગયો હતો. આઉટ થયા બાદ બંને વચ્ચે દલીલ થઈ હતી અને એક સમયે યશસ્વીનું હેલ્મેટ ફર્નાન્ડોના કપાળ સાથે અથડાયું હતું.
આ મામલે ICCએ બંને ખેલાડીઓ પર 25% મેચ ફીનો દંડ અને એક-એક ડિમેરિટ પોઇન્ટ લગાવ્યો હતો.
યશસ્વીએ બાદમાં પોતાના વર્તનનો બચાવ કરતા કહ્યું હતું કે, ફર્નાન્ડોએ તેને શું કહ્યું હતું તે જાણ્યા વિના નિર્ણય ન લેવો જોઈએ.

યશસ્વી જયસ્વાલ આઉટ થયા બાદ અસિથા ફર્નાન્ડો સાથે તેની દલીલ થઈ હતી.
વૈભવનો શ્રીલંકા-Aના ખેલાડી સાથે વિવાદ થયો હતો
વૈભવ સૂર્યવંશીનો પણ તાજેતરમાં શ્રીલંકા-A સામેની મેચ બાદ વિવાદ થયો હતો. મેચ પછી શ્રીલંકાના ખેલાડી વિષેન હલાંબાગે અને વૈભવ વચ્ચે દલીલ વધી ગઈ હતી અને વૈભવે તેને ધક્કો માર્યો હતો. રિપોર્ટ અનુસાર, શ્રીલંકાના ખેલાડીએ આખી સિરીઝ દરમિયાન વૈભવને ઉશ્કેર્યો હતો, પરંતુ માંજરેકરે ત્યારે પણ શારીરિક અથડામણને ખોટી ગણાવી હતી.
માંજરેકરે તે સમયે કહ્યું હતું કે જો તેઓ ઇન્ડિયા-Aના કોચ કે મેનેજર હોત તો અફઘાનિસ્તા-A સામેની આગામી મેચમાં વૈભવને બહાર રાખત, જેથી તેમને એ સમજાવી શકાય કે મેદાન પર શારીરિક થવું સ્વીકાર્ય નથી.

મેચ પછી શ્રીલંકાના ખેલાડી વિશાન હલાંબાગે સાથે ધક્કામુક્કી કરતા વૈભવ.
વૈભવનો પાકિસ્તાની ખેલાડી સાથે પણ વિવાદ થયો હતો
વૈભવ સૂર્યવંશીનો અંડર-19 સ્તરે પાકિસ્તાન સામેની મેચ દરમિયાન પણ વિવાદ થયો હતો. આઉટ થયા બાદ પાકિસ્તાની ખેલાડી અલી રઝા સાથે તેની તીખી બોલાચાલી થઈ હતી. ત્યારબાદ વૈભવે જૂતા તરફ ઈશારો કર્યો હતો, જેને સોશિયલ મીડિયા પર વાંધાજનક ઈશારો ગણાવવામાં આવ્યો હતો.

ડિસેમ્બર 2025માં ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન આઉટ થવા પર પાક બોલરને જૂતું બતાવવાનો ઈશારો કરતો વૈભવ સૂર્યવંશી.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


