Sargam Gujarati Film Releases June 5, 2026

Last Updated: June 4, 2026By

5 કલાક પેહલાલેખક: જ્હાનવી ટીલાવત

  • કૉપી લિંક

ગુજરાતી સિનેમામાં હાલમાં અવનવા વિષયો સાથેની વાર્તાઓને ખૂબ સુંદર રીતે પડદે ઉતારવામાં આવી રહી છે. મજબૂત વિષય, દમદાર એક્ટિંગ અને કુશળ ડિરેક્શન સાથેની ગુજરાતી ફિલ્મોને દર્શકો તરફથી પણ ખૂબ પ્રેમ મળી રહ્યો છે. તેવામાં સંબંધોના તાણાવાણાને સંગીતના સૂર સાથે રજૂ કરવા માટે ‘સરગમ’ ફિલ્મ તૈયાર છે. ફિલ્મમેકર અભિલાષ ઘોડા પ્રસ્તુત ‘સરગમ’ ફિલ્મ 5 જૂન 2026ના રોજ રિલીઝ થશે.

'સરગમ' ફિલ્મની સ્ટારકાસ્ટ અને ટીમ.

‘સરગમ’ ફિલ્મની સ્ટારકાસ્ટ અને ટીમ.

સંબંધોના ગૂંચવાયેલા તારોની સંગીતમય પ્રસ્તુતિ

હર્ષલ માંકડ (હેયાન), શ્રી માંડવિયા, દર્શીના બારોટ અને હર્ષિત ઢેબર સ્ટારર ‘સરગમ’ ફિલ્મ માત્ર પ્રેમકથા નહીં પરંતુ આજના સમાજના સંવેદનશીલ પ્રશ્નને ઉજાગર કરતી ફિલ્મ છે. ફિલ્મમાં સાચા સમયે ખોટા વ્યક્તિને અને ખોટા સમયે સાચા વ્યક્તિને પ્રેમ કરવાથી જીવન અને સંબંધોના તાર કેવી રીતે ગૂંચવાઈ જાય છે, તે વસ્તુને સંગીતમય રીતે રજૂ કરવામાં આવી છે.

સોનુ નિગમ અને જાવેદ અલીના ગીત

ફિલ્મનું પ્રોડક્શન અને ડિરેક્શન આર્ટ કોર્પોરેશનના નિલેશ ચોવટિયાએ કર્યું છે, જ્યારે ધન્યતા એસોસિએટ્સ કૉ-પ્રોડ્યુસર તરીકે ફિલ્મ સાથે જોડાયા છે. ફિલ્મની વાર્તા, ડાયલોગ અને પટકથા હર્ષલ માંકડ (હેયાન)એ લખી છે. ફિલ્મનું મુખ્ય આકર્ષણ બોલિવૂડના પ્રખ્યાત સિંગર્સ સોનુ નિગમ અને જાવેદ અલી તથા મયુર હેમંત ચૌહાણ છે. તેમણે કુલ 3 ગીતોને સ્વરબદ્ધ કર્યા છે.

લીડ એક્ટર હર્ષલે ફિલ્મ વિશે માહિતી આપી.

લીડ એક્ટર હર્ષલે ફિલ્મ વિશે માહિતી આપી.

‘માત્ર લવ ટ્રાયેન્ગલ નથી’

ફિલ્મ વિશે વાત કરતા લીડ એક્ટર હર્ષલ માંકડ (હેયાન)એ કહ્યું કે, ‘સામાન્ય રીતે એક હીરો અને બે હીરોઈન જોઈને લોકોને લાગે છે કે આ લવ ટ્રાયેન્ગલ હશે, પરંતુ આ ફિલ્મનો વિષય આનાથી અલગ અને સમાજનr વર્તમાન પરિસ્થિતિને દર્શાવે છે. આ વાર્તા જેન-ઝી, આલ્ફા અને મિલેનિયલની વાર્તા દર્શાવે છે. સંગીતમાં સૂર, તાલ અને લય સમ પ્રમાણમાં વાગે તો સરગમ બને, આ ફિલ્મ પણ એવી જ છે.’

પ્રેઝેન્ટર અભિલાષ ઘોડાએ પાત્રોનો પરિચય આપ્યો.

પ્રેઝેન્ટર અભિલાષ ઘોડાએ પાત્રોનો પરિચય આપ્યો.

પ્રતિભા અને પ્રામાણિકતા ફિલ્મનું જમા પાસું

જ્યારે ફિલ્મના પ્રેઝેન્ટર અભિલાષ ઘોડાએ કહ્યું કે, ‘ગુજરાતી દર્શકો સ્ટાર ચહેરાઓ કરતા પણ વધારે પ્રતિભાશાળી કલાકારોની પ્રામાણિકતાથી બનાવેલી ફિલ્મને વધાવી લે છે. ‘સરગમ’ ફિલ્મમાં વાર્તાની સાથે સાથે સંગીતનું પણ એટલું જ મહત્ત્વ છે.’

Leave A Comment